કર્ણાટકના બળવાખોર ધારાસભ્યો વિરુદ્ધ 400 કોંગ્રેસ કાર્યકરો સુપ્રીમ કોર્ટ પહોંચ્યા

કર્ણાટકના રાજકીય સંકટમાં આજે એક નવો વળાંક જોવા મળ્યો. શુક્રવારે લગભગ 400 કોંગ્રેસી કાર્યકરો સુપ્રીમ કોર્ટ પહોંચ્યા અને તેમણે કર્ણાટકના બળવાખોર ધારાસભ્યો વિરુદ્ધ અરજી દાખલ કરી.

કર્ણાટકના બળવાખોર ધારાસભ્યો વિરુદ્ધ 400 કોંગ્રેસ કાર્યકરો સુપ્રીમ કોર્ટ પહોંચ્યા

નવી દિલ્હી: કર્ણાટકના રાજકીય સંકટમાં આજે એક નવો વળાંક જોવા મળ્યો. શુક્રવારે લગભગ 400 કોંગ્રેસી કાર્યકરો સુપ્રીમ કોર્ટ પહોંચ્યા અને તેમણે કર્ણાટકના બળવાખોર ધારાસભ્યો વિરુદ્ધ અરજી દાખલ કરી. અરજીમાં જલદી સુનાવણીની માગણી કરતા કોંગ્રેસ કાર્યકર્તાઓએ કોર્ટને કહ્યું કે 'અમને પણ સાંભળો'. સુપ્રીમ કોર્ટે તેના પર જવાબ આપતા કહ્યું કે 'પહેલા બળવાખોર ધારાસભ્યોની અરજી પર સુનાવણી થશે અને ત્યાર બાદ તમને પણ સાંભળીશું.'

અત્રે જણાવવાનું કે કર્ણાટકના 10 બળવાખોર ધારાસભ્યોની અરજી પર સુપ્રીમ કોર્ટ આજે સુનાવણી કરશે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી પેનલ આ મામલે સુનાવણી હાથ ધરશે. ગુરુવારે સુપ્રીમ કોર્ટે બળવાખોર ધારાસભ્યોને સાંજે 6 વાગ્યા સુધીમાં સ્પીકર સામે હાજર થવાનું કહ્યું હતું. આ સાથે જ સ્પીકરને પણ નિર્દેશ આપ્યાં હતાં કે ત્યારબાદ તેઓ રાજીનામા પર નિર્ણય લે અને તેની કોપી કોર્ટને સોંપે. આ ઉપરાંત સુપ્રીમે કર્ણાટકના ડીજીપીને બળવાખોર ધારાસભ્યોને સુરક્ષા આપવા પણ જણાવ્યું હતું. 

આ બાજુ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કર્ણાટક વિધાનસભાના સ્પીકરે સુપ્રીમ કોર્ટને પોતાનો આદેશ પાછો ખેંચવાની માગણી કરી હતી. સ્પીકરે કહ્યું કે કોર્ટ આ પ્રકારનો આદેશ આપી શકે નહીં. સ્પીકરની તત્કાળ સુનાવણીની માગણી ગુરુવારે જ સુપ્રીમ કોર્ટે ફગાવી હતી. જો કે કોર્ટે સ્પીકરને અરજી દાખલ કરવાની મંજૂરી આપી હતી. 

જુઓ LIVE TV

આ અગાઉ બળવાખોર ધારાસભ્યોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને સ્પીકરના નિર્ણય પર સવાલ ઉઠાવ્યાં હતાં. વિધાનસભાના અધ્યક્ષ કે આર રમેશકુમારે રાજીનામા ફગાવ્યાં હતાં. કારણ તેમણે રાજીનામું નક્કી ફોર્મેટમાં ન હોવાનું કહ્યું હતું. સ્પીકરે આ ધારાસભ્યોને હવે ફરીથી રાજીનામું આપવા જણાવ્યું હતું. રાજીનામું ફગાવવામાં આવતા ગઠબંધન સરકાર ત્યારે તો અલ્પમતમાં આવતા બચી ગઈ અને થોડી રાહત મળી હતી. 

અત્રે જણાવવાનું કે બળવાખોર ધારાસભ્યોના રાજીનામા બાદ સદનમાં ગઠબંધન સરકારના ધારાસભ્ય ઘટીને 103 થયા છે. જ્યારે ભાજપ પાસે 105 ધારાસભ્ય છે અને બે અપક્ષ ઉમેદવારોનું સમર્થન છે. જેમણે સોમવારે ગઠબંધન સરકાર પાસેથી સમર્થન પાછું ખેંચ્યું હતું. તમામ બળવાખોર ધારાસભ્યો મહારાષ્ટ્રમાં કોઈ ગુપ્ત જગ્યા પર છે. કોંગ્રેસના અનેક ટોચના નેતાઓ અને તેમના સંકટમોચક ડી કે શિવકુમાર બળવાખોર નેતાઓ સાથે સતત સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. પરંતુ સફળતા મળી નથી. કોંગ્રેસને આશા છે કે તેઓ બળવાખોર ધારાસભ્યોની સાથે વાત કરીને મનાવી લેશે અને પાર્ટીમાં વાપસી કરાવવામાં સફળ થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news