હવાઇ યાત્રા કરનારા માટે ચોંકાવનારા સમાચાર, 1 જુલાઇથી મોંઘી થશે મુસાફરી
Trending Photos
નવી દિલ્હી : જો તમે પણ ઘણીવાર ફ્લાઇટમાં મુસાફરી કરતા હો તો આ સમાચાર તમારા માટે જ છે. આગામી 1 જુલાઇથી હવાઇ મુસાફરી મોંઘી થઇ જશે. હાલ આ ફી 130 રૂપિયા છે જેને ભવિષ્યમાંવધારીને 150 રૂપિયા કરી દેવામાં આવશે. આ વધારો 1 જુલાઇથી લાગુ કરવામાં આવશે. તેનાથી હવઆઇ યાત્રા થોડી મોંઘી થઇ જશે. આ શુલ્કને એરલાઇનની તરફથી વસુલવામાં આવે છે, જે હવાઇ ભાડામાં તેનો સમાવેશ થશે.
Ministry of Civil Aviation: Aviation security fee for domestic passengers will be levied at rate of Rs 150 per embarking passenger. Fee for international passengers will be levied at rate of Rs US$ 4.85 or equivalent Indian Rupees per embarking passenger with effect from 1st July
— ANI (@ANI) June 8, 2019
ડોમેસ્ટીક ટ્રાવેલ ફીમાં 20 રૂપિયાનો વધારો.
નાગરિય ઉડ્યન મંત્રાલયે આ અંગે આદેશ ઇશ્યું કરતા ડોમેસ્ટીક ટ્રાવેલમાં ફીમાં 20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. બીજી તરફ આંતરરાષ્ટ્રીય યાત્રીઓ માટે એએસએફને 3.25 ડોલરથી વધારીને 4.85 ડોલર કરવામાં આવશે. નગર વિમાન મંત્રાલયનાં 7 જુનનાં આદેશમાં કહેવામાં આવ્યું હતું કે સ્થાનિક યાત્રીઓ માટે એએસએફ શુલ્ક વધારીને 150 રૂપિયા પ્રતિ યાત્રીના દરથી લગાવવામાં આવશે. બીજી તરફ આંતરરાષ્ટ્રીય યાત્રીઓ માટે આ શુલ્ક 4.85 ડોલર પ્રતિ યાત્રી હશે.
માલદીવ ઉપરાંત ટોચના 8 દેશો પણ આપી ચુક્યા છે PM મોદીને સર્વોચ્ચ સન્માન...
માર્ચ સુધીમાં 600 કરોડ ડોલરની રકમ બાકી હશે
એએસએફ યાત્રી સેવા શઉલ્ક (સુરક્ષાનો હિસ્સો) એટલે કે પીએસએફ (એસસી)નું સ્થાન લેશે. પીટીઆઇનાં અનુસાર ફીમાં વધારો એટલા માટે થયો જેથી 56 હવાઇ મથકો પર બાકી સિક્યોરિટી ખર્ચની વ્યવસ્થા થઇ શકે. માર્ચ સુધીમાં 600 કરોડ રૂપિયાની બાકી હતી. નાગરિક ઉડ્યન મંત્રાલયે એરક્રાફ્ટ રિલ્સ 88A, 1937 અંતર્ગત શુલ્ય વધારવાનો આદેશ આપ્યો છે. આ ફીમાં 2001થી વધારો કરવામાં નહોતો આવ્યો. ફીમાં વધારાનો નિર્ણય ગત્ત વર્ષે લેવાયો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે