અધીર રંજનની મોદી-શાહ પર વિવાદાસ્પદ ટિપ્પણી, ગણાવ્યા ગેરમાર્ગે દોરવાના માસ્ટર
વરિષ્ઠ કોંગ્રેસી નેતા અધીર રંજન ચૌધરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.
Trending Photos
નવી દિલ્હીઃ નેશનલ રજીસ્ટર ઓફ સિટિજન્સ (NRC) પર પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહના નિવેદનોમાં વિરોધાભાસનો ઉલ્લેખ કરતા કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, તે ગેરમાર્ગે દોરવાના માસ્ટર છે. ચૌધરીએ પીએમ મોદી અને શાહને રામૂ અને શ્યામૂ સંબોધિત કરતા કહ્યું કે, તે શું કરે છે અને શું નહીં, તેના પર આપણે ધ્યાન આપવું પડશે. ઉલ્લેખનીય છે કે આ પહેલા એનઆરસીના મુદ્દા પર ચૌધરીએ પીએમ અને ગૃહપ્રધાનને ઘુષણખોર ગણાવ્યા હતા, જેને લઈને તેઓ વિવાદમાં આવ્યા અને સંસદમાં ખુબ હંગામો થયો હતો.
અધીર રંજન ચૌધરીએ બુધવારે કહ્યું, 'મોદીજી તે રીતે વાત કરે છે જેમ તેમણે ક્યારેય એનઆરસી વિશે સાંભળ્યું નથી, પરંતુ તેમના ગૃહપ્રધાને સંસદમાં કહ્યું કે, NRC દેશભરમાં લાગૂ થશે.' આ રામૂ અને શ્યામૂ શું કહે થે, તેના પર ધ્યાન આપવું પડશે, કારણ કે આ ગેરમાર્ગે દોરવાના માસ્ટર છે. મત્વનું છે કે પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે NRC પર સરકારમાં કોઈ ચર્ચા નથી, પરંતુ ગૃહપ્રધાનના ઘણા વીડિઓ સામે આવ્યા ચે, જેમાં તે દેશભરમાં એનઆરસી લાગૂ કરવાની વાત કહેતા જોવા મળી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે 'રામ ઔર શ્યામ" 1967મા આવેલી હિન્દી ફિલ્મના ચર્ચિત પાત્રો છે. રામ શ્યામ ફિલ્મમાં દિલીપ કુમારે ખોવાઇ ગયેલા જુડવા ભાઈઓની ભૂમિકા ભજવી છે, જે સ્વભાવથી એકબીજાથી વિપરીત છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે