RTE હેઠળ ખોટા પૂરાવા રજૂ કરી પ્રવેશ મેળવનાર ચેતી જજો, અમદાવાદમાં એક વાલી સામે FIR દાખલ


અમદાવાદમાં આરટીઈ કાયદાનો ખોટી રીતે લાભ લેવાનો મામલો સામે આવ્યો છે. RTE અંતર્ગત લાભ મેળવી છેતરપિંડી કરનાર વાલી સામે FIR દાખલ કરવામાં આવી છે. 

RTE હેઠળ ખોટા પૂરાવા રજૂ કરી પ્રવેશ મેળવનાર ચેતી જજો, અમદાવાદમાં એક વાલી સામે FIR દાખલ

અતુલ તિવારી, અમદાવાદઃ રાઇટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ વર્ષે 1.50 લાખ કરતી ઓછી આવક ધરાવતા ગરીબ પરિવારના બાળકોને પ્રવેશ આપવામાં આવે છે. દેશમાં તમામ બાળકોને શિક્ષણનો અધિકાર મળી રહે તે માટે આરટીઈનો કાયદો લાવવામાં આવ્યો હતો. આ કાયદા હેઠળ ગરીબ પરિવારના બાળકોને ખાનગી શાળામાં પ્રવેશ આપવામાં આવે છે. પરંતુ અમદાવાદમાં આ કાયદાનો ખોટી રીતે લાભ લેવાનો મામલો સામે આવ્યો છે. RTE અંતર્ગત લાભ મેળવી છેતરપિંડી કરનાર વાલી સામે FIR દાખલ કરવામાં આવી છે. 

એક વાલી સામે FIR 
રાઇટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ અમદાવાદમાં એક વાલીએ આવકના ખોટા પૂરાવા રજૂ કરી પ્રવેશ મેળવ્યો હતો. હવે તેની સામે એફઆઈઆર કરવામાં આવી છે. સેટેલાઈટ પોલીસ સ્ટેશન ખાતે અમદાવાદ જિલ્લાશિક્ષણાધિકારીની કચેરી તરફથી પ્રતીક ગજ્જર નામના વાલી વિરુદ્ધ FIR કરવામાં આવી છે. જીવરાજપાર્કમાં રહેતા વાલી પ્રતીક ગજ્જરે ખોટું આવકનું પ્રમાણપત્ર રજૂ કરી પ્રવેશ મેળવ્યો હતો.

સેટેલાઈટમાં આવેલી આનંદનિકેતન સ્કૂલમાં વાલી દ્વારા ધોરણ 1 માં પોતાના બાળકનો પ્રવેશ લેવામાં આવ્યો હતો. 1,50,000 કરતા ઓછી આવક ધરાવતા વાલીઓના બાળકોને RTE અંતર્ગત આપવામાં આવે છે પ્રવેશ, વાલી દ્વારા ખોટું આવકનું પ્રમાણપત્ર રજૂ કર્યું હતું.  પરંતુ પ્રતીક ગજ્જરે IT રિટર્ન 4,11,566 રૂપિયાનું ભર્યું હોવાથી તે ઝડપાય ગયો છે. 

આ રીતે આરટીઈમાં ખોટા પૂરાવા રજૂ કરી પ્રવેશ લેતા વાલીઓ માટે આ લાલબત્તી સમાન કિસ્સો છે. ભવિષ્યમાં પણ  DEO તરફથી તમામ વાલીઓની તપાસ હાથ ધરાશે, જેમાં ખોટા પૂરાવા રજૂ કરનાર સામે કાર્યવાહી થઈ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news