સીઝનના પહેલા જ વરસાદથી મુંબઈની હાલત ખરાબ, ચારના મોત, ફ્લાઈટ લેટ
કેટલાય દિવસો સુધી રાહ જોવડાવ્યાં બાદ હવે વરસાદે હવે મુંબઈમાં માઝા મૂકી છે.
Trending Photos
મુંબઈ: કેટલાય દિવસો સુધી રાહ જોવડાવ્યાં બાદ હવે વરસાદે હવે મુંબઈમાં માઝા મૂકી છે. શુક્રવારે સીઝનનો પહેલો ભારે વરસાદ વરસ્યો પરંતુ આ ભારે વરસાદના કારણે 4 લોકોના મોત થયા જ્યારે અનેક લોકો ઘાયલ પણ થયા છે. છેલ્લા 45 વર્ષોમાં આ વખતે મુંબઈમાં સૌથી મોડો વરસાદ પહોંચ્યો છે. મુંબઈવાસીઓ જ્યારે સવારે જાગ્યા તો વરસાદનું તાંડવ ચાલુ હતું. ગણતરીના કલાકોમાં વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા, ટ્રેનોની અવરજવરને અસર થઈ અને ટ્રાફિક જામની સમસ્યાઓ થવા માંડી હતી.
બૃહદ મુંબઈ મહાનગર પાલિકા (બીએમસી)ના એક પ્રવક્તાએ જણાવ્યું કે પશ્ચિમી ઉપનગરમાં બે અલગ અલગ ઘટનાઓમાં 4 લોકોના મોત થયાં. જ્યારે બે લોકો ઘાયલ થયા. નિગર અધિકારીના જણાવ્યાં મુજબ મૃતકોની ઓળખ અંધેરી (પૂર્વ)ના રહીશ કાશિમા યુદિયાર (60), ગોરેગાંવ (પૂર્વ)ના રાજેન્દ્ર યાદવ (60), સંજય યાદવ (24), તરીકે થઈ. ગોરેગાંવમાં અન્ય બે ઘટનાઓમાં ઘાયલ થવાના અહેવાલ છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
જુઓ LIVE TV
દાદર, વડાલા, વરલી, કુર્લા, ચેમ્બુર, બાંદ્રા, અંધેરી, કાંદીવલી, વિક્રોલી, કાંજૂરમાર્ગ અને ભાંડૂપ જેવા વિસ્તારોમાં પાણી ભરાવવાની સમસ્યાઓ સર્જાઈ. હવામાન ખાતાએ આગામી 24 કલાકમાં મુંબઈમાં ભારેથી અતિ ભારે અને મધ્યમ વરસાદની આગાહી કરેલી છે.
ફ્લાઈટ લેટ
એરપોર્ટના એક અધિકારીના જણાવ્યાં મુજબ વિમાનોની અવરજવર પર અસર પડી રહી છે. ફ્લાઈટના નિર્ધારીત સમયમાં 15 મિનિટનો વિલંબ જોવા મળ્યો. જો કે આમ છતાં મુંબઈગરાઓને હવે ગરમીમાં રાહત મળી છે અને આ સાથે પીવાના પાણીની જે સમસ્યા હતી તેમાં પણ રાહત મળવાના અણસાર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે