લોકસભા 2019: 5મા તબક્કા માટે 7 રાજ્યોની 51 સીટો પર આજે યોજાશે મતદાન

રાજનાથ સિંહ, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને સ્મૃતિ ઇરાની સહિત 674 ઉમેદવારોનાં ભવિષ્યનો નિર્ણય આજે (સોમવારે) થવાનો છે. અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીના 5માં તબક્કામાં 7 રાજ્યોની 51 સીટો પર યોજાનાર ચૂંટણીમાં આશરે 9 કરોડ મતદાતાઓ મતદાન કરશે. સત્તાપક્ષ ભાજપ અને તેના સહયોગીઓ માટે આ તબક્કામાં ઘણું દાવ પર લાગેલું છે કારણે 2014માં ચૂંટણીમાં ભાજપે તેમાંથી 40 સીટો પર જીત દાખલ કરી હતી અને બે સીટો પર કોંગ્રેસે જીત પ્રાપ્ત કરી હતી, જ્યારે બાકીનાં અન્ય વિપક્ષી દળોએ જીત પ્રાપ્ત કરી.

લોકસભા 2019: 5મા તબક્કા માટે 7 રાજ્યોની 51 સીટો પર આજે યોજાશે મતદાન

નવી દિલ્હી : રાજનાથ સિંહ, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને સ્મૃતિ ઇરાની સહિત 674 ઉમેદવારોનાં ભવિષ્યનો નિર્ણય આજે (સોમવારે) થવાનો છે. અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીના 5માં તબક્કામાં 7 રાજ્યોની 51 સીટો પર યોજાનાર ચૂંટણીમાં આશરે 9 કરોડ મતદાતાઓ મતદાન કરશે. સત્તાપક્ષ ભાજપ અને તેના સહયોગીઓ માટે આ તબક્કામાં ઘણું દાવ પર લાગેલું છે કારણે 2014માં ચૂંટણીમાં ભાજપે તેમાંથી 40 સીટો પર જીત દાખલ કરી હતી અને બે સીટો પર કોંગ્રેસે જીત પ્રાપ્ત કરી હતી, જ્યારે બાકીનાં અન્ય વિપક્ષી દળોએ જીત પ્રાપ્ત કરી.

ઉત્તરપ્રદેશમાં 14 સીટો, રાજસ્થાનમાં 12 સીટો, પશ્ચિમ બંગાળ અને મધ્યપ્રદેશમાં 7-7 સીટો પર ચૂંટણી યોજાનાર છે જ્યારે બિહારમાં 5 અને ઝારખંડમાં 4 સીટો પર મતદાન થવાનું છે. જમ્મુ કાશ્મીરની લદ્દાખ સીટ અને અનંતનાગ સીટ માટે પુલવામા અને શોપિયા જિલ્લામાં ચૂંટણી યોજાનારી છે. ચૂંટણી પંચે 94 હજાર મતદાન કેન્દ્રોનું નિર્માણ કર્યું છે અને સુરક્ષાની પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે. પાંચમાં અને સૌથી નાના તબક્કામાં 8.75 કરોડ મતદાતા 674 ઉમેદવારોનું ભવિષ્ય નિશ્ચિત કરશે. આ તબક્કાની સાથે જ 424 સીટો પર ચૂંટણી ખતમ થઇ જશે અને બાકીની 118 સીટો પર 12 મે અને 19 મે સુધી ચૂંટણી યોજાવાની છે. 

રાહુલે સોનિયા ગાંધી પાસેથી લીધી છે લોન, મુલાયમ, શત્રુઘ્ન પણ છે સંતાનોના દેવાદાર
ઉત્તરપ્રદેશમાં 14 સીટો પર મોટા રાજનીતિક હસ્તીઓ વચ્ચે ચૂંટણીની ટક્કર છે જેમાં કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ અને સ્મૃતિ ઇરાની, યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનો સમાવેશ થાય છે. ભાજપે 2014માં તેમાંથી 12 સીટો પર જીત પ્રાપ્ત કરી હતી અને કોંગ્રેસે રાયબરેલી અને અમેઠી સીટો  સીટો પર પોતાનો દબદબો યથાવત્ત રાખ્યો છે. સમગ્ર રાજ્યમાં 80 સીટોમાંથી માત્ર આ બે સીટો પર કોંગ્રેસને જીત મળી હતી. અમેઠી અને રાયબરેલીમાં સપા-બસપા ગઠબંધને પોતાનાં ઉમેદવારો નથી ઉતાર્યા. કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ લખનઉથી ફરીએકવાર મેદાનમાં છે જ્યારે સ્મૃતિ ઇરાની અમેઠીમાં રાહુલ ગાંધી વિરુદ્ધ ચૂંટણી લડી રહ્યા છે. 

રાજસ્થાનમાં 12 લોકસભા સીટો પર 134 ઉમેદવારોના ભાગ્યનો નિર્ણય થવાનો છે તેમાંથી 2 પૂર્વ ઓલમ્પિક ખેલાડી, એક પૂર્વ આઇએએસ અધિકારી અને એક પૂર્વ આઇપીએસ અધિકારીનો સમાવેશ થાય છે. આ તબક્કા બાદ  રાજસ્થાનમાં ચૂંટણી પુર્ણ થઇ જશે. રાજસ્થાનમાં રાજ્યવર્ધન સિંહ રાઠોડ, કૃષ્ણ પુનિયા, અર્જુન રામ મેઘવાલ મહત્વના માથા છે. 

પશ્ચિમ બંગાળમાં તમામ સાત સીટો પર તૃણમુલ કોંગ્રેસ, ભાજપ, કોંગ્રેસ અને સીપીઆઇ વચ્ચે ચતુષ્કોણીય ચૂંટણી છે. 2014ની ચૂંટણીમાં તૃણમુલ કોંગ્રેસની તમામ સીટો પર જીત પ્રાપ્ત કરી હતી. બિહારમાં પાંચ સીટોમાંથી હાજીપુર જ્યાં લોકજનશક્તિ પાર્ટીનો ગઢ છે જ્યારે સારણ આજેડીનો ગઢ માનવામાં આવે છે. ત્રણ અન્ય સંસદીય વિસ્તાર મુજફ્ફરર પુર, સીતામઢી અને મધુબની. ઝારખંડમાં ચાર સીટો હજારીબાગ, કોડરમા, રાંચી અને ખુંટીમાં ચૂંટણી યોજાવાની છે. કેન્દ્રીય મંત્રી જયંત સિન્હા હજારીબાગથી ફરી ચૂંટણી મેદાનમાં છે. 

મધ્યપ્રદેશમાં સાત સીટો ટીકમગઢ, દામોહ, ખજુરાહો, સતના, રીવા, હોશંગાબાદ અને બેતુલમાં ચૂંટણી યોજાશે જ્યાં 2014માં ભાજપે જીત મેળવી હતી. લદ્દાખમાં ચાર ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. ભાજપે જ્યાં સેરિંગ નામગ્યાલ મેદાનમાં છે તો કોંગ્રેસનાં રિગ્જિન સ્પાલબાર છે અને બે ઉમેદવાર અપક્ષ છે. લોકસભાની 524 સીટો માટે સાત તબક્કામાં 11 એપ્રીલથી 19 મે વચ્ચે ચૂંટણી યોજાવાની છે. પરિણામો 23 મેના રોજ આવનાર છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news