દાઢી રાખતા પોલીસકર્મીઓ માટે ખાસ સમાચાર, આ મામલે હાઈકોર્ટે કરી અત્યંત મહત્વની ટિપ્પણી

કોર્ટે ઉત્તર પ્રદેશ પોલીસ વિભાગમાં દાઢી રાખવાની રોક વિરુદ્ધ દાખલ થયેલી અરજીને ફગાવી દીધી. 

દાઢી રાખતા પોલીસકર્મીઓ માટે ખાસ સમાચાર, આ મામલે હાઈકોર્ટે કરી અત્યંત મહત્વની ટિપ્પણી

નવી દિલ્હી: અલાહાબાદ હાઈકોર્ટ (Allahabad High Court) ની લખનઉ બેન્ચે કહ્યું કે પોલીસ વિભાગમાં દાઢી રાખવી એ બંધારણીય હક નથી. આમ કહીને કોર્ટે ઉત્તર પ્રદેશ પોલીસ વિભાગમાં દાઢી રાખવાની રોક વિરુદ્ધ દાખલ થયેલી અરજીને ફગાવી દીધી. 

કોર્ટે ફગાવી અરજી
કોર્ટે અરજી દાખલ કરનારા સિપાઈ વિરુદ્ધ બહાર પડેલા સસ્પેન્શન આદેશ અને આરોપ પત્રમાં પણ હસ્તક્ષેપ કરવાનો ઈન્કાર કરી દીધો છે. આ આદેશ ન્યાયમૂર્તિ રાજેશ સિંહ ચૌહાણની single bench એ અયોધ્યા જનપદના ખંડાસા પોલીસ મથકમાં તૈનાત રહેલા સિપાઈ મોહમ્મદ ફરમાનની બે અલગ અલગ અરજીઓ પર એક સાથે આપ્યો.

પહેલી અરજીમાં ડીજીપી દ્વારા 26 ઓક્ટોબર 2020ના રોજ બહાર પડાયેલા સર્ક્યુલરની સાથે સાથે અરજીકર્તાએ પોતાના વિરુદ્ધ ડીઆઈજી અને એસએસપી અયોધ્યા દ્વારા જાહેર કરાયેલા સસ્પેન્શન આદેશને પડકાર્યો હતો. જ્યારે બીજી અરજીમાં વિભાગીય અનુશાસનાત્મક કાર્યવાહીમાં અરજીકર્તા વિરુદ્ધ દાખલ થયેલા આરોપ પત્રને પડકારવામાં આવ્યો હતો. 

અરજીના ગુણ દોષ પર સવાલ ઉઠાવ્યા
અરજીકર્તાનું કહેવું હતું કે બંધારણમાં અપાયેલા ધાર્મિક સ્વતંત્રતાના અધિકાર હેઠળ તેણે મુસ્લિમ સિદ્ધાંતોના આધારે દાઢી રાખી છે. અરજીનો સરકારી વકીલે વિરોધ કર્યો. તેમણે બંને અરજીઓના ગુણ દોષ પર સવાલ ઉઠાવ્યા. 

કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ આપેલા પોતાના નિર્ણયમાં જણાવ્યું કે 26 ઓક્ટોબર 2020નો સર્ક્યુલર એક કાર્યકારી આદેશ છે. જે પોલીસ વિભાગમાં અનુશાસન જાળવી રાખવા માટે બહાર પાડવામાં આવ્યો છે. પોલીસ ફોર્સે એક અનુશાસિત ફોર્સ હોવું જોઈએ અને એક કાનૂન પ્રવર્તન એજન્સી હોવાના કારણે તેની છબી પણ સર્ક્યુલર હોવી જોઈએ. 

કોર્ટે કહ્યું કે પોતાના એસએચઓ (પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ)ની ચેતવણી છતાં દાઢી ન કપાવીને અરજીકર્તાએ ગેરવર્તણૂંક કરી છે. 12 ઓગસ્ટ 2021ના કેડ અરજીને ફગાવતા બેન્ચે અધિકારીઓને અરજીકર્તા વિરુદ્ધ કાયદા મુજબ વિભાગીય તપાસ પૂરી કરવાના નિર્દેશ આપ્યા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news