દરરોજ સેટ પર કંઇક આ રીતે પહોંચે છે વરૂણ ધવન, જુઓ Video

આ મહિને દિવાળી પર 25 ઓક્ટોબરના રિલીઝ થનારી ફિલ્મ ‘હાઇસફુલ-4’ (Housefull 4)ના મુખ્ય એક્ટર અક્ષય કુમાર (Akshay Kumar) દ્વારા શરૂ કરવામાં આવેલા બાલા ચેલેન્જ આ સમય ઇન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યું છે

દરરોજ સેટ પર કંઇક આ રીતે પહોંચે છે વરૂણ ધવન, જુઓ Video

નવી દિલ્હી: આ મહિને દિવાળી પર 25 ઓક્ટોબરના રિલીઝ થનારી ફિલ્મ ‘હાઇસફુલ-4’ (Housefull 4)ના મુખ્ય એક્ટર અક્ષય કુમાર (Akshay Kumar) દ્વારા શરૂ કરવામાં આવેલા બાલા ચેલેન્જ આ સમય ઇન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યું છે. જેમાં કેટલાક બોલીવુડ સેલેબ્રિટીએ પણ સ્વીકાર કર્યો છે. બાલા ચેલેન્જને સ્વીકાર કરનાર સેલેબ્રિટીની યાદીમાં નવું નામ વરૂણ ધવન (Varun Dhawan)નું છે. વરૂણ ધવને આ ચેલેન્જને સ્વીકાર કરતા કહ્યું છે કે, કંઇક આવી રીતે તે દરરોજ સેટ પર જાય છે.

વીડિયોમાં ગણેશ આચાર્ય પણ મળ્યા જોવા
વરૂણે કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય સાથે ટ્વિટર પર એક વીડિયો અપલોક કર્યો છે. વીડિયો ક્લિપમાં બંને આવનારી ફિલ્મ ‘હાઉસફુલ-4’ના ગીત ‘શૈતાન કા સાલા’ના સિગ્નેચર સ્પેટ કરતા જોવા મળી રહ્યાં છે. વરૂણે તેના કેપ્શનમાં લખ્યું છે કે, ‘આ પ્રકાર હું દરરોજ માસ્ટરજીની સાથે સેટ પર આવું છું. શું સ્ટેપ છે. બાલાને શુભકામનાઓ.’

— Varun Dhawan (@Varun_dvn) October 12, 2019

બાલા ચેલેન્જને સ્વીકારનાર કલાકારોમાં આયુષ્માન ખુરાના, દિલજીત દોસાંઝા, કિયારા અડવાણી અને કરીના કપૂર ખાન સહિત અન્ય પણ છે. ત્યારે વર્કફ્રંટની વાત કરીએ તો વરૂણ ધવન હાલમાં તેની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘કુલી નંબર-1’ની શૂટિંગમાં ઘણો વ્યસ્ત છે. આ ફિલ્મમાં તની સાથે સારા અલી ખાન મુખ્ય એક્ટ્રેસની ભૂમિકામાં જોવા મળી રહી છે. આ ફિલ્મ આગામી વર્ષ 2020માં રિલીઝ થવાની છે.

જુઓ Live TV:- 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news