Raghav Chadha on shaadi: પરિણીતી ચોપરા સાથે 'લગ્ન'ના સવાલ પર AAP નેતા રાઘવ ચઢ્ઢાનું રિએક્શન

AAP MP Raghav Chadha Reaction: તાજેતરમાં AAP નેતા રાઘવ ચઢ્ઢા એક્ટ્રેસ પરિણીતી ચોપરા સાથે બુધવારે રાત્રે મુંબઈની એક પોશ રેસ્ટોરન્ટમાં ડિનર માટે જોવા મળ્યા હતા. 
 

Raghav Chadha on shaadi: પરિણીતી ચોપરા સાથે 'લગ્ન'ના સવાલ પર AAP નેતા રાઘવ ચઢ્ઢાનું રિએક્શન

AAP MP Raghav Chadha Reaction: અભિનેત્રી પરિણીતી ચોપરા આ દિવસોમાં પોતાની અંગત જિંદગીને લઈને ચર્ચામાં છે. હાલમાં જ તે આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અને સાંસદ રાઘવ ચઢ્ઢા સાથે જોવા મળી હતી, હવે એક્ટ્રેસ વિષે જયારે સવાલ પૂછવામાં આવ્યો તો સાંસદની પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. 

તાજેતરમાં, એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જ્યારે સાંસદ દિલ્હી પરત ફર્યા ત્યારે તેમને એક્ટ્રેસ પરિણીતી ચોપરા સાથે તેમના ડિનર અને લંચના પ્લાન વિશે સવાલ પૂછવામાં આવ્યો હતો.

વાસ્તવમાં, સંસદમાંથી બહાર નીકળતાની સાથે જ પત્રકારે સાંસદ રાઘવ ચઢ્ઢાને પૂછ્યું, "તમે મુંબઈમાં સાથે જોવા મળ્યા હતા, શું લગ્નની અફવાઓ સાચી છે?" આ અંગે રાજકારણીઓ ફની રિએક્શન આપ્યું હતું કે "રાજકારણના સવાલ પૂછો, પરિણીતાના નહીં." રાઘવે વધુ કોઈ નિવેદન આપ્યું નથી કે તે પરિણીતિને ડેટ કરી રહ્યો છે કે નહીં. તેમણે પત્રકારને કહ્યું હતું કે તે જણાવી દેશે કે તે ક્યારે અને કેવી રીતે લગ્ન કરી રહ્યા છે.

— मोहित भारद्वाज (आंजनिक्य) ) (@Mohit_Sharma_11) March 25, 2023

તમને જણાવી દઈએ કે, તાજેતરમાં જ રાજનેતા રાઘવ ચઢ્ઢા અભિનેત્રી પરિણીતી ચોપરા સાથે બુધવારે રાત્રે મુંબઈની એક પોશ રેસ્ટોરન્ટમાં ડિનર માટે જોવા મળ્યા હતા. આ સાથે જ તેણે પાપારાઝીની સામે પોઝ પણ આપ્યા હતા. આ દરમિયાન બંને વ્હાઈટ લુકમાં જોવા મળ્યા હતા, જેને જોઈને ફેન્સ તેમના રિલેશનશિપના સમાચારો વિશે અટકળો લગાવવા લાગ્યા છે. 

વર્કફ્રન્ટની વાત કરીએ તો અભિનેત્રી પરિણીતી ચોપરા હાલમાં જ ફિલ્મ ઉચાઇયામાં જોવા મળી હતી. જ્યારે તાજેતરમાં તેણે દિલજીત દોસાંઝ સાથે ઈમ્તિયાઝ અલીની ચમકીલાનું શૂટિંગ પૂર્ણ કર્યું હતું. રાજનેતા રાઘવ ચઢ્ઢા વિશે વાત કરીએ તો, તેઓ નવી દિલ્હીમાં રહેતા આમ આદમી પાર્ટીના સૌથી યુવા સદસ્ય છે.

No description available.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news