107 વર્ષની મહિલાને પદ્મશ્રી, સન્માન મળ્યા બાદ રાષ્ટ્રપતિ કોવિંદને માથે હાથ મૂકી આપ્યાં આશીર્વાદ 

પદ્મ પુરસ્કાર વિતરણ સમારોહ શનિવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાઈ ગયો જ્યાં પદ્મ પુરસ્કાર આપવામા આવ્યાં. અનેક રસપ્રદ અને ભાવવિભોર કરી નાખે તેવા નજારા પણ જોવા મળ્યાં જેને જોઈને આંખો ભરાઈ જાય.

107 વર્ષની મહિલાને પદ્મશ્રી, સન્માન મળ્યા બાદ રાષ્ટ્રપતિ કોવિંદને માથે હાથ મૂકી આપ્યાં આશીર્વાદ 

નવી દિલ્હી: પદ્મ પુરસ્કાર વિતરણ સમારોહ શનિવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાઈ ગયો જ્યાં પદ્મ પુરસ્કાર આપવામા આવ્યાં. અનેક રસપ્રદ અને ભાવવિભોર કરી નાખે તેવા નજારા પણ જોવા મળ્યાં જેને જોઈને આંખો ભરાઈ જાય. કર્ણાટકમાં હજારો છોડ વાવનારા 107 વર્ષના સાલુમરદા થીમક્કાને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પદ્મશ્રી એવોર્ડથી નવાજ્યાં. વયોવૃદ્ધ આ મહિલાએ ત્યારબાદ કોવિંદને માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યાં. જેણે આ દ્રશ્ય જોયું તેઓ ભાવવિભોર થઈ ગયાં. ખાસ વાત એ હતી કે થિમક્કા પદ્મ પુરસ્કાર લેવા માટે ચપ્પલ પહેર્યા વગર ખુલ્લા પગે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતાં. 

થીમક્કાએ વડના 400 છોડ સહિત 8000થી વધુ છોડ વાવ્યા છે. આ જ કારણે તેમને વૃક્ષ માતાની ઉપાધિ પણ મળી છે. તેમને રાષ્ટ્રપતિ ભવનમાં શનિવારે અન્ય વિજેતાઓની સાથે પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં. કડક પ્રોટોકોલ હેઠળ આયોજિત સમારોહમાં હળવા લીલા રંગની સાડી પહેરીને આવેલા થીમક્કાએ હસતા ચહેરાની સાથે માથા પર ત્રિપુંડ કર્યું હતું. 

— President of India (@rashtrapatibhvn) March 16, 2019

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પોતાના અધિકૃત ટ્વિટર હેન્ડલ પરથી લખ્યું કે રાષ્ટ્રપતિનું સૌભાગ્ય છે કે તેમને ભારતના સૌથી સારા અને કાબિલ લોકોને સન્માનિત કરવાની તક મળી. પરંતુ આજે કર્ણાટકના પર્યાવરણશાસ્ત્રી 107 વર્ષના સાલુમરદા થીમક્કાએ મને આશીર્વાદ આપ્યાં. એ વાત મારા મનને સ્પર્શી ગઈ. 

થીમક્કાના આ સહજ કામથી રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને અન્ય મહેમાનોના ચહેરા પર હાસ્ય છવાઈ ગયું હતું અને સમારોહ કક્ષમાં તાળીઓનો ગડગડાટ જોવા મળ્યો હતો. થીમક્કાની કહાની ધૈર્ય અને દ્રઢ સંકલ્પની કહાની છે. તેઓ જ્યારે ઉમરના ચોથા દાયકામાં હતાં ત્યારે બાળક ન હોવાના કારણે આત્મહત્યાનું વિચારી રહ્યાં હતાં પરંતુ પોતાના પતિની મદદથી તેમણે વૃક્ષારોપણમાં જીવનનો સંતોષ શોધ્યો. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news