Bangalore News

જીતુ વાઘાણીનો બેંગ્લોરમાં રોડ શો: કર્ણાટકના ઉદ્યોગપતિઓને ગુજરાતમાં રોકાણ કરવા હાંકલ
કર્ણાટકના ઉદ્યોગપતિઓને ગુજરાતમાં મૂડીરોકાણ કરવા માટે હાકલ કરી હતી. ગુજરાતના શિક્ષણપ્રધાન જીતુભાઈ વાઘાણીએ બેંગલુરુમાં રોડ-શો યોજ્યો હતો. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પહેલાં કર્ણાટકના ઔદ્યોગિક અગ્રણીઓ સમક્ષ ગુજરાતમાં મૂડીરોકાણની તકો વિશે પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું.  200થી વધુ ઔદ્યોગિક અગ્રણીઓએ રોડ-શોમાં ઉપસ્થિત રહી ગુજરાતમાં મૂડીરોકાણમાં રસ દાખવ્યો હતો. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) 2022ને અનુલક્ષીને બેંગલુરુમાં યોજાયેલા રોડ-શોમાં ગુજરાતના માનનીય શિક્ષણ, વિજ્ઞાન અને ટેકનોલોજી ખાતાના પ્રધાન જીતુભાઈ વાઘાણીના નેતૃત્વ હેઠળ ઉચ્ચ સત્તાધારી ટીમે ગુજરાતમાં મૂડીરોકાણની તકો વિશે કર્ણાટકના ટોચના ઉદ્યોગપતિઓને જાણકારી આપી હતી. આજના રોડ-શોમાં કર્ણાટકના 200 જેટલા ઔદ્યોગિક અગ્રણીઓ અને ઉદ્યોગ સાહસિકો ઉપસ્થિત રહ્યા હતા. આજે યોજાયેલા આ રોડ-શોમાં ગુજરાતના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સચિવ વિજય નેહરા સહિત અન્ય અધિકારીઓએ હાજરી આપી હતી. 
Dec 8,2021, 0:02 AM IST
200 થી વધારે કેસ નોંધાયેલા છે તેવા કુખ્યાત રવિ પુજારીને ક્રાઇમબ્રાંચે ઉઠાવ્યો
Jul 19,2021, 17:48 PM IST

Trending news