AAPના એકમાત્ર સાંસદ ભગવંત માને કહ્યું, જો મોદી લહેર તો હું સુનામી છું

આમ આદમી પાર્ટીના એકમાત્ર સાંસદ ભગવંત માને શુક્રવારે કહ્યું કે, મોદી લહેર તેમનું કંઇ પણ બગાડી શકી નથી કારણ કે તેમને લોકોનો વિશ્વાસ પ્રાપ્ત છે

AAPના એકમાત્ર સાંસદ ભગવંત માને કહ્યું, જો મોદી લહેર તો હું સુનામી છું

નવી દિલ્હી : આમ આદમી પાર્ટીના એકમાત્ર સાંસદ ભગવંત માને શુક્રવારે કહ્યું કે, મોદી લહેર તેમનું કંઇ જ બગાડી શકી નથી કારણ કે તેમને લોકોનો ભરોસો મળ્યો છે. માને ભારપુર્વક જણાવ્યું કે, પંજાબનાં લોકોએ 2022ની વિધાનસભા ચૂટણી અગાઉ કોંગ્રેસને અંતિમ તક આપી છે. 2014ની ચૂંટણીમાં પંજાબમાં ચાર સીટો જીતનારી આમ આદમી પાર્ટીનું આ વખતે પ્રદર્શન ખુબ જ ખરાબ રહ્યું. માત્ર ભગવંત માન પોતાની સીટ બચાવી શક્યા છે. કોમેડિયનથી રાજનેતા બનેલા માને કોંગ્રેસનાં કેવલ સિંહ ઢિલ્લોને 1.10 લાખ મતથી હરાવ્યા હતા. 

પંજાબમાં આમ આદમી પાર્ટીના આગળનાં ભવિષ્યનો સવાલ પુછવામાં આવતા તેમણે કહ્યું કે, સંઘર્ષ ચાલુ રહેશે અને મારી પાર્ટી આગામી વિધાનસભા ચૂંટણીમાં સત્તામાં આવશે. રાજ્યનાં લોકોએ કોંગ્રેસને અંતિમ તક આપી છે. જો કોંગ્રેસ હજી પણ પોતાનું પ્રદર્શનમાં સુધારો નહી કરે તો કદાચ ભાજપ કહે છે તે કોંગ્રેસ મુક્ત ભારત થવાની શક્યતાઓ વધારે પ્રબળ થઇ જશે.

પોતાના પરાજય બાદ ગિન્નાયેલા દિગ્ગીએ કહ્યું, ગાંધીના હત્યારાઓની વિચારધારા જીતી
માને કહ્યું કે, જે સીટ મળી છે તે લોકોનાં મુડને દર્શાવે છે. અમે 2014માં દિલ્હીમાં તમામ સીટો હાર્યા હતા પરંતુ 2015માં પ્રચંડ બહુમતી સાથે દિલ્હીમાં આવ્યા. અમે આ વખતે દિલ્હીમાં ફરી એકવાર સીટ નથી મળી પરંતુ અમે 2020માં અમે દિલ્હીમાં સરકાર બનાવીશું. માને કહ્યું કે, હવે સ્પષ્ટ થઇ ચુક્યું છે કે જે લોકો કામ કરશે જનતા તેમને આશિર્વાદ આપશે. મોદી લહેર મારુ કંઇ જ બગાડી શકી નથી કારણ કે મારુ જીવન મારી સીટના લોકો માટે સમર્પિત છે અને તેમનો વિશ્વાસ મને પ્રાપ્ત છે. અકાલી દળ, કોંગ્રેસ અને વડાપ્રધાન મોદી પણ મને હરાવવા માંગતા હતા, મે મારી જમીન બચાવી લીધી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news