Gujarat Rain Prediction: હાલ વરસાદ ગાયબ! પણ બહુ જલદી મેઘરાજાની વાજતે ગાજતે આવશે સવારી, આ વિસ્તારો બરાબર ધમરોળશે
Weather Update and Forecast 14th August 2023: હવામાન ખાતાના જણાવ્યાં મુજબ દિલ્હી ઉપરાંત દેશના અન્ય રાજ્યોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદના એંધાણ છે. આ ઉપરાંત ગુજરાતમાં પણ આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. તમામ માહિતી વિગતવાર જાણો....
Trending Photos
Weather Update and Forecast 14th August 2023: અનેક રાજ્યોમાં સતત પડી રહેલા વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ ઊભી થઈ છે. આ બધા વચ્ચે હવામાન ખાતાએ અનેક રાજ્યોમાં ભારે વરસાદની આશંકાને પગલે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે જ હવામાન ખાતાએ દિલ્હીમાં સ્વતંત્રતા દિવસ પર વરસાદનું અનુમાન કર્યુ છે. હવામાન ખાતાના જણાવ્યાં મુજબ દિલ્હી ઉપરાંત દેશના અન્ય રાજ્યોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદના એંધાણ છે. આ ઉપરાંત ગુજરાતમાં પણ આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. તમામ માહિતી વિગતવાર જાણો....
ગુજરાતમાં વરસાદની આગાહી
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદે લગભગ વિરામ લીધો છે. ત્યારે ફરી એકવાર ગુજરાતમાં આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાંથી ભેજ આવવાના કારણે 5 દિવસ ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે અમદાવાદમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે. આ સિવાય સૌરાષ્ટ્રમાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ 45થી 55 કિમીની ઝડપે ફૂંકાઈ શકે છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા અનુસાર માત્ર રાજસ્થાન તરફ એક સિસ્ટમ સક્રિય છે. આ સર્ક્યુલેશનના કારણે સામાન્ય વરસાદ પડી શકે છે. જ્યારે ગુજરાતમાં અન્ય કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાથી રાજ્યમાં એકથી બે સ્થળે જ ભારે વરસાદી ઝાપટું પડી શકે છે. ઉપરાંત અન્ય વિસ્તારોમાં સામાન્ય વરસાદની જ સંભાવના જોવા મળી રહી છે. ગુજરાતમાં અન્ય કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાથી દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદની જ સંભાવના જોવા મળી રહી છે.
મહત્વનું છે કે, હાલ છૂટછવાયા સામાન્ય ઝાપટા સિવાય રાજ્યમાં ચોમાસુ ક્યાંય સક્રિય નથી. જો કે હવામાન વિભાગે ગુજરાતમાં ફરી મેઘરાજાની એન્ટ્રીના સંકેત આપ્યા છે. રાજ્ય નજીક એક સિસ્ટમ એક્ટિવ થવાના પગલે આગામી 5 દિવસ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાત પર હાલ એક વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી હળવાથી સમાન્ય વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 4 દિવસ સૌરાષ્ટ્ર , કચ્છમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે.અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદની આગાહી છે.
આણંદ, અમદાવાદ, મહેસાણા, ગાંધીનગરમાં છૂટાછવાયા વરસાદની અને અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠામાં પણ વરસાદ શક્યતા વ્યક્ત કરાઈ છે. અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, રાજકોટ, પોરબંદર, બનાસકાંઠા, સારબકાંઠા, પાટણ, જામનગર સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.
તેવી જ રીતે, સૌરાષ્ટ્રમાં પવન સાથે છૂટાછવાયા વરસાદની સંભાવના જોવા મળી રહી છે. બીજી બાજુ, આ આગાહીને પગલે જામનગર, રાજકોટ સહિતનાં શહેરોના વાતાવરણમાં બદલાવ પણ જોવા મળી રહ્યો છે. વધુમાં વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, નર્મદામાં પણ સામાન્ય વરસાદ પડી શકે છે. આ ઉપરાંત દાહોદ, પંચમહાલ, ખેડામાં પણ વરસાદી માહોલ જોવા મળશે.
આગામી 5 દિવસ સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે. સાથે જ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી 5 દિવસ દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવવાની સંભાવના પણ છે. જેના કારણે આજે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
શું કહે છે અંબાલાલ પટેલ?
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, આગામી 15 ઓગસ્ટ સુધી રાજ્યનાં જુદા જુદા ભાગોમાં હળવો વરસાદ પડશે, જન્માષ્ટમીએ પણ રાજ્યના કેટલાક ભાગોમાં ઝાપટા પડવાની શક્યતા છે. શ્રાવણ અમાસથી ભાદરવા મહિના સુધી વરસાદ રહેશે. સાથે જ તેમણે કહ્યું છે કે 15 ઓગસ્ટથી દેશના હવામાનમાં પલટો આવવાની સંભાવના છે. તેઓએ વધુમાં કહ્યું છે કે, ગુજરાતમાં 20 ઓગસ્ટથી સપ્ટેમ્બરની શરૂઆત સુધી સારો વરસાદ પડી શકે છે. પવનની ગતિ ધીમી થયા બાદ ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થાય તેવી શક્યતા છે. ખેડૂતો માટે હાલ ઉઘાડ છે, હાલ વરસાદી ઝાપટાં પડશે. પવન ઓછો થયા બાદ વરસાદ માટે સિસ્ટમ બનશે. વરસાદના ચોથા રાઉન્ડ દરમિયાન તા.19થી 21 ઓગસ્ટ વચ્ચે ભારે વરસાદ પડવાની આગાહી કરી છે.
ઉત્તરાખંડના 6 જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ
હવામાન વિભાગે ઉત્તરાખંડમાં ભારે વરસાદને પગલે 6 જિલ્લાઓમાં આજે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ દરમિયાન ક્યાંક ભારેથી અતિભાર વરસાદ અને ગાજવીજ સાથે ભારે વરસાદ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. દહેરાદૂનમાં હવામાન ખાતા દ્વારા કરાયેલા પૂર્વાનુમાનમાં ટિહરી, દહેરાદૂન, પૌડી, ચંપાવત, નૈનીતાલ, અને ઉધમસિંહ નગર જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ અને હરિદ્વાર જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગની ચેતવણી જોતા પ્રશાસન એલર્ટ થઈ ગયું છે અને સરકારે સંબંધિત જિલ્લાઓના જિલ્લાધિકારીઓ અને SDRF ને 24 કલાક એલર્ટ મોડમાં રહેવાના નિર્દેશ આપ્યા છે.
આ રાજ્યોમાં પણ ભારે વરસાદની ચેતવણી
આ ઉપરાંત હવામાન વિભાગે આગામી બે દિવસ સુધી ઉત્તરાખંડ ઉપરાંત હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંડીગઢ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઉપ હિમાલયી પશ્ચિમ બંગાળ, અને સિક્કિમમાં અલગ અલગ સ્થળો પર ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. હવામાન ખાતાના જણાવ્યાં મુજબ ઉત્તર પશ્ચિમ ભારતમાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે. હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, અને ઉત્તર પ્રદેશમાં અલગ અલગ સ્થળો પર ભારે વરસાદનું અનુમાન છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે