Purple Day For Epilepsy: શા માટે 26મી માર્ચે ઉજવવામાં આવે છે પર્પલ ડે?
Purple Day For Epilepsy: શું તમારી આસપાસ કે પરિવારમાં એવી કોઈ વ્યક્તિ છે કે જેને અચાનક જ એપિલેપ્સી-વાઈ-ખેંચ આવે છે, તો ગભરાવાને બદલે આ રોગ વિશે માહિતી મેળવો અને જાગૃતિ ફેલાવીને લોકોની મદદ કરો..
Trending Photos
Why Purple Day Celebrated On 26th March: એપીલેપ્સીની સમસ્યા આજકાલ સામાન્ય બની ગઈ છે, તે એક ક્રોનિક બિનચેપી રોગ છે, જે તમામ ઉંમરના લોકોના મગજને અસર કરી શકે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અનુસાર, વિશ્વભરમાં લગભગ 50 મિલિયન લોકો આ રોગથી પીડિત છે. વાઈના લગભગ 80 ટકા દર્દીઓ લો ઈનકમ અને મીડલ ઈનકમ ધરાવતા દેશોમાં મોજુદ છે. આ જ કારણ છે કે તેના વિશે જાગૃતિ ખૂબ જ જરૂરી છે.
'પર્પલ ડે' શા માટે ઉજવવામાં આવે છે?
એપિલેપ્સી વિશે જાગૃતિ લાવવા દર વર્ષે 26 માર્ચે પર્પલ ડે ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો વાઈ વિશે જાગૃતિ ફેલાવવા માટે જાંબલી રંગના કપડાં પહેરે છે. આ રંગ લવંડરથી પ્રેરિત છે જે એકલતાને રીપ્રેઝેન્ટ કરે છે. તેની શરૂઆત વર્ષ 2008 માં કેસિડી મેગન દ્વારા કરવામાં આવી હતી, એક 9 વર્ષની છોકરી જે પોતે આ રોગનો સામનો કરી રહી હતી.
આ પણ વાંચો:
સોનું ખરીદવાનું વિચારતા હોવ તો સાવધાન....ગ્રાહકો સાથે આ રીતે થઈ રહી છે છેતરપિંડી!
એલર્ટ! ગુજરાતમાં 'ઘાતક કોરોના'નું વિકરાળ સ્વરૂપ, 21 જિલ્લામાં વકર્યો, બેના મોત
બોયફ્રેન્ડની હત્યા કરનારીએ કહ્યું હવે નથી રહેવાતું, જેલમાં 1 રાત માટે નવો પ્રેમી આપો
જાગરુકતા છે જરુરી
એપીલેપ્સી એ ન્યુરોલોજીકલ સ્થિતિ છે જે મગજને નુકસાન પહોંચાડે છે અને દૌરાનું કારણ બને છે. આ વિશ્વભરમાં સૌથી સામાન્ય ન્યુરોલોજીકલ ડિસઓર્ડર છે, જે કોઈપણ વય અથવા લિંગના લોકોને અસર કરી શકે છે. એક મીથ છે કે વાઈ એ માનસિક અથવા સાઈકાઈટ્રીક ડીસઓર્ડર છે. આ જ કારણ છે કે દર્દીના પરિવારજનો સમસ્યાની સારવાર કરવાને બદલે તેને છુપાવવાનો પ્રયાસ કરે છે. વળી, એપિલેપ્સી વિશેની ખોટી માન્યતા દર્દીઓ માટે જોખમી સાબિત થઈ શકે છે.
એપીલેપ્સીની સારવાર કેવી રીતે કરવામાં આવે છે?
વાઈનો કોઈ ઝડપી ઈલાજ ન હોવા છતાં, તેને દવા, મેડીકેશન, સર્જરી અને ઓલ્ટરનેટીવ ટ્રીટમેન્ટ દ્વારા નિયંત્રિત કરી શકાય છે. ભારતમાં એવી ઘણી સંસ્થાઓ છે જે વાઈ માટે જાગૃતિ ફેલાવી રહી છે અને કામ કરી રહી છે. 'ભારતીય એપિલેપ્સી એસોસિએશન' એક રાષ્ટ્રીય સંસ્થા છે જે એપિલેપ્સીવાળા લોકોને મદદ કરે છે. આ ઉપરાંત, ભારત સરકારે 1983માં નેશનલ એપિલેપ્સી કંટ્રોલ પ્રોગ્રામ શરૂ કર્યો હતો, જે જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે એન્ટિપીલેપ્ટિક દવાઓ પૂરી પાડે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24KALAK તેની પુષ્ટિ કરતું નથી.)
આ પણ વાંચો:
રાશિફળ 26 માર્ચ: મેષ સહિત આ રાશિના જાતકોને ગ્રહ ગોચર કરાવશે લખલૂટ લાભ
આ પેટ્રોલ કાર CNG કાર જેટલી આપે છે માઈલેજ , 1 લીટરમાં 27KM ચાલશે, કિંમત 5.35 લાખ
WATCH VIDEO: શરત લગાવો કે તમે તમારા જીવનમાં આવો કેચ ક્યારેય જોયો નહીં હોય
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે