યુપીએ સરકાર દરમિયાન દર મહિને 9000 ફોન ટેપ થતા હતાઃ RTIમાં ખુલાસો

યુપીએ સરકાર દરમિયાન દર મહિને 9000 ફોન ટેપ થતા હતાઃ RTIમાં ખુલાસો

નવી દિલ્હીઃ ફોન ટેપિંગ બાબતે બહાર આવેલી એક આરટીઆઈમાં મોટો ખુલાસો થયો છે. આ આરટીઆઈ અનુસાર, સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (યુપીએ) સરકારના કાર્યકાળ દરમિયાન 2013માં ફોન ટેપિંગની સાથે ઈ-મેલ પર પણ નજર રાખવામાં આવતી હતી. આરટીઆઈમાં બહાર આવેલી વિગતો અનુસાર, યુપીએ સરકારના કાર્યકાળમાં દર મિહને 9000 ફોન લાઈન અને 500-ઈમેલ પર સરકાર નજર રાખતી હતી. 

યુપીએના કાર્યકાળમાં 500 ઈમેલ ચકાસાયા હતા
નવેમ્બર 2013માં થયેલી એક આરટીઆઈમાં ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતીમાં જણાવાયું છે કે, વર્ષ 2013માં દર મહિને સરેરાશ 7,500થી 9000 ફોન ટેપ કરવાનો આદેશ કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવતો હતો. એક અન્ય આરટીઆઈમાં જણાવાયું છે કે, યુપીએ સરકારના કાર્યકાળમાં દર મહિને લગભગ 300થી 500 જેટલા ઈ-મેલ એકાઉન્ટની માહિતીત ચકાસવામાં આવતી હતી. 

(ફોટોઃ સાભાર ANI)

એનઆઈએ, રો અને સીબીઆઈ કરતી હતી દેખરેખ
આ આરટીઆઈની વિગતો અનુસાર, 2013માં સરકારી એજન્સીઓને કાયદાકીય રીતે દેખરેખનો અધિકાર અપાયો હતો. આ એજન્સીઓમાં ઈન્ટેલિજન્સ બ્યૂરો(IB), નારકોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED), ડીઆરઆઈ (DRI), સીબીડીટી જેવી ટોચની સંસ્થાઓ હતી. આ સાથે જ સીબીઆઈ, એનઆઈએ અને ભારતીય ગુપ્તચર એજન્સી રોને પણ ફોન ટેપિંગ અને ઈમેલ ચકાસવાના આદેશ અપાયા હતા. 

પ્રાપ્ત માહિતી અનુસાર, દિલ્હીના પોલીસ કમિશનર, ડિરેક્ટોરેટ ઓફ સિગ્નલ ઈન્ટેલિજન્સ (જમ્મુ-કાશ્મીર, નોર્થ ઈસ્ટ અને આસામ)ને દેખરેખ રાખીને ડાડા ટકાસવાના આદેશ અપાયા હતા. 

તાજેતરમાં જ 10 ગુપ્તચર એજન્સીને અપાય તપાસના અધિકાર
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ કેન્દ્ર સરકારે દેશની 10 કેન્દ્રીય એજન્સીઓને કોઈ પણ કમ્પ્યૂટર સિસ્ટમમાં રાખવામાં આવેલા ડાટા પર દેખરેખ રાખવાનો અને તેને તપાસવાના અધિકાર અપાયા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સાઈબર અને માહિતી સુરક્ષા વિભાગે ગુરૂવારે આ આદેશ બહાર પાડ્યો હતો. 

આ આદેશ અુસાર, દેશની 10 કેન્દ્રીય તપાસ અને ગુપ્તચર એજન્સીઓને હવે માહિતી ટેક્નોલોજીના કાયદા અંતર્ગત કોઈ પણ કમ્પ્યૂટરમાં રાખવામાં આવેલી માહિતી ચકાસવા, તેના પર નજર રાખવા અને તેના ડાટાનું વિશ્લેષણ કરવાનો અધિકાર હશે.

1885ના ટેલીગ્રાફ એક્ટ અને 2007ના સંશોધન એક્ટને આધારે આદેશ બહાર પડાયો
આરટીઆઈમાં જણાવાયું છે કે, ફોન અને ઈમેલ પર દેખરેખ રાખવાનો અધિકાર 1885ના ટેલિગ્રાફ એક્ટ અને 2007માં આ એક્ટમાં કરાયેલા સંશોધનને આધારે અપાયો છે. કેન્દ્રએ આદેશ આપતા લખ્યું છે કે, ભૂતકાળમાં અપાયેલા આદેશના સંદર્ભમાં જ આ આદેશ અપાયો છે. 

વિરોધ પક્ષ ખોટો હોબાળો મચાવે છે
કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવેલી સ્પષ્ટતામાં જણાવાયું છે કે, આ આદેશ 2009માં તત્કાલિક સરકાર તરફથી આપવામાં આવ્યા હતા. કેન્દ્ર તરફથી જણાવાયું છે કે, 20 ડિસેમ્બર, 2018ના રોજ આપવામાં આવેલો આદેશ 2009માં અપાયેલ આદેશનું જ નવીનીકરણ હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news