ત્રાલમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, બે આતંકી ઠાર, એક સીઆરપીએફના જવાનને ઈજા

પ્રાપ્ત માહિતી અનુસાર આ અથડામણમાં એક સીઆરપીએફના જવાનને ઈજા થઈ છે. 

 

ત્રાલમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, બે આતંકી ઠાર, એક સીઆરપીએફના જવાનને ઈજા

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જમ્મૂ કાશ્મીરમાં આતંકીઓ વિરુદ્ધ ઓપરેશન ફરી શરૂ કરવાના એલાનની સાથે જ ભારતીય સુરક્ષાદળોએ આતંકીઓના ખાતમા માટે ઓપરેશન શરૂ કરી દીધા છે. મંગળવારે આતંકી બુહરાન વાનીના ગઢ ત્રાલમાં સુરક્ષાદળોની આતંકીઓ સાથે અથડામણ ચાલી રહી છે. હાલની માહિતી પ્રમાણે ભારતીય સેનાએ બે આતંકીઓને ઠાર કર્યા છે. આ અથડામણમાં સીઆરપીએફના એક જવાનને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્ત જવાનને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઓપરેશન જારી છે. 

 આ પહેલા રવિવાર (17 જૂન)એ કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથ સિંહે જમ્મૂ કાશ્મીરમાંથી સીઝફાયર ખતમ કરવાની જાહેરાત કરી હતી. તેમણે સુરક્ષાદળોને આદેશ આપ્યો હતો કે, ઘાટીમાં આતંકીઓ વિરુદ્ધ ઓપરેશન શરૂ કરો. રાજનાથ સિંહે એલાન કરતા કહ્યું હતું કે, ઘાટીમાં શાંતિ માટે અમે આ જાહેરાત કરી હતી. રમજાનના પવિત્ર મહિનામાં લોકોને મુશ્કેલી ન થાય તે માટે કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો હતો. હવે સુરક્ષા જવાનોને કહી દેવામાં આવ્યું છે કે, આતંકીઓ વિરુદ્ધ જે પગલા ભરવા હોય તે ભરે. સુરક્ષાદળો આતંકીઓ વિરુદ્ધ પોતાનું ઓપરેશન શરૂ કરે. સરકાર ઘાટીમાં શાંતિની સ્થાપના કરવા પ્રયત્નો ચાલુ રાખશે.

— ANI (@ANI) June 19, 2018

મહત્વનું છે કે, જમ્મૂ કાશ્મીરમાં રમજાન દરમિયાન સીઝફાયર લાગૂ કરતા સમયે રાજનાથ સિંહે કહ્યું હતું, કાશ્મીરમાં સીઝફાયર નથી પરંતુ સસ્પેન્શન ઓફ ઓપરેશન (કાર્યવાહી થોડા સમય માટે રોકી દેવી) છે. તેમણે કહ્યું હતું કે, સેના હાથ બાંધીને બેઠી નથી. કોઇપણ આતંકી ગતિવિધિ થવા પર અમે ઓપરેશન ફરી શરૂ કરશું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news