70 અધિકારીઓને પછાડીને CBI ચીફ બન્યા આરકે શુક્લા, આવો છે તેમનો ભુતકાળ

ઋષી કુમાર શુક્લા મધ્યપ્રદેશ કેડરનાં પહેલા એવા આઇપીએસ અધિકારી છે જેને કેન્દ્રીય તપાસ એજન્સી (CBI)ના ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે

70 અધિકારીઓને પછાડીને CBI ચીફ બન્યા આરકે શુક્લા, આવો છે તેમનો ભુતકાળ

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે શનિવારે ઋષી કુમાર શુક્લાને બે વર્ષના નિશ્ચિત કાર્યકાળ માટે કેન્દ્રીય તપાસ પંચ (સીબીઆઇ)નાં નવા ડાયરેક્ટર નિયુક્ત કરી દીધા છે. ઋષી કુમાર મધ્યપ્રદેશ કેડરનાં 1983 કેડરનાં આઇપીએસ અધિકારી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શુક્લાનાં ડીજીપી રહેવા દરમિયાન ભોપાલની સેન્ટ્રલ જેલથી ભાગેલા 8 સિમી આતંકવાદીઓનું એન્કાઉન્ટર થયું હતું. 

ઋષી કુમાર મધ્યપ્રદેશનાં પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) રહી ચુક્યા છે. 1983 બેચના મધ્ય પ્રદેશ કેડરનાં આઇપીએસ અધિકારી હાલ મધ્યપ્રદેશનાં પોલીસ આવાસ નિગમ (એમપી પોલીસ હાઉસિંગ બોર્ડ)ના અધ્યક્ષ છે. તેઓ આલોક વર્માનું સ્થાન લેશે, જેને 10 જાન્યુઆરીએ આ પદથી હટાવી દેવાયા હતા. વડાપ્રધાન મોદીની અધ્યક્ષતાવાળી હાઇલેવલ સિલેક્શન કમિટીનાં 70 ઉમેદવારોમાંથી તેમની નિયુક્તિ તપાસ એજન્સીના ટોપના પદ માટેની છે. ગત્ત 9 દિવસોમાં બે વખત થયેલી બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો. 

મધ્યપ્રદેશનાં ગ્વાલિયરનાં રહેવાસી શુક્લાની ખાસ વાત છે કે તેઓ ગૃહરાજ્ય એટલે કે અવિભાજીત મધ્યપ્રદેશની જ કેડર મળી છે. તેમનાં કેરિયરની શરૂઆતની પોસ્ટિંગ સીએસપી રાયબુર (હવે છત્તીસગઢ)માં થઇ હતી. તેમણે જિલ્લામાં પોતાની સેવાઓ આપી. તેઓ 2009થી 2012 વચ્ચે એડીજી ઇન્ટેલિજન્સ પણ રહ્યા હતા. 

ફિલ્ડનો અનુભવ દબાણમાં નથી આવતા
આઇપીએસ શુક્લાને ફિલ્ડનો ઘણો અનુભવ છે. તેમણે પોલીસ વિભાગમાં નવસંચાર કરવા માટે ઓળખવામાં આવે છે. સાથે જ અધિકારી રાજનીતિક દબાણમાં કામ નથી કરતા અને પોતાની ટીમને સારા કામ માટે પ્રેરિત કરે છે. તેનું ઉદાહરણ ત્યારે જોવા મળ્યું જ્યારે રાજ્યનાં ચર્ચિત અધિકારી ગૌરવ તિવારીને કટની એસપી પદથી હટાવીને પોલીસ મુખ્ય મથકે મોકલવાનું રાજનીતિક દબાણ પડ્યું, પરંતુ શુક્લાએ તિવારીને છિંદવાડામાં મૈદાની પોસ્ટિંગ અપાવી દીધું હતું. 

હાઉસિંગ બોર્ડમાં છોડી પોતાની છાપ
શુક્લા પહેલીવાર એમપી પોલીસ હાઉસિંગ બોર્ડ કોર્પોરેશનનાં ડીજી બનાવવામાં આવ્યા તો તેમણે આવાસ પર અધિકારીઓનાં કાયાકલ્પ સહિત તે વધારે યોગ્ય બને તે માટે ઘણુ કામ કર્યું. જે પોલીસ વિભાગમાં આજે પણ ઉલ્લેખનીય છે. 

સર્વોચ્ચ ટીમ લીડર
આ ઉપરાંત ઋષી કુમાર શુકલા સારા ટીમ લીડર તરીકે ઓળખાય છે. તેમણે પોલીસ ઇન્વેસ્ટિગેશનમાં નવી ટેક્નોલોજીનો પ્રયોગ, ક્રાઇમનો ઝડપી ઉકેલ લાવવા અને જવાનોને તણાવ મુક્ત બનાવવા માટે પોલીસ અધિકારીઓને સ્પેશ્યલ ટ્રેનિંગ પણ અપાવવાનું કામ કર્યું. 

MP કેડરનાં પહેલા CBI ચીફ
ઋષી કુમાર શુક્લા મધ્યપ્રદેશ કેડરનાં પહેલા એવા આઇપીએસ અધિકારી છે જેમને કેન્દ્રીય તપાસ એજન્સી (સીબીઆઇ)ના ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે. આ અગાઉ 1981 બેચના આઇપીએસ અધિકારી અનિલ ધસ્માનીને રૉ (RAW)ના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news