Agnipath Scheme Protest રેલવેને ખુબ ભારે પડી રહ્યું છે વિરોધ પ્રદર્શન, છેલ્લા 6 વર્ષમાં અંદાજે 5000 કરોડના માલભાડાનું નુકસાન

નવી સેના ભરતી યોજના 'અગ્નિપથ યોજના' ની જાહેરાત થયા બાદ દેશના અનેક રાજ્યોમાં યુવાઓનું ધરણા પ્રદર્શન ચાલુ છે. અત્યાર સુધીમાં રેલવેને ખુબ નુકસાન થઈ ચૂક્યું છે. 

Agnipath Scheme Protest રેલવેને ખુબ ભારે પડી રહ્યું છે વિરોધ પ્રદર્શન, છેલ્લા 6 વર્ષમાં અંદાજે 5000 કરોડના માલભાડાનું નુકસાન

નવી સેના ભરતી યોજના 'અગ્નિપથ યોજના' ની જાહેરાત થયા બાદ દેશના અનેક રાજ્યોમાં યુવાઓનું ધરણા પ્રદર્શન ચાલુ છે. ધરણા પ્રદર્શનો કરનારાઓનો આક્રોશ મોટાભાગે જાહેર સંપત્તિઓ પર નીકળતો હોય છે. આ જાહેર સંપત્તિઓમાંથી એક એવી રેલવે સતત દેખાવકારોના ગુસ્સાનો ભોગ બનતી રહી છે. ધરણા પ્રદર્શનોના કારણે છેલ્લા 6 વર્ષમાં દેશની રેલવેને લગભગ 5000 કરોડના માલભાડાનું નુકસાન થઈ ચૂક્યું છે. 

છેલ્લા 6 વર્ષમાં 4736 કરોડનું નુકસાન
રેલવે મંત્રાલયે સદનમાં જણાવ્યું હતું કે રેલવે પ્લેટફોર્મ અને ટ્રેક પર ધરણા પ્રદર્શનની રેલવેએ  ભારે કિંમત ચૂકવવી પડે છે. છેલ્લા 6 વર્ષમાં રેલવેએ ફક્ત માલભાડાની વાત કરીએ તો 4736 કરોડ રૂપિયાનું નુકસાન વેઠવું પડ્યું છે. આ સાથે જો રેલવેની અન્ય સંપત્તિઓને થયેલા નુકસાન અને મુસાફર  ભાડાને તેમા જોડીએ તો આંકડો અનેકગણો વધી જશે. 

આ સાથે જ ડેટા બતાવે છે કે આ એક અત્યંત ખતરનાક ટ્રેન્ડ પણ બનતો જાય છે. 2015-16થી 2017-18 વચ્ચેના આ ત્રણ વર્ષમાં કુલ 1846 કરોડના માલભાડાનું નુકસાન થયું હતું. જ્યારે 2018-19થી 2020-21ના ત્રણ વર્ષમાં તે દોઢગણું વધીને 2890 કરોડ સુધી પહોંચી ગયું. 

અત્યાર સુધીમાં 500 કરોડથી વધુનું નુકસાન
સૂત્રોના જણાવ્યાં મુજબ અગ્નિપથના વિરોધમાં ચાલી રહેલા પ્રદર્શનના કારણે અત્યાર સુધીમાં 500 કરોડથી વધુનું નુકસાન તો ફક્ત રેલવેને થયું છે. આગચંપીના કારણે દેશભરમાં લગભગ 100 કોચનું નુકસાન થયું છે. એક કોચની અંદાજિત કિંમત લગભગ 2 કરોડ હોય છે. એટલે કે લગભગ 200 કરોડના રેલવે કોચ સ્વાહા થઈ ચૂક્યા છે. આ ઉપરાંત રેલવેના 7 એન્જિન પણ ભસ્મીભૂત થઈ ગયા છે. પ્રત્યેક એન્જિનની કિંમત લગભગ 15 કરોડ હોય છે. અત્યાર સુધીમાં કુલ મળીને 105 કરોડ રૂપિયાના એન્જિન ભસ્મીભૂત થયા છે.  આ ઉપરાંત રેલવે ટ્રેક અને રેલવે સ્ટેશનને લગભગ 200 કરોડનું નુકસાન થયાનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. જો કે આ નુકસાનમાં હાલ રેલવેના ટ્રેન રદ્દ કરવાના કારણે થનારા મુસાફર ભાડા અને માલભાડાના નુકસાનનો અંદાજિત ખર્ચ હજુ સામેલ કરવામાં આવ્યો નથી. 

અત્યાર સુધીમાં 500થી વધુ ટ્રેન રદ્દ
શનિવારે રેલવેએ 369 ટ્રેનો રદ્દ કરવાનો નિર્ણય લીધો. જેના કારણે મુસાફરોને ખાસ્સી પરેશાની ભોગવવાનો વારો આવ્યો. આ અગાઉ શુક્રવારે પણ 200થી વધુ ટ્રેનો રદ્દ કરવી પડી હતી. 'અગ્નિપથ' વિરુદ્ધ આંદોલન કર્ણાટક અને કેરળ સહિત દક્ષિણ ભારતીય રાજ્યોમાં પણ ફેલાયું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news