corona crisis: PM મોદીએ ભારતીય વાયુસેનાની કોરોના ઓપરેશનની સમીક્ષા કરી, આપ્યા મહત્વના નિર્દેશ

બુધવારે વાયુ સેના પ્રમુખ એચ ચીફ માર્શલ આરકેએસ ભદૌરિયા સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં વાયુ સેના પ્રમુખે પ્રધાનમંત્રીને વાયુ સેના દ્વારા કોરોના કાળમાં કરવામાં આવી રહેલા પ્રયાસોની જાણકારી આપી હતી. 

corona crisis:  PM મોદીએ ભારતીય વાયુસેનાની કોરોના ઓપરેશનની સમીક્ષા કરી, આપ્યા મહત્વના નિર્દેશ

નવી દિલ્હીઃ કોરોના મહામારી વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM narendra Modi) એ બુધવારે વાયુ સેના પ્રમુખ એચ ચીફ માર્શલ આરકેએસ ભદૌરિયા સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં વાયુ સેના પ્રમુખે પ્રધાનમંત્રીને વાયુ સેના દ્વારા કોરોના કાળમાં કરવામાં આવી રહેલા પ્રયાસોની જાણકારી આપી હતી. 

વાયુ સેના પ્રમુખ સાથે થયેલી મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીએ ઓક્સિજન ટેન્કર અને જરૂરી વસ્તુઓની સુરક્ષિત અને ઝડપી સપ્લાઈ પર ભાર આપ્યો હતો. તેમણે કહ્યું કે, કોરોના સાથે જોડાયેલા ઓપરેશન દરમિયાન તે પણ ધ્યાન રાખવામાં આવે કે વાયુ સેના કર્મી પણ સુરક્ષિત રહે.

— ANI (@ANI) April 28, 2021

એર ચીફ માર્શલે પ્રધાનમંત્રીને માહિતી આપી કે ભારતીય વાયુસેનાએ ભારે ભરખમ વાયુ સેનાના બેડાની 24 કલાક તત્પરતા અને મધ્ય બેડાની પર્યાપ્ત સંખ્યાને એક હબના રૂપમાં સંચાલિત કરવાના આદેશ આપ્યા છે. તે બધા ઝડપથી દેશ અને વિદેશોથી કોવિડ ટાસ્કિંગને પૂરા કરવામાં લાગ્યા છે. બધા બેડા માટે એયરક્રૂને 24 કલાકનું સંચાલન નક્કી કરવા માટે કહેવામાં આવ્યું છે. 

એર ચીફ માર્શલ આરકેએસ ભદૌરિયાએ જણાવ્યુ કે, આઈએએફ બધા વિસ્તારને કવર કરવા માટે મોટા અને મધ્યમ આકારના હવાઈ જહાજોને તૈનાત કરી રહ્યું છે. તેમણે IAF દ્વારા એક સમર્પિત કોરોના એર સપોર્ટ સેલ વિશે વિસ્તારથી જાણકારી આપી, જેમાં કોવિડ સંબંધિત કાર્યો માટે વિવિધ મંત્રાલયો અને એજન્સીઓની સાથે સમન્યવ કરવામાં આવ્યો. 

પીએમ મોદીએ વાયુસેના કર્મીઓ અને તેમના પરિવારના સ્વાસ્થ્ય વિશે જાણકારી લીધી. એર ચીફ માર્શલ આરકેએસ ભદૌરિયાએ તેમને જાણકારી આપી કે ભારતીય વાયુસેનાની પાસે સંતૃપ્તિ રસીકરણ કવરેજ હાસિલ કરવામાં આવ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news