3 વર્ષમાં સમગ્ર દેશમાં સ્માર્ટ વીજ મીટર લગાવવાનું સરકારનું આયોજન: ઉર્જામંત્રી
સ્માર્ટ મીટરમાં જરૂરિયાત અનુસાર રિચાર્જ કરાવીને વિજ રીચાર્જ કરાવી શકાશે
Trending Photos
અમદાવાદ : સમગ્ર દેશમાં હવે સરકાર સ્માર્ટ મીટર લગાવવા અંગેનું આયોજન કરી રહી છે. જેથી હવે કાગળમાં આવતુ બિલ એક સ્વપ્ન બનશે. મોબાઇલની જેમ પ્રિપેઇડ દ્વારા વિજ બિલ પણ હવે રિચાર્જ થકી મેળવવાનું રહેશે. જેથી લોકો પોતાનાં વિજ વપરાશનો અંદાજ રાખીને તેનો અંદાજ કાઢી શકે. કેન્દ્રીય વિજપ્રધાન આર.કે સિંહે ગુરૂવારે આયોજન અંગે ચર્ચા કરી હતી. એક અહેવાલ અનુસાર મીટર બનાવતી કંપનીનાં અધિકારીઓને ઉત્પાદન વધારવા માટે પણ જણાવ્યું હતું.
સિંહાના અનુસાર આગામી સમયમાં પ્રીપેડ મીટરની માંગ ખુબ વધવાની છે. વીજ પ્રધાને એક નિશ્ચિત સમયમાં સ્માર્ટ મીટર ફરજીયાત કરવા અંગેની સલાહ આપી હતી. અધિકારીએ જણાવ્યું કે, સ્માર્ટ પ્રી પેઇડનાં ઉપયોગથી વીજળી ઉત્પાદન ક્ષેત્રમાં વ્યાપક પરિવર્તન આવસે. પ્રધાને વિશ્વાસ વ્યક્ત કર્યો કે વીજળી ક્ષેત્રમાં આ ફેરફાર ક્રાંતિકારી સાબિત થશે. તેમણે કહ્યું કે, તેમનાં વીજળી વિતરણ કંપનીઓ નબળી પરિસ્થિતી સુધરશે, ઉર્જા સંરક્ષણને પ્રોત્સાહન મળસે અને વીજળીની ચુકવણી સરળતાથી કરી શકાશે. રોજગારીનું પણ સર્જન થશે.
બેઠકમાં સ્માર્ટ મીટર્સનાં અલગ અલગ પાસાઓ જેવા કે બીઆઇએસ સર્ટિફિકેશન, આરએફ-જીપીઆરએસ સહિતની ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે સાંકળવા અંગે પણ ચર્ચા થઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર હવે વિજ ક્ષેત્રમાં સરળતા અને પારદર્શીતા લાવવા માંગે છે. ઉપરાંત વિજ કંપનીઓને પણ સદ્ધર બનાવવા માંગે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે