રેલવેનો મોટો નિર્ણય, 1 જૂનથી વધુ 200 ટ્રેનો દોડાવશે, દરેક જણ લઈ શકશે લાભ

દેશભરમાં પ્રવાસી મજૂરોની સમસ્યાને જોતા રેલવે મંત્રાલયે મોટો નિર્ણય લીધો છે. હવે 1 જૂનથી 200 ટ્રેનો નિર્ધારિત ટાઈમ ટેબલ પ્રમાણે દોડાવવામાં આવશે. આ તમામ નોન એસી ટ્રેનો હશે અને સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે આ ટ્રેનો જે શ્રમિક સ્પેશિયલ ટ્રેનો દોડી રહી છે તે ઉપરાંત દોડશે. રેલવે મંત્રાલય દ્વારા કહેવાયું છે કે 1 જૂનથી દોડનારી આ ટ્રેનો માટે જલદી ટાઈમ ટેબલ બહાર પાડવામાં આવશે અને તેના રૂટ પણ જણાવાશે.

રેલવેનો મોટો નિર્ણય, 1 જૂનથી વધુ 200 ટ્રેનો દોડાવશે, દરેક જણ લઈ શકશે લાભ

નવી દિલ્હી: દેશભરમાં પ્રવાસી મજૂરોની સમસ્યાને જોતા રેલવે મંત્રાલયે મોટો નિર્ણય લીધો છે. હવે 1 જૂનથી 200 ટ્રેનો નિર્ધારિત ટાઈમ ટેબલ પ્રમાણે દોડાવવામાં આવશે. આ તમામ નોન એસી ટ્રેનો હશે અને સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે આ ટ્રેનો જે શ્રમિક સ્પેશિયલ ટ્રેનો દોડી રહી છે તે ઉપરાંત દોડશે. રેલવે મંત્રાલય દ્વારા કહેવાયું છે કે 1 જૂનથી દોડનારી આ ટ્રેનો માટે જલદી ટાઈમ ટેબલ બહાર પાડવામાં આવશે અને તેના રૂટ પણ જણાવાશે.

આ ટ્રેનો માટે ઓનલાઈન બુકિંગ પણ થઈ શકશે. હાલ રેલવે સ્ટેશનો પર બુકિંગ કાઉન્ટર ખુલશે નહીં. આ પગલાંને તમે ટ્રેનોની અવરજવરની દિશામાં રેલવેનો મહત્વપૂર્ણ પગલું કહી શકો છો કારણ કે રેલવે મંત્રાલયે જે જાણકારી આપી છે તે મુજબ આ ટ્રેનોના દોડશે તે ઉપરાંત શ્રમિક સ્પેશિયલ ટ્રેનો તો દોડશે જ અને જે વર્તમાનમાં વ્યવસ્થા કરાઈ છે કે સ્પેશિયલ ટ્રેનો દોડાવાઈ રહી છે તે પણ દોડશે. 

આ બધા વચ્ચે રેલવે મંત્રી પીયૂષ ગોયલે તમામ રાજ્ય સરાકરોને અપીલ કરી છે કે તેઓ માઈગ્રન્ટ વર્ક્સ કે જેઓ પગપાળા જઈ રહ્યાં છે તેમની વ્યવસ્થા કરીને આસપાસની મેઈન લાઈનના નજીકના રેલવે સ્ટેશન સુધી પહોંચાડે જેથી કરીને તેઓ ટ્રેનો દ્વારા પોતાના વતન જઈ શકે. 

હાલ માઈગ્રન્ટ વર્કર્સને ધ્યાનમાં રાખતા રેલવે મંત્રાલયે શ્રમિક સ્પેશિયલ ટ્રેનો 1 મેથી દોડાવવાનું શરૂ કરેલું છે. અને છેલ્લા 19 દિવસોમાં સાડા 21 લાખથી વધુ મુસાફરો તેના દ્વારા મુસાફરી કરી ચૂક્યા છે. અત્યાર સુધીમાં 1600થી વધુ શ્રમિક સ્પેશિયલ ટ્રેનો દોડી છે. હાલ રોજ શ્રમિક સ્પેશિયલ ટ્રેનો ચાલે છે અને તેની સંખ્યા પણ વધારીને રેલવે મંત્રાલયે 400 શ્રમિક સ્પેશિયલ ટ્રેન દરરોજ દોડાવવાની જાહેરાત કરી છે. 

જુઓ LIVE TV

અત્યાર સુધી સમસ્યા એ હતી કે શ્રમિક સ્પેશિયલ ટ્રેનોમાં મુસાફરોએ મુસાફરી કરવી હોય તો તેમણે પોત પોતાના રાજ્યોમાં રજિસ્ટ્રેશન કરાવવું પડતું હતું અને ત્યારબાદ જ રાજ્ય સરકાર લિસ્ટ રેલવેને આપતી હતી જેથી કરીને માઈગ્રન્ટ વર્ક્સ મુસાફરી કરી શકતા હતાં પરંતુ 1 જૂનથી મોટી રાહત મળવાની છે કે હવે લોકો રાજ્યોમાં પોતાના રજિસ્ટ્રેશન કરાવવાની જગ્યાએ સીધા ટ્રેનની ટિકિટ બુક કરી શકશે અને વતન જઈ શકશે. 

1 જૂનથી જે નોન એસી ટ્રેનો દોડશે તેના માટે તમારે ઓનલાઈન બુકિંગ કરવાનું રહેશે અને આ ટ્રેનોનું ટાઈમ ટેબલ બહાર પડતા  અને રૂટ નક્કી થતા બુકિંગ પણ શરૂ થઈ જશે . રેલવે તેની અલગથી જાણકારી ઉપલબ્ધ કરાવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news