Jagannath Rath Yatra 2022: જગન્નાથ પુરી મંદિરની 10 રસપ્રદ વાતો, પૌરાણિક માન્યતાથી 1100 વર્ષ જૂના રસોડા સુધી બધુ જ
Jagannath Rath Yatra 2022: ઓડિશાના પુરીમાં સ્થિત જગન્નાથ મંદિરેથી વિશ્વની પ્રસિદ્ધ જગન્નાથ રથ યાત્રા નીકળે છે. જગન્નાથ મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણ જગન્નાથ રૂપમાં બિરાજમાન છે. દર વર્ષે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ રથમાં સવાર થઈ નગરચર્યાએ નીકળે છે. જેમાં સામેલ થવા માટે દેશના ખુણે-ખુણેથી શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે.
Trending Photos
Jagannath Rath Yatra 2022: ઓડિશાના પુરીમાં સ્થિત જગન્નાથ મંદિરેથી વિશ્વની પ્રસિદ્ધ જગન્નાથ રથ યાત્રા નીકળે છે. જગન્નાથ મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણ જગન્નાથ રૂપમાં બિરાજમાન છે. દર વર્ષે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ રથમાં સવાર થઈ નગરચર્યાએ નીકળે છે. જેમાં સામેલ થવા માટે દેશના ખુણે-ખુણેથી શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. મંદિરમાં ભગવાન જગન્નાથ સાથે તેમના ભાઈ બલરામ અને બહેન સુભદ્રા પણ બિરાજમાન છે. ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાની મૂર્તિઓ કાષ્ઠ એટલે કે લાકડામાંથી બનાવવામાં આવેલી છે. આ મૂર્તિઓની પૂજા કરવામાં આવતી નથી, આ માત્ર શ્રદ્ધાળુઓના દર્શનાથ માટે રાખવામાં આવી છે. માન્યતા છે કે આ મૂર્તિઓનું રૂપ બદલાતું રહે છે. જગન્નાથ રથ યાત્રા 1 જુલાઈથી લઇને 12 જુલાઈ સુધી ચાલે છે. ત્યારે આવો જાણીએ પુરીમાં જગન્નાથ મંદિર વિશે 10 રસપ્રદ વાતો જાણીએ અને અહીંના 1100 વર્ષ જૂના રસોડા પર પ્રકાશ પાડીએ.
પુરીના જગન્નાથ મંદિર સાથે જોડાયેલી 10 મહત્વપૂર્ણ વાતો
1. આ મંદિરને સતયુગમાં રાજા ઇન્દ્રદ્યુમે બનાવ્યું હતું. સમય-સમય પર આ મંદિરનું જીર્ણોદ્ધાર થતું રહે છે. મહાભારતના વનપર્વમાં આ મંદિરના સૌથી પહેલા પ્રમાણ મળ્યા છે. વર્તમાન મંદિર 7 મી સદીમાં બનાવવામાં આવ્યું હતું. 1174 માં ઓડિશાના શાસક અનંગ ભીમદેવે આ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો હતો. મુખ્ય મંદિરની આસપાસ લગભગ 30 નાના-મોટા મંદિર આવેલા છે.
2. જગન્નથ રથ યાત્રા માટે રથનું નિર્માણ લીમડાના પવિત્ર લાકડામાંથી થયું છે. આ લાકડાને દારૂ કહે છે. રથના નિર્માણમાં કોઈપણ પ્રકારની ખીલી, કાંટા અને ધાતુનો ઉપયોગ કરવામાં આવતો નથી.
3. શ્રી જગન્નાથ મંદિર શિખર પર ચઢાવવામાં આવેલી ધ્વજા હંમેશા પવનની વિપરિત દિશામાં લહેરાવે છે. દરરોજ સાંજે મંદિર ઉપર ચઢાવેલી ધ્વજાને બદલવામાં આવે છે.
4. જગન્નાથ મંદિર 4 લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલું છે. તેની ઉંચાઈ લગભગ 214 ફૂટ છે. આ ઘુમ્મટનો પડછાયો તમને જોવા મળશે નહીં. મંદિરની નજીક ઉભા રહેવાથી મંદિરનો ઘુમ્મટ દેખાતો નથી.
5. પુરીમાં કોઈપણ જગ્યાએથી મંદિર પર લગાવેલું સુદર્શન ચક્ર જોવાથી તે હંમેશા તમારી સામે જ નજર આવશે. તેને નીલચક્ર પણ કહેવામાં આવે છે અને તે અષ્ટધાતુમાંથી બનેલું છે.
6. રથયાત્રા મંદિરમાંથી નીકળી ગુંડીચા ઘર પહોંચે છે. ગુંડીચા માર્જન પરંપરા અનુસાર રથ યાત્રાના એક દિવસ અગાઉ શ્રદ્ધાળુઓ દ્વારા ગુંડીચા મંદિરને શુદ્ધ પાણીથી સાફ કરવામાં આવે છે. આ પરંપરાને ગુંડીચા માર્જન પરંપરા કરે છે.
7. જગન્નાથ મંદિરના સિંહદ્વારનું પહેલું પગથિયું ચઢતા જ દરિયાનો અવાજ સંભળાવવાનો બંધ થઈ જાય છે. પરંતુ મંદિરની બહાર નીકળતા જ તમને તે અવાજ સંભળાવવા લાગે છે.
8. બ્રહ્મ અને સ્કંદ પુરાણ અનુસાર અહીં ભગવાન વિષ્ણુ પરુષોત્તમ નીલમાધવના રૂપમાં અવતરિત થયા અને સબર જાનજાતિના પરમ પૂજ્ય દેવતા બની ગયા.
9. સ્કંદ પુરાણ અનુસાર પુરી એક દક્ષિણવર્તી શંખ જેવું છે અને આ 5 કોસ એટલે કે 16 કિલોમીટરના ક્ષેત્રમાં ફેલાયેલું છે.
10. આ મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાની અપૂર્ણ મૂર્તિઓ બિરાજમાન છે. આ મૂર્તિઓને અપૂર્ણ બનાવવા અને લાકડાથી બનાવવા પાછળ રાજા ઇન્દ્રદ્યુમ અને તેમની પત્ની ગુંડીચા સાથે જોડાયેલી લાંબી કહાની છે.
11 મી સદીમાં શરૂ થઈ હતી જગન્નાથ મંદિરનું રસોડું
ભગવાન જગન્નાથ મંદિરનું રસોડું 11 માં સદીમાં રાજા ઇન્દ્રવર્માના સમયે શરૂ થઈ હતી. આ કારણ છે કે આ વિશ્વનું સૌથી જુનું રસોડું કહેવાય છે. હાલનું રસોડું 1682 થી 1713 વચ્ચે તે સમયના રાજા દિવ્ય સિંહદેવે બનાવ્યું હતું. ત્યારથી આ રસોડામાં ભોગ બનાવવામાં આવે છે. કહેવામાં આવે છે કે, આ રસોડામાં લગભગ 1 લાખ લોકોનું ભોજન બને છે. ભગવાનને દરરોજ 6 વખત ભોગ ચઢાવવામાં આવે છે. 500 રસોઈયા 300 સાથીદારો ભેગા મળીને ભગવાન જગન્નાથજીનો પ્રસાદ બનાવે છે.
અહીં એકવાર ભોગ બન્યા બાદ તમામ હાંડીઓ તોડી નાખવામાં આવે છે અને આગામી વખત નવા વાસણમાં ભગવાન માટે ભોગ બનાવવામાં આવે છે. ભગવાનને ભોગ 700 નાની-મોટી માટીની હાંડીઓમાં બનાવવામાં આવે છે. જેને કુંભાર બનાવે છે. ભગવાન જગન્નાથ માટે ભોગ 240 ચુલાઓમાં બનાવવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે