1 એપ્રિલે ગુજરાતમાં ઓક્સિજનનો વપરાશ 154 ટન હતો, જે આજે 1192 ટન થયો છે : ગૃહરાજ્યમંત્રી
Trending Photos
- તેમણે કહ્યું કે, કોઈ પણ વીવીઆઈપી હોય કે રાજ્યના મંત્રી હોય તમામે સરકારી સિવિલ હોસ્પિટલમાં જ સારવાર લેવાની હોય છે
- ધારાસભ્યોને તેમની ગ્રાન્ટમાંથી ૨૫ લાખ રૂપિયા મેડિકલના સાધનો ખરીદવા માટે રાજ્ય સરકારે મંજૂરી આપી છે
- ધારાસભ્યોના મત વિસ્તારમાં મેડિકલ હોસ્પિટલમાં જરૂરી સાધનોની જરૂરિયાત માટે આ ખરીદી કરી શકાશે
હિતલ પારેખ/ગાંધીનગર :મુખ્યમંત્રી વિજય રૂપાણી ના અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટની બેઠક યોજાઈ હતી. જેના બાદ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ગુજરાત કોંગ્રેસ દ્વારા સરકાર પર કરાતા આક્ષેપોને લઈને મીડિયા સંબોધનમાં કહ્યું હતું કે, કોરોનાના બીજા તબક્કામાં પણ ગુજરાતનું વહીવટીતંત્ર કામ કરી રહ્યું છે. જોકે કોંગ્રેસના પ્રમુખ દ્વારા રાજકીય આક્ષેપો કરવામાં આવ્યા છે. આવી મહામારીમાં પણ સત્તા ભૂખી કોંગ્રેસ કોઈપણ જાતના અભ્યાસ વગરના આક્ષેપ કરી રહી છે અને પ્રજાને ગેરમાર્ગે દોરી રહી છે. કોંગ્રેસ પાસેથી નિરાશાજનક અવસ્થા દેખાય છે. ગુજરાત સરકાર અને ભાજપના કાર્યકર્તા અનેક સ્વૈચ્છિક સંગઠનોના માધ્યમથી કોરોનાની મહામારીમાંથી નીકળવાના પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસ તેના નેતા કે કાર્યકર્તાઓ પ્રજાકીય કાર્યો કર્યા સિવાય માત્ર રાજકીય આક્ષેપબાજી કરે છે. કોંગ્રેસ પોતાની સંસ્કૃતિ અને સંસ્કાર અનુસાર અમારા નેતાઓ માટે જે શબ્દો વાપરે છે એ કોંગ્રેસની હલકી માનસિકતા વ્યક્ત કરે છે.
આ પણ વાંચો : હાઈકોર્ટની ટકોર બાદ સરકારી તંત્ર જાગ્યું, અમદાવાદમાં હોસ્પિટલમાં દાખલ થવા 108 ની જરૂર નહિ પડે
તેમણે ગુજરાતની કોરોના સ્થિતિ વિશે જણાવ્યું કે, હાલ ગુજરાતમાં 5 લાખ 64 હજાર જેટલા કેસો છે, જેમાં રિકવરી રેટ 75 ટકા છે. પહેલા પંજાબ અને રાજસ્થાન કોંગ્રેસ શાસિત રાજ્યોની સ્થિતિ છે તેનું મૂલ્યાંકન કરે પછી ગુજરાતની સરકાર પર આક્ષેપો કરે. રાજ્ય સરકારે 15 માર્ચે 45000 બેડ ઉપલબ્ધ હતા, એની સામે આજે ૯૨ હજાર કરતાં વધારે બેડ ઉપલબ્ધ કરાવ્યા છે. 5 લાખ રેમડીસીવર રાજ્ય સરકારે વિના મૂલ્યે આપવા પૂરા પાડ્યા છે. આજે ઓક્સિજન સાથેના આઈસીયુ બેડ 54 હજાર બેડથી વધુ ઉપલબ્ધ છે. દિન પ્રતિદિન આના કારણે આગામી દિવસોમાં રાજ્ય સરકારની વ્યવસ્થાના કારણે સંક્રમિત થયેલા લોકોને સંખ્યામાં ઘટાડો થશે. આગામી દિવસોમાં પરિસ્થિતિમાં સુધારો થશે. સાથે જ તેમણે કહ્યું કે, કોઈ પણ વીવીઆઈપી હોય કે રાજ્યના મંત્રી હોય તમામે સરકારી સિવિલ હોસ્પિટલમાં જ સારવાર લેવાની હોય છે.
આ પણ વાંચો : સુરત આયુષ હોસ્પિટલ આગકાંડના CCTV : આગથી બચવા દર્દીઓ કેવી રીતે ભાગ્યા તે દ્રશ્યો સામે આવ્યા
ધારાસભ્યોને ગ્રાન્ટમાંથી મેડિકલ સાધનો ખરીદવા સરકારની મંજૂરી
તેમણે જણાવ્યું કે, અમદાવાદના ધારાસભ્યો સાથે આજે સરકારની મીટીંગ રાખવામાં આવી છે. તેમાં 108 સંદર્ભે જો કોઈ મુશ્કેલી હશે તો તેને દૂર કરવાના સૂચનો પણ કરવામાં આવશે. સાથે જ આજની કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવાયો છે કે, ધારાસભ્યોને તેમની ગ્રાન્ટમાંથી ૨૫ લાખ રૂપિયા મેડિકલના સાધનો ખરીદવા માટે રાજ્ય સરકારે મંજૂરી આપી છે. તેમના મત વિસ્તારમાં મેડિકલ હોસ્પિટલમાં જરૂરી સાધનોની જરૂરિયાત માટે આ ખરીદી કરી શકાશે. ધારાસભ્ય 25 લાખની ગ્રાન્ટમાંથી દવા નહિ ખરીદી શકે.
ગુજરાતમાં પ્રવર્તી રહેલી ઓક્સિજનની અછત વિશે ગૃહરાજ્ય મંત્રીએ કહ્યું કે, 1 એપ્રિલ ગુજરાતમાં ઓક્સિજનનો વપરાશ 154 ટન હતો. આજે વધીને 1192 ટન સુધી પહોંચ્યો છે. રાજ્યમાં ઓક્સિજના ઉપ્દનના તમામ સોર્સ ભારત સરકારની ગાઈડલાઈન મુજબ ઉપયોગમાં લેવામાં આવી રહ્યાં છે. સમયસર દર્દીને સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકારે ઉચ્ચ અધિકારીઓને જવાબદારી સોંપીને વ્યવસ્થા અમલમાં મૂકી છે. જે સમસ્યા છે તેનો સમયસર ઉકેલ લાવીને ગુજરાતની જનતા માટે સરખી વ્યવસ્થા કરાશે. રાજ્યના મુખ્યમંત્રીએ કેબિનેટમાં જિલ્લાના પ્રભારી મંત્રી અને સૂચના આપવામાં આવી છે. કક્ષાએ જિલ્લા કક્ષાએ જઈને જિલ્લાની અંદર ચૂંટાયેલી પાંખ અને વહીવટી પાંખ સાથે સ્વૈચ્છિક સંસ્થાના આગેવાનો સાથે ચર્ચા કરીને કેવી સ્થિતિ છે તેનું સમીક્ષા કરી અને કંઈ ખૂટતું હોય તો એ પૂરતા કરે જિલ્લા કલેક્ટર ડીડીઓ એસપી સાથે સંકલન કરીને રાજ્ય સરકારના સાથે સંકલન કરવાનો આદેશ આપ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે