સિદ્ધુ મૂસેવાલા હત્યાકાંડમાં મોટી સફળતા, ગોળી ચલાવનાર બે શૂટર સહિત ત્રણની ધરપકડ

Siddhu Moose wala Murder Case: સિદ્ધુ મૂસેવાલા હત્યા કેસમાં દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં મૂસેવાલા પર ફાયરિંગ કરનાર બે શૂટર સામેલ છે. 

સિદ્ધુ મૂસેવાલા હત્યાકાંડમાં મોટી સફળતા, ગોળી ચલાવનાર બે શૂટર સહિત ત્રણની ધરપકડ

નવી દિલ્હીઃ Siddhu Moose wala Murder Case: પંજાબી યુવા સિંગર સિદ્ધુ મૂસેવાલા હત્યાકાંડમાં દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલે 3 આરોપીઓની ધરપકડ કરી છે. સિંગરના હત્યાકાંડમાં સામેલ બે શૂટર અને ટ્રાન્સપોર્ટ ઉપલબ્ધ કરાવનાર 1 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. 

આ ત્રણની કરવામાં આવી ધરપકડ
કહેવામાં આવી રહ્યું છે કે મુખ્ય શૂટર પ્રિયવ્રત ફૌજી અને બીજો શૂટર કશિશની ધરપકડ કરવામાં આવી છે. આ સિવાય બોલેરો ગાડી ઉપલબ્ધ કરાવનાર વ્યક્તિ કેશવની પણ ધરપકડ કરવામાં આવી છે. 

જપ્ત થયો આ સામાન
દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે કહ્યું કે સિદ્ધુ મૂસેવાલા હત્યાકાંડમાં સામેલ બે મુખ્ય શૂટરો સહિત તેના મોડ્યૂલ હેડની પણ ધરપકડ કરવામાં આવી છે. તેની પાસેથી મોટી માત્રામાં હથિયાર અને વિસ્ફોટક સામાન જપ્ત થયો છે. 

— ANI (@ANI) June 20, 2022

પંજાબ પોલીસની કસ્ટડીમાં મુખ્ય આરોપી
તમને જણાવી દઈએ કે આ હત્યાકાંડનો મુખ્ય આરોપી ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ હાલ પંજાબ પોલીસની કસ્ટડીમાં છે. પંજાબ પોલીસે દિલ્હીથી તેને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર લીધો છે. તેને 14 જૂને પંજાબ લાવવામાં આવ્યો હતો. પોલીસ તેની પૂછપરછ કરી રહી છે. 

29 મેએ થઈ હતી સિંગરની હત્યા
નોંધનીય છે કે પંજાબના જાણીતા યુવા સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યા 29 મેએ પંજાબના માનસા જિલ્લામાં થઈ હતી. અજાણ્યા લોકોએ તેની ગાડી પર ગોળીઓનો વરસાદ કરી સિંગરને મોતને ઘાટ ઉતારી દીધો હતો. બાદમાં સોશિયલ મીડિયા પર આ હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news