હવે દેશના 125 કરોડ લોકો સુધી પહોંચ્યું આધાર કાર્ડ, નવી મોબાઇલ એપ પણ લોન્ચ

હવે દેશના સવા અબજ લોકોની પાસે આધાર કાર્ડ છે. મહત્વનું છે કે, ઘણી જરૂરી સરકારી સેવાઓ અને અન્ય ઘણી જગ્યા પર આધાર કાર્ડને દસ્તાવેજ તરીકે માન્યતા પ્રાપ્ત છે. આધાર કાર્ડમાં કોઈપણ વ્યક્તિનું નામ, સરનામું અને બાયોમેટ્રિક ડિટેલ નોંધાઈ છે. 
 

હવે દેશના 125 કરોડ લોકો સુધી પહોંચ્યું આધાર કાર્ડ, નવી મોબાઇલ એપ પણ લોન્ચ

નવી દિલ્હીઃ દેશમાં આધાર કાર્ડ ધારક નાગરિકોની સંખ્યા 125 કરોડની પાસ પહોંચી ગઈ છે. આધાર કાર્ડ જારી કરતી સંસ્થા ભારત યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી (Unique Identification Authority of India) તરફથી આ જાણકારી આપવામાં આવી છે. મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજીએ કહ્યું કે, આધાર જારી કરવાના મામલામાં નવો પાયાનો પથ્થર સાબિત થયો છે. 

તેનો અર્થ છે કે હવે દેશના સવા અબજ લોકોની પાસે આધાર કાર્ડ છે. મહત્વનું છે કે, ઘણી જરૂરી સરકારી સેવાઓ અને અન્ય ઘણી જગ્યા પર આધાર કાર્ડને દસ્તાવેજ તરીકે માન્યતા પ્રાપ્ત છે. આધાર કાર્ડમાં કોઈપણ વ્યક્તિનું નામ, સરનામું અને બાયોમેટ્રિક ડિટેલ નોંધાઈ છે. 

— ANI (@ANI) December 27, 2019

આધાર માટે લોન્ચ થઈ નવી મોબાઇલ એપ
ઉલ્લેખનીય છે કે આધાર સંબંધી ડીટેલને ડાઉનલોડ કરવા માટે યૂઆઈડીએઆઈએ એક નવો મોબાઇલ એપ લોન્ચ કરી છે. આ એપને યૂઆઈડીએઆઈના ડેટાબેસમાં રજીસ્ટર્ડ મોબાઇલ નંબર પર ગૂગલ પ્લે એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે. આ એપમાં કાર્ડધારકનો આધાર નંબર, નામ, જન્મતારિખ, જાતિ, એડ્રેસ તથા ફોટોગ્રાફ સંબંધિત ડેટા હોય છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news