રામલલાને 27 વર્ષ બાદ મળશે તાડપત્રીમાંથી મુક્તિ, ફાઇબર પ્રૂફ મંદિરમાં બીરાજમાન થશે

ડિસેમ્બર 1992થી જ ટેન્ટની અંદર વિરાજમાન રામલલા 27 વર્ષ બાદ ફાઇબરના બુલેટપ્રુફ મંદિરમાં શિફ્ટ થશે. શ્રીરામ જન્મભુમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાયે જણાવ્યું કે, રામલલાને ચૈત્ર નવરાત્રીનાં એક દિવસ પહેલા એટલે કે 24 માર્ચે ટેંટમાંથી ફાયબરનાં મંદિરમાં શિફ્ટ કરવામાં આવશે. આ મંદિરને ખાસ રીતે કોલકાતામાં તૈયાર કરાવવામાં આવ્યા છે. મંદિરને બુલેટપ્રૂફ કાચતી પ્રોટેક્ટ કરવામાં આવ્યા છે.

રામલલાને 27 વર્ષ બાદ મળશે તાડપત્રીમાંથી મુક્તિ, ફાઇબર પ્રૂફ મંદિરમાં બીરાજમાન થશે

અયોધ્યા : ડિસેમ્બર 1992થી જ ટેન્ટની અંદર વિરાજમાન રામલલા 27 વર્ષ બાદ ફાઇબરના બુલેટપ્રુફ મંદિરમાં શિફ્ટ થશે. શ્રીરામ જન્મભુમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાયે જણાવ્યું કે, રામલલાને ચૈત્ર નવરાત્રીનાં એક દિવસ પહેલા એટલે કે 24 માર્ચે ટેંટમાંથી ફાયબરનાં મંદિરમાં શિફ્ટ કરવામાં આવશે. આ મંદિરને ખાસ રીતે કોલકાતામાં તૈયાર કરાવવામાં આવ્યા છે. મંદિરને બુલેટપ્રૂફ કાચતી પ્રોટેક્ટ કરવામાં આવ્યા છે.
ભારતમાં હારશે કોરોના! PM મોદીએ સમીક્ષા બેઠકમાં કહ્યું દરેક સ્થિતી માટે રહો તૈયાર
વર્ષ 1992થી જ ટેંટમાં વિરાજમાન છે
રામજન્મભૂમિ પર મંદિર નિર્માણ પુર્ણ થતા સુધીમાં રામલલા ફાઇબરનાં મંદિરમાં જ રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બર 1992માંથી જ રામલલા ટેંટમાં વિરાજમાન છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાયે શનિવારે જણાવ્યું કે, ટ્રસ્ટની બીજી બેઠક રામનવમી બાદ 4 એપ્રીલે અયોધ્યામાં યોજાશે. બેઠકની તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે. આ બેઠકમાં રામ મંદિર ટ્રસ્ટનાં તમામ સભ્યોની સાથે અયોધ્યાનાં જિલ્લાધિકારી અનુજ કુમાર ઝા પણ હાજર રહેશે.

CBI v/s CBI : મોદીના માનીતા રાકેશ અસ્થાનાને લાંચ કેસમાં મળી ક્લીનચીટ
અયોધ્યામાં ખુલશે રામ મંદિર ટ્રસ્ટની ઓફીસ
અત્રે ઉલ્લેખનીય છે કે, રામ મંદિર ટ્રસ્ટની અયોધ્યામાં આ પહેલી બેઠક યોજાશે. આ અગાઉ ટ્રસ્ટની એક બેઠક દિલ્હીમાં યોજાઇ ચુકી છે. આ અગાઉ અયોધ્યા રામ જન્મભૂમિ તિર્થ ક્ષેત્ર ટ્રસ્ટનાં મહામંત્રી ચંપત રાય, ટ્રસ્ટી ડૉ. અનિલ મિશ્ર, અયોધ્યાનાં જિલ્લાધિકારી અનુજ ઝા શનિવારે સવારે રામ જન્મભૂમિ સ્થળ પર પહોંચ્યા અને કાર્યાલય માટે રામ કચેરી મંદિરનું નિરીક્ષણ કર્યું. શ્રીરામ જન્મભુમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટનું અયોધ્યામાં પણ એક કાર્યાલય ખોલવા માટે ભવનની પસંદગી કરી લેવામાં આવી છે. રામજન્મભૂમિ પ્રવેશ દ્વાર નજીક આવેલ રામ કચેરી મંદિરમાં જ ટ્રસ્ટનું કાર્યાલય હશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news