અલીગઢમાં વાતાવરણ તંગ: તંત્રએ કલમ 144 લગાવી, ઇન્ટરનેટ પર પ્રતિબંધ
અલીગઢના ટપ્પલમાં અઢી વર્ષની બાળકીની હત્યા બાદ તંત્ર એલર્ટ છે, કંઇ અઘટીત ન બને તે માટે અર્ધસૈનિક દળ ફરજંદ
Trending Photos
અલીગઢ : અલીગઢનાં ટપ્પલ વિસ્તારમાં અઢી વર્ષની બાળકીની હત્યા બાદથી સમગ્ર ગામમાં એક અજંપાપુર્ણ શાંતિ છવાઇ છે. જો કે આ શાંતિ વચ્ચે કોઇ અણછાજતી ઘટના ન બને તેવી આશંકાને ધ્યાને રાખીને તંત્રએ ભારે પોલીસ અને અર્ધસૈનિક દળ લગાવેલા છે. સોમવારે તંત્રએ ખેર તાલુકામાં મોડી રાત સુધી ઇન્ટનેટ સેવાઓ પણ અટકાવી દીધી છે. ટપ્પલ આ તાલુકા અંતર્ગત આવે છે.
બચાવ પક્ષના વકીલે કહ્યું Zee News ન હોત તો કદાચ ક્યારે પણ સત્ય સામે ન આવત !
જિલ્લાધિકારી ચંદ્ર ભૂષણ સિંહે ખેરે તાલુકામાં સોમવારે મોડી રાત્ર સુધી ઇન્ટરનેટ સેવા અટકાવી દેવાનો આદેશ આપ્યો છે. આ ઉફરાંત સમગ્ર ટપ્પલમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. જિલ્લાધિકારી કાર્યાલય દ્વારા બહાર પડાયેલ જાહેરાત અનુસાર અઢી વર્ષની બાળકીની નિર્મત હત્યા બાદ કેટલાક તોફાની તત્વો અફવા ફેલાવી રહ્યા છે અને ફેક વિડિયો શેર કરી રહ્યા છે. એવી પોસ્ટ વિસ્તારમાં સાંપ્રદાયીક વાતાવરણ બગાડી શકે છે. ડીએમ ચંદ્રભૂષણે કહ્યું કે, અલીગઢ પોલીસ એવી તમામ પોસ્ટ પર નજર રાખી રહી છે અને અફવા ફેલાવનારા લોકો પર કડક કાર્યવાહી કરવામાં આવશે. આ અગાઉ રવિવારે પોલીસે સમગ્ર ટપ્પલમાં શાંતિ-વ્યવસ્થા જાળવી રાખવા માટે ઘણી મહેનત કરવી પડી હતી.
કઠુવા રેપ કેસ : કોર્ટે Zee News ના કર્યા વખાણ, કહ્યું ચેનલે સત્ય સામે લાવવા કર્યો પ્રયાસ
તંત્રએ મહાપંચાયતની પરવાનગી ન આપી
ટપ્પલમાં ઉધાર પૈસાના મુદ્દે થયેલા વિવાદમાં બાળકીની હત્યા બાદ આ પ્રકરણની સમગ્ર દેશમાં ચર્ચા ચાલી રહી છે. તંત્રએ દક્ષિણપંથી સંગઠનોનાં મહાપંચાયત બોલાવવાનાં મનસુબાઓને પણ નિષ્ફળ બનાવ્યા છે. કેટલાક સંગઠનોએ હત્યાનાં આરોપીઓની વિરુદ્ધ ત્વરિત ન્યાય માટે એક મહાપંચાયતનું આહ્વાન કર્યું હતું.
કઠુવાકાંડ: 6 ગુનેગારોમાં કોણે કેવો ગુનો આચર્યો અને શું મળી સજા ?
અફવા ફેલાવનારાઓ પર પોલીસની કાર્યવાહી
અલીગઢનાં એસએસપી આકાશ કુલહરીએ જણાવ્યું કે, સ્થિતી નિયંત્રણમાં છે. અમે કોઇને પણ વિરોધ પ્રદર્શનનાં નામે શહેરનું વાતાવરણ ખરાબ કરવાની પરવાનગી નહી આપીએ. તેમણે જણાવ્યું કે, સોશિયલ મીડિયા પર અફવા ફેલાવવા અને સાંપ્રદાયીક હિંસાને હવા દેવાના આરોપમાં કેટલાક લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. બીજી તરફ શાસને ટપ્પલ ક્ષેત્રાધિકારી (સીઓ) પંકજ શ્રીવાસ્તવની બદલી કરી દીધી છે. તેમની જગ્યાએ સંજીવન દીક્ષિતને ટપ્પલના સીઓ બનાવવામાં આવ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે