8th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં થઈ શકે છે 44.44% નો બમ્પર વધારો! 26000 સુધી થશે બેસિક સેલેરી

8th pay commission latest news: ફિટમેન્ટ ફેક્ટર તે ગુણાંક છે, જેના દ્વારા પગાર (Salary)અને પેન્શન (Pension)માં સંશોધન કરવામાં આવે છે. સાતમાં પગાર પંચે (7th Pay Commission)2.57 નું ફિટમેન્ટ ફેક્ટર સૂચવ્યું હતું. જેનાથી બેકિસ પગાર 7000 રૂપિયાથી વધી 17990 થઈ ગયો હતો.

 8th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં થઈ શકે છે 44.44% નો બમ્પર વધારો! 26000 સુધી થશે બેસિક સેલેરી

8th pay commission latest news: કેન્દ્રીય કર્મચારીઓ માટે આનાથી વધુ સારા સમાચાર શું હોઈ શકે? જ્યારે 7મા પગાર પંચનો કાર્યકાળ વર્ષ 2026માં પૂર્ણ થશે ત્યારે 8મા પગાર પંચની ભલામણો આવશે. પરંતુ, આ સમાચાર પછી, સૌથી વધુ ચર્ચા એ છે કે કર્મચારીઓના પગારમાં કેટલો તફાવત આવશે. ફિટમેન્ટ ફેક્ટર આમાં સૌથી મોટી ભૂમિકા ભજવશે. ફિટમેન્ટ ફેક્ટર પર જોરદાર ચર્ચા ચાલી રહી છે, જે પગાર અને પેન્શનના સુધારાનો મુખ્ય આધાર છે. ફુગાવાને જોતા ફિટમેન્ટમાં ફેરફાર ખૂબ જ જરૂરી છે. પગાર સુધારણા 8મા પગાર પંચના સમયે જ જાણી શકાશે. પરંતુ, 8મા પગારપંચમાં વધારો 6ઠ્ઠા પગારપંચ કરતા મોટો હોઈ શકે છે.

શું છે ફિટમેન્ટ ફેક્ટર અને કેમ છે જરૂરી?
ફિટમેન્ટ ફેક્ટર તે ગુણાંક છે, જેના દ્વારા પગાર અને પેન્શનમાં સંશોધન કરવામાં આવે છે. સાતમાં પગાર પંચે 2.57નું ફિટમેન્ટ ફેક્ટર સૂચવ્યું હતું. જેનાથી બેકિસ પગાર 7000થી વધી ₹17,990 રૂપિયા થઈ ગયો હતો. હવે આઠમાં પગાર પંચનું ફિટમેન્ટ કેટલું રાખવામાં આવશે તે જોવાનું રહેશે. નાણા પંચના ચેરમેન 2026 સુધી પોતાની ભલામણો રજૂ કરશે, તેનાથી આ વાતની જાણકારી મળશે.

8th pay commission: દર વર્ષે બદલાશે પગાર?
7મા પગાર પંચની રચના બાદ કેન્દ્રીય કર્મચારીઓના લઘુત્તમ પગારમાં સૌથી ઓછો વધારો થયો હતો. વાસ્તવમાં ફિટમેન્ટ ફેક્ટર પ્રમાણે પગારમાં વધારો કરવામાં આવ્યો હતો. આમાં તેને 2.57 ગણો રાખવામાં આવ્યો હતો. આ સાથે મૂળ પગાર વધારીને 18000 રૂપિયા કરવામાં આવ્યો. જો આ ફોર્મ્યુલાને આધાર તરીકે ગણવામાં આવે તો 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટરની મહત્તમ શ્રેણી હેઠળ લઘુત્તમ પગાર 26000 રૂપિયા હશે.

કર્મચારીઓના પગારમાં ક્યારે કેટલો વધારો થયો?
ચોથા પગાર પંચમાં કેન્દ્રીય કર્મચારીઓનો પગાર વધારોઃ 27.6%. જેમાં તેમનું લઘુત્તમ પગાર ધોરણ 750 રૂપિયા નક્કી કરવામાં આવ્યું હતું.

5માં પગાર પંચમાં કર્મચારીઓને મોટી ભેટ મળી અને તેમના પગારમાં 31%નો વધારો કરવામાં આવ્યો. આ કારણે તેમનું લઘુત્તમ વેતન સીધું વધીને 2550 રૂપિયા પ્રતિ માસ થઈ ગયું છે.

6th Pay Commission માં ફિટમેન્ટ ફેક્ટરને લાગૂ કરવામાં આવ્યું. તે સમયે 1.86 ગણું રાખવામાં આવ્યું હતું. તેનાથી કર્મચારીઓના પગારમાં મોટો વધારો થયો હતો. તેના બેસિક પગારમાં 54 ટકાનો વધારો થયો હતો. જેનાથી બેસિક પે વધી 7000 રૂપિયા થઈ ગયો હતો. 

વર્ષ 2014માં સાતમાં પગાર પંચની રચના થઈ હતી. ફિટમેન્ટફેક્ટરને આધાર માનતા 2.57 ગણો વધારો થયો, પરંતુ વેતન વધારો જે થયો તે 14.29 ટકા હતો.

8th Pay Commission માં કેટલા વધારાનું અનુમાન?
હવે આઠમાં પગાર પંચની રચના બાદ સરકારે જૂના આધાર પર પગારનું રિવિઝન રાખ્યું છે તો તેમાં પણ ફિટમેન્ટ ફેક્ટરને આધાર માનવામાં આવશે. આ આધાર પર કર્મચારીઓનું ફિટમેન્ટ 3.68 ગણું કરી શકાય છે. આ આધાર પર કર્મચારીઓના લઘુત્તમ વેતનમાં 44.44% નો વધારો થઈ શકે છે. તેનાથી કર્મચારીઓનું બેસિક વેતન 26000 રૂપિયા થઈ શકે છે. 

ક્યારે બનશે 8th Pay Commission?
અત્યાર સુધી, સરકાર દ્વારા 8મા પગાર પંચને આપવામાં આવેલી એકમાત્ર માહિતી એ છે કે પીએમ નરેન્દ્ર મોદીએ તેને મંજૂરી આપી છે. જો કે, મંજૂરીના હજુ ઘણા સ્તરો બાકી છે. હવે તેને પણ કેબિનેટ સમક્ષ પ્રસ્તાવ માટે લાવવામાં આવશે. આ પછી ફાઇલ તૈયાર કરવામાં આવશે અને ઔપચારિક રીતે પગાર પંચની રચના કરવામાં આવશે. તેની પેનલમાં કોણ હશે તે પણ પછી જ નક્કી થશે. આયોગના અધ્યક્ષ જે પણ હશે તેની ભલામણો લાગુ કરવામાં આવશે. એવું માનવામાં આવે છે કે તે 2026 માં રચાશે. કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો આની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. બધાની નજર એ હકીકત પર છે કે સરકાર ન્યાયી સુધારા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news