નરેશ પટેલ રાજકારણમાં નહી આવે પણ રાજનીતિના ચાણક્ય બનશે? શરૂ કરશે પોલિટિકલ એકેડમી

નરેશ પટેલે પત્રકાર પરિષદ કરીને અગાઉ પોતે રાજકારણમાં નહી પ્રવેશે તેવી જાહેરાત કર્યા બાદ આજે નવી જાહેરાત કરતા કહ્યું કે, મારા રાજકારણ પ્રવેશનો વિષય અહી પૂરો થાય છે. પરંતુ સારા લોકો રાજકારણમાં આવે તે માટે અમે પ્રયાસ કરતા રહીશું. ખોડલધામ પોલિટિકલ એકેડમી શરૂ કરાશે. રાજકારણમાં નહીં જોડાય, ખોડલધામના પ્રોજેક્ટને આગળ વધારશે. આ સાથે નરેશ પટેલે એ પણ જાહેરાત કરી હતી કે આજથી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન ખાતે તમામ સમાજના યુવાનોને રાજકારણ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ આપવમાં આવશે.
નરેશ પટેલ રાજકારણમાં નહી આવે પણ રાજનીતિના ચાણક્ય બનશે? શરૂ કરશે પોલિટિકલ એકેડમી

રાજકોટ : નરેશ પટેલે પત્રકાર પરિષદ કરીને અગાઉ પોતે રાજકારણમાં નહી પ્રવેશે તેવી જાહેરાત કર્યા બાદ આજે નવી જાહેરાત કરતા કહ્યું કે, મારા રાજકારણ પ્રવેશનો વિષય અહી પૂરો થાય છે. પરંતુ સારા લોકો રાજકારણમાં આવે તે માટે અમે પ્રયાસ કરતા રહીશું. ખોડલધામ પોલિટિકલ એકેડમી શરૂ કરાશે. રાજકારણમાં નહીં જોડાય, ખોડલધામના પ્રોજેક્ટને આગળ વધારશે. આ સાથે નરેશ પટેલે એ પણ જાહેરાત કરી હતી કે આજથી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન ખાતે તમામ સમાજના યુવાનોને રાજકારણ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ આપવમાં આવશે.

2022 માં નરેશ પટેલનો રોલ મહત્વનો રહેશે
દરેક ચૂંટણીમાં તમારો રોલ હોય છે. તો 2022 ની ચૂંટણીમાં તમારો રોલ શું હશે તે વિશે તેમણે કહ્યુ કે, 2022 માં દરેક પક્ષમાં પાટીદાર હોય, અને સારા પાટીદાર હોય, તથા અન્ય સમજાના લોકો મારી પાસે મદદ માંગવા આવશે તો તેમની મદદ કરશે. સારા લોકોને રાજકારણમાં મૂકવાનો પ્રયાસ કરીશું. 

અત્રે ઉલ્લેખનીય છે કે, નરેશ પટેલ સહિત સમગ્ર પાટીદાર સમાજ હવે પાટીદાર યુવાનો તમામ ક્ષેત્રમાં આગળ આવે તે માટેના પ્રયાસો હાથ ધરી રહ્યા છે. ગુજરાતમાં પાટીદાર સમાજ દ્વારા વિદ્યાર્થીઓ શૈક્ષણીક રીતે ઉન્નત થાય તે માટે તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ યુવાનો કારકિર્દી ક્ષેત્રે આગળ વધે તેવા પણ અનેક પ્રયાસો ચાલી રહ્યા છે. તેવામાં હવે રાજકારણમાં પણ પાટીદારોને મજબુત કરવા માટે રાજકીય શાળાની જાહેરાત નરેશ પટેલ દ્વારા કરવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news