PIએ કહ્યું પ્રસાદીનાં બોક્ષ નીચે 18 લાખ રૂપિયા છુપાડજો અને જડપાઇ ગયા!
Trending Photos
મૌલિક ધામેચા/અમદાવાદ: ACB ના ઈતિહાસમાં પહેલી વાર ACBએ ACB નાં જ પીઆઈને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો છે. જુનાગઢના ACBના પીઆઈ ડીડી ચાવડા સનાથલ પાસે 18 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા. ACBએ આરોપી પીઆઈની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરુ કરી છે. ACB ની ગિરફતમાં આવેલ આ અધિકારી પોતે એક ACBના અધિકારી છે. પરંતુ લોકોને પકડતા હવે પોતે જ ઝડપાઈ ગયા અને એ પણ 18 લાખની લાંચ સાથે, નિવૃત થયેલા ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડના સભ્ય સચિવ સહ સંયુક્ત,પશુ પાલન નિયામક અધિકારી એસીબી સમક્ષ લાંચની માંગણીને લઈ ફરિયાદ કરવા ગયા.
જ્યારે ACBના અધિકારીઓને ખ્યાલ આવ્યો કે આરોપી પોતે ACBના અધિકારી છે તો એક સ્પેશિયલ ટીમ બનાવી ટ્રેપનુ પ્લાન બનાવવામાં આવ્યુ. આરોપી ડીડી ચાવડા ACBના એક કેસના કામથી અમદાવાદ આવ્યા હતા અને અહીંયા રોકાઈ ગયા હતા. પરંતુ મંગળવારે ફરી પીઆઈ ફરિયાદીને 18 લાખ લઈ સનાથલ પાસે બોલાવેલ અને એવું પણ જણાવેલું કે પ્રસાદીની નીચે અલગથી ખોખુ લેતા આવજો. આમ તો આરોપીએ 20 લાખની માંગણી કરી હતી પરંતુ છેલ્લે 18 લાખમાં વાત ફાઈનલ થઈ હતી.
મળતી માહિતી અનુસાર વર્ષ 2015-16માં જુનાગઢ જીલ્લામાં આવેલ માળીયા હાટી તાલુકાના પાતળા ગામની ગૌચર સુધારણાની કામગિરી હાથ ધરાવામાં આવી હતી. જેમાં કુલ 20 હેકટર જમીન પૈકી 18.86 હેકટર જમીનની ગૌચર સુધારણાની કામગિરી પુરી થઈ હતી. આ કામગિરીમાં સત્તાનો દુરપયોગ થઈ હોવાની ફરિયાદ સામે આવી હતી. એસીબી જુનાગઢમાં આ મામલે 2018માં ફરિયાદ થતા પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ આરોપીઓમાં ફરીદા લીંગારી-સરપંચ, જુસબ લીંગારી-પુર્વ સરપંચ, હેમરાજ પટણી-ત.ક.મંત્રી, ભીજશી લુણી, જીવા કરમટા અને પીઠા ચાવડા સામે ગુનો દાખલ થઈ તેમની ધરપકડ કરવામાં આવી હતી.
આ મામલે આરોપી પીઆઈએ ACB ના ફરિયાદીને ફોન કરી જણાવેલ કે આ કેસમાં તમારી પાસેથી માહિતી લેવી છે. જો તમે મને રુપિયા આપશો તો તમને સાક્ષી બનાવી દઈશ, કારણ કે આ સિવાય પોરબંદરમાં પણ આવા કેસ દાખલ થયેલા છે. જેમાં તમને ફાયદો થશે. ACBના ફરિયાદી જેતે સમય વિભાગના અધિકારી હતા. જેથી તેમની સામે કાર્યવાહી ના થાય તે માટે આરોપી પીઆઈ રુપિયા માંગી રહ્યા હતા. નોંધનીય છે કે પીઆઈ ડીડી ચાવડા પાસે આ સિવાય અન્ય 3 અરજીઓની તપાસ પણ હતી.નોંધનીય છે કે ACB એ હાલ પીઆઈના મિલકત સંબંધી દસ્તોવેજો અને સોનાની ખરીદીના બીલો કબ્જે કર્યા છે. ત્યારે બેંકની માહિતી સિવાય અન્ય માહિતી માટે કાર્યવાહી શરુ કરી છે. ત્યારે વધુ તપાસ દરમ્યાન અન્ય ખુલાસા બહાર આવી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે