5માં દિવસે પણ સબરીમાલા મંદિર સીલ, 4 મહિલાઓને મંદિર નજીકથી હાંકી કઢાઇ

રવિવારે આંધ્રના રહેવાસી ચાર મહિલાઓને રવિવારે ભગવાન અયપ્પાના દર્શન માટે સબરીમાલા મંદિર તરફ જઇ રહ્યા હતા

5માં દિવસે પણ સબરીમાલા મંદિર સીલ, 4 મહિલાઓને મંદિર નજીકથી હાંકી કઢાઇ

સબરીમાલા : સુપ્રીમ કોર્ટે ભલે કેરળના સબરીમાલા મંદિરમાં મહિલાઓનાં પ્રવેશનો રસ્તો સ્પષ્ટ કરી દીધો છે, જો કે અત્યાર સુધી મહિલાઓને મંદિરમાં પ્રવેશ મળી શક્યો નથી. 5માં દિવસે પણ મહિલાઓ મંદિરમાં પ્રવેશી શકી નહોતી. રવિવારે આંધ્રપ્રદેસની રહેનારી ચાર મહિલાઓ રવિવારે ભગવાન અયપ્પાના દર્શન માટે સબરીમાલા મંદિરની તરફ જઇ રહ્યા હતા ત્યારે ગુસ્સે ભરાયેલા પ્રદર્શનકર્તાઓએ તેમનો રસ્તો રોક્યો હતો અને તેમને પરત ફરી જવા જણાવ્યું હતું. 

સવારે 10 વાગ્યે એક પુરૂષ શ્રદ્ધાળુની સાથે બે મહિલાઓને પ્રદર્શનકર્તાના ગુસ્સાનો સામનો કરવો પડ્યો. શ્રદ્ધાળુ પહાડી પર આવેલ મંદિરના પોતાનાં સફરની શરૂઆત કરવા માટે મંદિર વિસ્તારનાં મુખ્ય માર્ગમાં પ્રવેશ કરવાની નજીક હતા ત્યારે પ્રદર્શનકર્તાઓએ તેમને ઘેરી લીધા. સંકટ વધતું જોઇને પોલીસ અધિકારીઓએ બંન્ને મહિલાઓની આસપાસ એક સુરક્ષા ઘેરો બનાવી લીધો અને તેઓ તેને પાંબાના પોલીસ નિયંત્રણ કક્ષમાં લઇ ગયા. 

પોલીસ મહાનિરીક્ષક એસ.શ્રીજીતે પત્રકારોને જણાવ્યું કે, બંન્ને મહિલાઓનું કહેવું છે કે જ્યારે તેમણે સાંભળ્યું કે સુપ્રીમ કોર્ટે તમામ મહિલાઓને મંદિરમાં પ્રવેશની પરવાનગી આપી દીધી છે, તો તેમણે તીર્થયાત્રા કરવાનો નિર્ણય લીધો.

શ્રીજિતે કહ્યું કે, આ મહિલાઓ આંધ્રપ્રદેશનાં તીર્થયાત્રા સમુહનો હિસ્સાર છે અને કેરળમાં અલગ અલગ મંદિરોની યાત્રા કરી રહ્યા છે. જ્યારે તેમને વિરોધ પ્રદર્શન અંગે જણાવવામાં આવ્યું તો તેમણે પરત ફરવાનો નિર્ણય લીધો અને અમે તેને નિલક્કલમાં ઉભેલા વાહન સુધી પહોંચાડ્યા.

બંન્ને મહિલાઓને પરત મોકલ્યાની તુરંત બાદ પ્રદર્શનકર્તાઓએ એક મહિલાને મંદિરની તરફ જતા જોયા. તેમણે તેને પણ અટકાવ્યા અને પરત જવા માટે કહ્યું. હોબાળો થતો જોઇ પોલીસ કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા. મહિલાનાં આધારકાર્ડમાં તેની ઉંમર 47 વર્ષ જોયા બાદ પ્રદર્શનકર્તાઓ ભડકી ગયા હતા. 

— ANI (@ANI) October 21, 2018

હોબાળા વચ્ચે મહિલાઓને બેચેની અનુભવી, જેને ક્લીનિકમાં લઇ જવામાં આવ્યા. ત્યાર બાદ દર્શન કર્યા વગર પરત ફરવું પડ્યું. પહાડની ટોચ પર પાલકીથી જઇ રહેલી ચોથી મહિલાને પ્રદર્શનકર્તાઓએ મંદિરથી એક કિલોમીટર દુર ઓળખી લીધી. જેવા પ્રદર્શનકર્તાઓ મહિલા પાસે પહોંચ્યા પોલીસે મહિલાની બચાવી લીધી અને તેને પરત પાંબા લઇ ગયા. બીજી તરફ ભાજપના રાજ્ય એકમના અધ્યક્ષ પી.એસ શ્રીધરન પિલ્લઇએ રવિવારે કહ્યું કે, મુખ્યમંત્રી પિનરઇ વિજયનને વિધાનસભાનું એક વિશેષ સત્ર બોલાવવું જોઇએ અને કેન્દ્રને કોર્ટનાં નિર્ણયને રદ્દ કરાવવા માટે એક અધ્યદેશ લાવવા માટેની ભલામણ કરવી જોઇએ.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news