મઉમાં રાંધણ ગેસ સિલિન્ડર ફાટતા 2 માળની ઈમારત ધરાશાયી, 12 લોકોના મોત, અનેક દટાયાની આશંકા

મઉના મોહમ્મદાબાદના વલીદપુર ગામમાં રસોઈ ગેસ સિલિન્ડર ફાટવાથી બે માળનું મકાન ધરાશાયી થઈ ગયું. આ દુર્ઘટનામાં 12 લોકોના મોત થયા છે. જ્યારે એક ડઝનથી વધુ લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે.

મઉમાં રાંધણ ગેસ સિલિન્ડર ફાટતા 2 માળની ઈમારત ધરાશાયી, 12 લોકોના મોત, અનેક દટાયાની આશંકા

મઉ: મઉના મોહમ્મદાબાદના વલીદપુર ગામમાં રસોઈ ગેસ સિલિન્ડર ફાટવાથી બે માળનું મકાન ધરાશાયી થઈ ગયું. આ દુર્ઘટનામાં 12 લોકોના મોત થયા છે. જ્યારે એક ડઝનથી વધુ લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. ઘટનાની સૂચના મળતા જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ રાહત અને બચાવ કાર્યમાં લાગી છે. 

— ANI UP (@ANINewsUP) October 14, 2019

આ દુર્ઘટનાની જાણકારી મળતા જ સીએમ યોગી આદિત્યનાથે પણ દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે અધિકારીઓને નિર્દેશ આપ્યા છે કે પીડિતોને દરેક શક્ય મદદ પહોંચાડવામાં આવે. પોલીસનું કહેવું છે કે મૃતકોનો આંકડો વધી શકે છે. આ અકસ્માતમાં ઘાયલ 15 લોકોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. જે સમયે આ અકસ્માત  થયો ત્યારે મકાનમાં લગભગ બે ડઝન લોકો હાજર હતાં. 

જુઓ LIVE TV

આ ઘટના સવારના સાડા સાત વાગ્યાની છે. સિલિન્ડર ફાટ્યા બાદ મકાનમાં આગ લાગી ગઈ હતી. આ આગ જોઈને આસપાસના લોકો મકાનમાં ઘૂસ્યા. મળતી માહિતી મુજબ ત્યારબાદ થોડી ક્ષણોમાં જ મકાન તૂટી પડ્યું. 

ઘટના સ્થળે જેસીબીની મદદતી કાટમાળ હટાવવાના પ્રયત્નો થઈ રહ્યાં છે. એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે હાજર છે. જેથી કરીને ઘાયલોને તાત્કાલિક સારવાર આપી શકાય. આ ઘટના બાદ વિસ્તારમાં દહેશતનો માહોલ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news