સુરતમાં કામદારના મોત બાદ પોલીસ-લોકો વચ્ચે ઘર્ષણ, ટિયર ગેસના સેલ છોડ્યા
સુરતમાં વીજ કરંટ લાગતા વિદ્યાર્થીનીના મોત થયાની ઘટના હજી તાજી જ છે, ત્યાં બીજી ઘટના સામે આવી છે. સુરતના પાંડેસરાના એક કારખાનામાં કરંટ લાગતા કામદારનું મોત નિપજ્યું હતું. જેને પગલે કારખાનામાં લોકોએ હોબાળો મચાવ્યો હતો. આ ઘટનામાં પોલીસ અને લોકો સામસામે આવી જતા પોલીસે ટોળાને વિખેરવા માટે ટિયર ગેસના સેલ છોડ્યા હતા.
Trending Photos
ચેતન પટેલ/સુરત :સુરતમાં વીજ કરંટ લાગતા વિદ્યાર્થીનીના મોત થયાની ઘટના હજી તાજી જ છે, ત્યાં બીજી ઘટના સામે આવી છે. સુરતના પાંડેસરાના એક કારખાનામાં કરંટ લાગતા કામદારનું મોત નિપજ્યું હતું. જેને પગલે કારખાનામાં લોકોએ હોબાળો મચાવ્યો હતો. આ ઘટનામાં પોલીસ અને લોકો સામસામે આવી જતા પોલીસે ટોળાને વિખેરવા માટે ટિયર ગેસના સેલ છોડ્યા હતા.
સુરતમાં વીજ કરંટ લાગતા વિદ્યાર્થીનીના મોત થયાની ઘટના હજી તાજી જ છે, ત્યાં બીજી ઘટના સામે આવી છે. સુરતના પાંડેસરાના એક કારખાનામાં કરંટ લાગતા કામદારનું મોત નિપજ્યું હતું. જેને પગલે કારખાનામાં લોકોએ હોબાળો મચાવ્યો હતો. આ ઘટનામાં પોલીસ અને લોકો સામસામે આવી જતા પોલીસે ટોળાને વિખેરવા માટે ટિયર ગેસના સેલ છોડ્યા હતા.
બન્યું એમ હતું કે, સુરતના પાંડેસરાના બમરોલી વિસ્તારમાં ઓરિસ્સાના 40 વર્ષના એક કામદારનું કરંટ લાગતા મોત નિપજ્યું હતું. હરિઓમ ઈન્ડસ્ટ્રીઝમાં લૂમના કારખાનામાં કામ કરતા કામદારનું મોત થતા અન્ય કારીગરોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. કારીગરોએ કારખાનામાં હોબાળો મચાવ્યો હતો. તેમજ મૃતકના પરિવારજનોને સહાય માટે વાત કરી હતી. આ ઘટનાને પગલે પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી. પરંતુ ગિન્નાયેલા કારીગરોએ મૃતદેહને લેવા આવેલી શબવાહિનીને કારખાનામાં પ્રવેશવા દીધી ન હતી. અને બાદમાં શબવાહિની પર હુમલો કર્યો હતો. તેઓએ શબવાહિનીમાં તોડફોડ કરી હતી. બાદમાં કારીગરોના ટોળાએ પોલીસ પર પણ હુમલો કર્યો હતો. જેને પગલે પોલીસ અને કારીગરો સામસામે આવી ગયા હતા.
પોલીસે પહેલા કારીગરોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પણ તેઓ ન માનતા બાદમાં ટોળાને વિખેરવા માટે પોલીસે હળવો લાઠીચાર્જ અને ટિયર ગેસના ત્રણ સેલ છોડ્યા હતા. આ ઘટનાને પગેલ સ્થાનિક પોલીસ, એસઓજી, પીસીબી, ક્રાઈમ બ્રાન્ચ સહિતનો કાફલો બમરોલી વિસ્તારમાં ખડકી દીધો હતો. ડીસીપી વિધિ ચૌધરી ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ મામલે પોલીસે કહ્યું કે, કામદારનું મોત કયા કારણોસર થયું તે હજી જાણી શકાયું નથી. મૃતદેહનુ પોસ્ટમોર્ટમ થશે તેના બાદ જ મોતનું કારણ સામે આવશે.
રોષે ભરાયેલા કારીગરોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો, જેને પગલે પોલીસે કેટલાક તોફાની તત્વનો અટકાયત પણ કરી છે. ઉલ્લેખનીય છે કે, સુરતમાં ટેક્સટાઈલની અનેક મોટી ફેક્ટરીઓ આવેલી છે. જેમાં લાખોની સંખ્યામાં મજૂરો કામ કરે છે. આ મજૂરોની સુરક્ષા અંગે સતત સવાલો ઉભા થતા રહ્યા છે. અગાઉ પણ કામદારોની સુરક્ષાની વાત ઉઠી હતી. તેમ છતા કોઈ તકેદારી રાખવામાં આવી ન હતી. ત્યારે સવાલ એ છે કે, પોતાનો જીવ જોખમમાં મૂકીને નોકરી કરતા કામદારોના મોત માટે કોણ જવાબદાર.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે