India Covid Update: દેશમાં મળ્યો કોરોનાનો નવો વેરિએન્ટ, દિલ્હીમાં સંક્રમિત સામે આવતા ફફડાટ

India Covid Update: દેશમાં હાલમાં કોરોના વાયરસના વધતા કેસે લોકોની ચિંતા વધારી છે. સ્વાસ્થ્ય વિભાગના આંકડા અનુસાર, દેશભરમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 18,257 નવા કેસ સામે આવ્યા છે.
 

India Covid Update: દેશમાં મળ્યો કોરોનાનો નવો વેરિએન્ટ, દિલ્હીમાં સંક્રમિત સામે આવતા ફફડાટ

India Covid Update: ભારતમાં કોરોના વાયરસ રફતાર પકડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોનાના કુલ 18,257 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 42 લોકોના મોત આ ખતરનાક વાયરસના કારણે થયા છે. અત્યાર સુધી દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને 4,36,22,651 પર પહોંચી ગઈ છે.

એક્ટિવ કેસ 1.28 લાખને પાર
કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા અનુસાર, દેશમાં કોરોના વાયરસના એક્ટિવ કેસ વધીને 1,28,690 થયા છે. દેશમાં ગઈકાલની સરખામણીમાં કોરોના કેસમાં સામાન્ય વધારો નોંધાયો છે. શનિવારના દેશમાં 18,840 નવા કેસ સામે આવ્યા હતા.

દિલ્હી અને મહારાષ્ટ્રમાં શું છે કોરોના સ્થિતિ?
રાજધાની દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 544 નવા કેસ સામે આવ્યા છે. સંક્રમણથી વધુ બે દર્દીના મોત થયા છે. ત્યારે મહારાષ્ટ્રમાં એક દિવસમાં કોરોનાના 2760 નવા કેસ સામે આવ્યા છે અને કોરોનાથી 5 દર્દીઓના મોત થયા છે. બંને રાજ્યોના સ્વાસ્થ્ય વિભાગ તરફથી કોરોના સંક્રમણને લઇ જાણકારી આપવામાં આવી છે. દિલ્હીના સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા અનુસાર સતત ત્રીજા દિવસે દિલ્હીમાં 500 થી 600 વચ્ચે સંક્રમણના કેસ આવી રહ્યા છે.

દિલ્હીમાં ઓમિક્રોનના BA.4 અને BA.5 સબ વેરિએન્ટ મળ્યા
આ વચ્ચે WHO એ કહ્યું કે, ભારતમાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરિએન્ટનો એક નવો સબ-વેરિએન્ટ BA.2.75 ની જાણકારી મળી છે. દિલ્હીમાં ઓમિક્રોનના વધુ સંક્રમણના પેટા સ્વરૂપ BA.4 અને BA.5 ના કેસ સામે આવ્યા છે. પરંતુ એક્સપર્ટ્સનું કહેવું છે કે, ડરવાની જરૂર નથી કેમ કે પેટા સ્વરૂપના કારણે ગંભીર સંક્રમણ થઈ રહ્યું નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news