'ડોક્ટરોની સુરક્ષા મહત્વની નથી? મહિલા CMને પોતાના ઈગોને સંતુષ્ટ કરવાનું વધુ યોગ્ય લાગ્યું'

એમ્સના રેસિડેન્ટ ડોક્ટર એસોસિએશન (RDA)એ પશ્ચિમ બંગાળમાં ડોક્ટરોનું હડતાળનું સમર્થન કર્યું છે. આ મામલે આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં એમ્સ આરડીએના જનરલ સેક્રેટરી અરુણ પાંડેએ કહ્યું કે કોલકાતાના ડોક્ટરોને કહેવા માંગુ છું કે જ્યાં સુધી તમારી માંગણીઓ પૂરી ન થાય, અમે તમારી સાથે છીએ. આ સંદર્ભમાં એક અન્ય જનરલ સેક્રેટરી રાજીવ રંજને કહ્યું કે આજે જનતા વિચારી રહી છે કે ડોક્ટરો કેમ ઉગ્ર થઈ ગયા? હું દેશના નેતાઓ, નોકરશાહો અને કરોડો દર્દીઓને પૂછવા માંગુ છું કે શું અમારા જાન માલની કોઈ કિંમત નથી? અમે કોઈ રાજકીય પક્ષની વોટબેંક નથી. 
'ડોક્ટરોની સુરક્ષા મહત્વની નથી? મહિલા CMને પોતાના ઈગોને સંતુષ્ટ કરવાનું વધુ યોગ્ય લાગ્યું'

નવી દિલ્હી: એમ્સના રેસિડેન્ટ ડોક્ટર એસોસિએશન (RDA)એ પશ્ચિમ બંગાળમાં ડોક્ટરોનું હડતાળનું સમર્થન કર્યું છે. આ મામલે આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં એમ્સ આરડીએના જનરલ સેક્રેટરી અરુણ પાંડેએ કહ્યું કે કોલકાતાના ડોક્ટરોને કહેવા માંગુ છું કે જ્યાં સુધી તમારી માંગણીઓ પૂરી ન થાય, અમે તમારી સાથે છીએ. આ સંદર્ભમાં એક અન્ય જનરલ સેક્રેટરી રાજીવ રંજને કહ્યું કે આજે જનતા વિચારી રહી છે કે ડોક્ટરો કેમ ઉગ્ર થઈ ગયા? હું દેશના નેતાઓ, નોકરશાહો અને કરોડો દર્દીઓને પૂછવા માંગુ છું કે શું અમારા જાન માલની કોઈ કિંમત નથી? અમે કોઈ રાજકીય પક્ષની વોટબેંક નથી. 

તેમણે કહ્યું કે અમારી સમસ્યાઓ સાંભળવાની જગ્યાએ એક મહિલા મુખ્યમંત્રીએ પોતાના ઈગોને શાંત કરવાનું વધુ યોગ્ય ગણ્યું. અમારા મિત્રોને ધમકી આપી કે કામ પર પાછા ફરો નહીં તો હોસ્ટેલમાંથી બાહર ફેંકી દેવાશે. શું અમારા જાન માલની કોઈ કિંમત નથી? દેશ તેમને કેમ પૂછતો નથી?

જુઓ LIVE TV

એમ્સ RDAએ માંગણી કરતા કહ્યું કે અમને એક સેન્ટ્રલ એક્ટ જોઈએ જેમાં ડોક્ટરો પર હુમલો કરનારા માટે કડક સજાની જોગવાઈ હોય. તેમણે કહ્યું કે જે દર્દીઓ અમારા હક માટે ઊભા ન રહી શકે, તેમના માટે અમે 9થી 12 વાગ્યા સુધી ઈમરજન્સી સેવા ઉપલબ્ધ કરાવી અને આગળ પણ બધો બેકલોગ  અમે પૂરો કરીશું. તેમણે કહ્યું કે આજે બપોરે 12 વાગ્યાથી અમારી ઈમરન્સી સેવાઓ સિવાય તમામ સેવાઓ ઠપ.

આ સાથે જ કહ્યું કે બંગાળમાં મુખ્યમંત્રીએ 3 વાગે વાત કરવા બોલાવ્યાં છે અને સાંજે 6 વાગે અમે જનરલ મીટિંગ કરીને જણાવીશું કે અમે હડતાળ ચાલુ રાખીશું કે નહીં. આ અવસરે એમ્સ RDAના જનરલ સેક્રેટરી અરુણ પાંડેએ કહ્યું કે આ એક નોન પોલિટિકલ ઓર્ગેનાઈઝેશન છે. 

એમ્સ RDAના જનરલ સેક્રેટરી રાજીવ રંજને કહ્યું કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષ વર્ધને અમારી માગણીઓના સંદર્ભમાં અને જગ્યાના કાયદા મંગાવીને સ્ટડી ચાલુ કરી દીધી છે અને અમે ફોલોઅપ કરીશું. એમ્સ RDAના અધ્યક્ષ અમરિન્દર સિંહ મલ્લીએ કહ્યું કે અમે આજે ફોલોઅપ લેવા જઈશું કે તેમણે જે આશ્વાસન આપ્યું છે, તેના પર કાર્યવાહી થઈ કે નહીં. એમ્સ RDAએ આ સાથે જ કહ્યું કે અમે આંદોલન ચાલુ રાખીશું અને તમે લોકો મમતા બેનર્જીને પૂછો કે તમે શું કર્યું છે જેના કારણે ડોક્ટરો સ્ટ્રાઈક પર છે?

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news