અમરિંદરે આઠ સલાહકાર કમિટીની રચના કરી, સિદ્ધુનો બહિષ્કાર કરાતા રોષ

હાલમાં જ પંજાબ કેબિનેટમાં થયેલા પરિવર્તનથી મહત્વપુર્ણ સ્થાનિક શાસન, પર્યટન અને સંસ્કૃતીનો હવાલો ખેંચી લઇ ઉર્જા અને નવી અને અક્ષય ઉર્જાનો હવાલો સોંપવામાં આવ્યો છે

અમરિંદરે આઠ સલાહકાર કમિટીની રચના કરી, સિદ્ધુનો બહિષ્કાર કરાતા રોષ

ચંડીગઢ : પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે પોતાની સરકારના મહત્વપુર્ણ કાર્યક્રમને ક્રિન્વયનમાં વધારે કરવા માટે આઠ સલાહકાર સમુહની રચના કરી છે પરંતુ તેમાં રાજ્ય મંત્રી નવજોતસિંહ સિદ્ધુનો સમાવેશ કરવામાં આવ્યો નથી. એક અધિકારીનાં નિવેદન અનુસાર સિદ્ધુ અને ચિકિત્સકીય શિક્ષણ અને સંશોધન મંત્રી ઓમ પ્રકાશ સોનીને કોઇ પણ સમુહનો હિસ્સો બનાવવામાં આવ્યા નથી. આ સમુહને કેટલાક ધારાસભ્યો અને કેટલાક અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. 

હવાઇ યાત્રા કરનારા માટે ચોંકાવનારા સમાચાર, 1 જુલાઇથી મોંઘી થશે મુસાફરી
નવજોત સિંહ સિદ્ધુ અને અમરિંદર સિંહ વચ્ચે ચાલી રહી છે ટક્કર
અમરિંદર સિંહ અને નવજોત સિંહ સિદ્ધુ વચ્ચે ટક્કર ચાલી રહી છે. ગુરૂવારે પંજાબ કેબિનેટમાં થયેલા ફેરબદલમાં નવજોત સિંહ સિદ્ધુ સાથે મહત્વપુર્ણ સ્થાનિક શાસન, પર્યટન અને સંસ્કૃતી પ્રભાર માટે લેવામાં આવ્યું હતુ અને તેમને વિજ તથા નવી અને અક્ષય ઉર્જા વિભાગનો હવાલો સોંપવામાં આવ્યો હતો. સિદ્ધુએ પોતાનો નવુ મંત્રાલય હજી સુધી સંભાળ્યું નથી. 

નીતિ પંચની બેઠકમાં આવશે મમતા બેનર્જી, રાજીવ કુમારે આશા વ્યક્ત કરી
આ સલાહકાર જુથને રાજ્ય સરકારનાં કાર્યક્રમોમાં પ્રદર્શનની સમીક્ષા કરવા અને તેમને સુધારવા માટે સલાહ આપવાનો અધિકાર આપવામાં આવ્યો છે. એક અધિકારીક નિવેદનમાં કહેવામાં આવ્યું કે, આ સમુહ કાર્યક્રમની પહોંચમાં સુધારો અને તેમાં નાગરિકોનાં ભાગ માટે પરિવર્તન કરવા માટેની સલાહ આપશે. નિવેદનમાં મુખ્યમંત્રીના હવાલાથી કહેવામાં આવ્યું કે, કોંગ્રેસ સરકારે પંજાબના લોકો પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતાને જાળવી રાખવા માટે અનેક ગરીબ સમર્થક કાર્યક્રમ ચાલુ કર્યા છે. 

રાહુલની PM મોદી પર વિવાદાસ્પદ ટીપ્પણી, તેમનો પ્રચાર અત્યંત ઝેરી
તેમણે કહ્યું કે, આ કાર્યક્રમોમાં પુરતા પરિણામો દેખાડે પરંતુ હાલનાં ક્ષેત્રની મુલાકાત દરમિયાન આ વાત સામે આવી કે આ કાર્યક્રમોનાં ક્રિયાન્વયનમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સમુહોની ભાગીદારી વધારે પ્રભાવશાળી હોવી જોઇએ. મુખ્યમંત્રી શહેર નવીનકરણીય અને સુધાર પર સલાહકારના સમુહના પ્રમુખ જેમાં સ્થાનિક શાસનનાં નવા મંત્રી બ્રહ્મ મોહિંદરાનો પણ સમાવેશ થાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news