રેલ્વેમાં નિકળશે સેંકડો નોકરીઓ, સરળ કરાશે પરીક્ષાની પ્રક્રિયા: રેલ્વે મંત્રી
રેલ્વેમાં ઝડપથી 13 હજાર કરતા વધારે નોકરીઓ પેદા કરાશે, તમામ કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ્સ હશે
Trending Photos
પટના : કેન્દ્રીય રેલ્વે મંત્રી પીયૂષ ગોયલે રેલ્વેમાં જલ્દી બંમ્પર ભર્તીઓ આવવાની હોવાના સંકેત આપ્યા હતા. તેમણે કહ્યું કે, ઝડપથી રેલ્વે સુરક્ષા ફોર્સમાં 10 હજાર પદ પર ભર્તીઓ ચાલુ કરવામાં આવશે. ખાસ વાત છેકે આ ભરતીમાં 50 ટકા સીટો મહિલાઓ માટે હશે. તેમણે કહ્યું કે, ટ્રેનોમાં મહિલાઓ અને બાળકોની સુરક્ષા મુદ્દે કડક વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મહિલાઓની સુરક્ષાને જોતા આરપીએફમાં મોટા પ્રમાણમાં મહિલાઓની ભરતી કરવામાં આવશે.
પીયૂષ ગોયલ બિહારની મુલાકાતે છે. અહીં તેમણે રેલ્વેની નવી યોજનાઓના શિલાન્યાસ તથા લોકાર્પણ કર્યું. એક કાર્યક્રમને સંબોધિત કરતા પીયૂષ ગોયલે ઝડપથી રેલ્વેમાં બમ્પર ભર્તીઓ કાઢવાની વાત કરવામાં આવી. તેમણે કહ્યું કે, રેલ્વેમાં સુરક્ષાની મજબુતી લાવવા માટે 10 હજાર પોસ્ટ પર ભરતી કરવામાં આવશે. તેમાંથી 50 ટકા મહિલાઓ હશે. આરપીએફના માટે ઝડપથી અરજી પ્રક્રિયા ચાલુ કરવામાં આવશે. સમગ્ર દેશમાં 6 હજારથી વધારે સ્ટેશનોને સીસીટીવી કેમેરાથી લેસ કરવામાં આવશે.
ગોયલે કહ્યું કે, આરપીએફની ભરતી ઉપરાંત 13 હજાર જોબ્સ અને પેદા કરવામાં આવશે. આ પદો માટે માત્ર કોમ્પ્યુટર ટેસ્ટના આધારે ભરતી કરવામાં આવશે. તેમના માટે ઇન્ટરવ્યું નહી લેવામાં આવે. પટનામાં આયોજીત એક કાર્યક્રમમાં રેલ્વે મંત્રીએ પટના- દીધા રેલ્વે જમીન સંબંધિત કાગળ બિહાર સરકારને સોંપશે. તેમણે કહ્યું કે, આ હસ્તાંતરણથી પટનાવાસીઓની ટ્રાફીક સંબંધિત સમસ્યાઓનો અંત થશે તથા નગરના લોકોને સુવિધા હશે. રેલ્વે આ જમીન બિહાર સરકારને સોંપી રહી છે. બિહાર સરકાર તેના પર ફોર લેન માર્ગ નિર્માણ કરાવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે