PFI પર કેન્દ્રની 'સર્જિકલ સ્ટ્રાઈક' પર અજમેર શરીફ દરગાહ તરફથી આવ્યું મોટું નિવેદન
PFI Banned in India: કેન્દ્ર સરકારના પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) અને તેને સંલગ્ન સંગઠનો પર પ્રતિબંધ લગાવવાના નિર્ણયનો અજમેર દરગાહના આધ્યાત્મિક પ્રમુખ જૈનુલ આબેદીન અલી ખાને સ્વાગત કર્યું છે.
Trending Photos
PFI Banned in India: કેન્દ્ર સરકારના પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) અને તેને સંલગ્ન સંગઠનો પર પ્રતિબંધ લગાવવાના નિર્ણયનો અજમેર દરગાહના આધ્યાત્મિક પ્રમુખ જૈનુલ આબેદીન અલી ખાને સ્વાગત કર્યું છે. તેમણે કહ્યું કે આ કાર્યવાહી કાયદા મુજબ અને આતંકવાદ રોકવા માટે કરાઈ છે. તમામે તેનું સ્વાગત કરવું જોઈએ.
ખાને કહ્યું કે દેશ સુરક્ષિત તો આપણે સુરક્ષિત છીએ, દેશ કોઈ પણ સંસ્થા કે વિચારથી મોટો છે અને જો કોઈ આ દેશ, અહીંની એક્તા અને સાર્વભૌમત્વ કે દેશની શાંતિને ખરાબ કરવાની વાત કરે તો તેને આ દેશમાં રહેવાનો અધિકાર નથી. તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક દિવસથી સતત પીએફઆઈની રાષ્ટ્ર વિરોધી ગતિવિધિઓની ખબરો આવી રહી છે અને તેના પર લગાવવામાં આવેલો પ્રતિબંધ દેશના હિતમાં છે. તેમણે કહ્યું કે મે પોતે પહેલીવાર સરકાર પાસે બે વર્ષ પહેલા પીએફઆઈ પર પ્રતિબંધ લગાવવાની માંગણી કરી હતી. અત્રે જણાવવાનું કે કેન્દ્ર સરકારે આતંકી ગતિવિધિઓમાં સામેલ રહેવાના કારણે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) પર પ્રતિબંધ લગાવી દીધો છે.
ગૃહ મંત્રાલયે મૂક્યો પ્રતિબંધ
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મંગળવારે રાતે બહાર પાડેલા એક નોટિફિકેશનમાં કહ્યું કે કેન્દ્ર સરકારનું માનવું છે કે પીએફઆઈ અને તેના સહયોગી એવા વિનાશકારી કામોમાં સામેલ રહ્યા છે, જેનાથી પબ્લિક એડમિનિસ્ટ્રેશન પ્રભાવિત થયું છે. દેશના બંધારણીય માળખાને નબળું, આતંકી શાસનને પ્રોત્સાહન અને તેને લાગૂ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. ગૃહ મંત્રાલયે કહ્યું કે, આ કારણોના પગલે કેન્દ્ર સરકારનું એવું માનવું છે કે પીએફઆઈની ગતિવિધિઓને જોતા તેને અને તેના સહયોગીઓ-મોરચાઓને તત્કાળ પ્રભાવથી ગેરકાયદેસર સંસ્થા જાહેર કરવા જરૂરી છે.
કયા સંગઠનો પર લાગ્યો પ્રતિબંધ?
- પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)
- રિહેબ ઈન્ડિયા ફાઉન્ડેશન
- કેમ્પસ ફ્રન્ટ ઓફ ઈન્ડિયા
- ઓલ ઈન્ડિયા ઈમામ કાઉન્સિલ
- NCHRO
- નેશનલ વીમેન્સ ફ્રન્ટ
- જૂનિયર ફ્રન્ટ
-એમ્વાયર ઈન્ડિયા ફાઉન્ડેશન
- રિહેબ ફાઉન્ડેશન (કેરળ)
આ અગાઉ 22 સપ્ટેમ્બરે 15 રાજ્યોમાં PFI ના અનેક ઠેકાણાઓ પર NIA, ED અને અન્ય એજન્સીઓએ દરોડા પાડ્યા હતા. ત્યારબાદ 27 સપ્ટેમ્બરના રોજ 9 રાજ્યોમાં પણ એજન્સીઓ પીએફઆઈના ઠેકાણાઓ પર તાબડતોડ રેડ પાડી. દરોડા દરમિયાન સરકારને પીએફઆઈ વિરુદ્ધ પૂરતા પૂરાવા મળયા, ત્યારબાદ ગૃહ મંત્રાલયે પીએફઆઈ અને તે સંલગ્ન 8 સંગઠનો પર દેશભરમાં પ્રતિબંધ લગાવ્યો.
કોંગ્રેસ સાંસદનું વિવાદિત નિવેદન
પીએફઆઈ પર પ્રતિબંધ મૂકાતા રાજકીય પ્રતિક્રિયાઓ પણ આવવા લાગી છે. કેરળથી કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં મુખ્ય સચેતક કોડિકુન્નિલ સુરેશે સામે આરએસએસ પર પ્રતિબંધ લગાવવાની માંગણી કરી અને કહ્યું કે પીએફઆઈ પર પ્રતિબંધ લગાવવો એ કોઈ ઉપાય નથી. તેમણે મલપ્પુરમમાં કહ્યું કે અમે આરએસએસ ઉપર પણ પ્રતિબંધ લગાવવાની માંગણી કરીએ છીએ. પીએફઆઈ પર પ્રતિબંધ કોઈ ઉપાય નથી. આરએસએસ પણ સમગ્ર દશમાં હિન્દુ સાંપ્રદાયિકતા ફેલાવી રહ્યું છે. આરએસએસ અને પીએફઆઈ બંને સમાન છે. આથી સરકારે બંને પર પ્રતિબંધ મૂકવો જોઈએ. માત્ર પીએફઆઈ પર કેમ?
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે