પાર્ટનરને ખુશ કરવામાં તમે પતી જશો, ભારે પડશે મોજ...જાણો આ દવાની સાઈડ ઈફેક્ટ
Viagras Side Effect: પ્લેબૉય બૉસના નામથી જાણીતા હ્યૂગ હેફનરે પણ એકવાર એવો દાવો કર્યો હતો કે વિયાગ્રાના વધુ ઉપયોગે તેમને બહેરા બનાવી દીધા હતા. વર્ષ 2017માં 91 વર્ષની વયે તેમનું નિધન થયું હતું. આડેધડ વિયાગ્રા લેવાનું કરજો બંધ, નહીં તો આવશે પસ્તાવાનો વારો...
Trending Photos
Side Effects of Viagra : વિયાગ્રા એક એવી દવા છે જોનો ઉપયોગ ભારત જ નહીં બલકે દુનિયાના અલગ અલગ દેશોમાં થતો હોય છે. સેક્સયુલ પાવર વધારવા માટે લોકો આ દવાનો ઉપયોગ કરતા હોય છે. સામાન્ય રીતે મોટી ઉંમરના લોકોને આ દવાની જરૂર પડતી હોય છે. તે પણ ડોક્ટરની સલાહ બાદ આ દવા લેતા હોય છે. જોકે, અત્યારે ટ્રેન્ડ બદલાયો છે, વધુ પડતા પ્લેઝર માટે યુવાઓ પણ આ ગોળીઓ ખાઈને સંબંધ બાંધવાનો પ્રયાસ કરે છે. પાર્ટનરને ખુશ કરવા માટે યુવા વર્ગ પણ હાલ આ દવાનો ખોટા રવાડે ચઢ્યો છે. ત્યારે આ દવાથી થઈ સાઈડ ઈફેક્ટ જાણીને તમે પણ ચોંકી જશો.
બેડરૂમમાં પાર્ટનરને ખુશ કરવા માટે વિયાગ્રા જેવી દવાઓનો ઉપયોગ દુનિયાભરમાં થાય છે. આ દવાથી પુરુષોની યૌન ક્ષમતાથી જોડવામાં આવે છે અને જેમની યૌન ક્ષમતા નબળી હોય છે, ડૉક્ટર્સ તેમને લેવાની સલાહ આપે છે. પરંતુ શું તમને એ ખબર છે કે તબીબો ખુદ વિયાગ્રાના ઉપયોગને યોગ્ય નથી માનતા.
વિયાગ્રા મામલે કેટલાક લોકોએ એવી પણ ફરિયાદ કરી છે કે તેમને પ્રાઈવેટ પાર્ટ સાથે જોડાયેલી કેટલી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. બેડરૂમમાં પર્ફોર્મન્સ સારું બનાવવા માટે તેમણે આ દવાનો ઉપયોગ કર્યો હતો પરંતુ કેટલાક લોકોને દર્દની પણ ફરિયાદ કરી હતી. વિયાગ્રાનો ઉપયોગ કરનારા લોકો એવો દાવો કરી ચુક્યા છે કે, તેમના કાનમાં બહેરાશની સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. બ્રિટેનમાં વિયાગ્રા લેનારા નવ લોકોએ જણાવ્યું કે, આ દવાનો ઉપયોગ કર્યા બાદ છેલ્લા પાંચ વર્ષમાં તેમણે અનેક સાઈડ ઈફેક્ટ્સનો સામનો કર્યો છે.
વિયાગ્રાનો ઉપયોગ કરનારા લોકો એવો દાવો કરી ચુક્યા છે કે, તેમના કાનમાં બહેરાશની સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. બ્રિટેનમાં વિયાગ્રા લેનારા નવ લોકોએ જણાવ્યું કે, આ દવાનો ઉપયોગ કર્યા બાદ છેલ્લા પાંચ વર્ષમાં તેમણે અનેક સાઈડ ઈફેક્ટ્સનો સામનો કર્યો છે. પ્લેબૉય બૉસના નામથી જાણીતા હ્યૂગ હેફનરે પણ એકવાર એવો દાવો કર્યો હતો કે વિયાગ્રાના વધુ ઉપયોગે તેમને બહેરા બનાવી દીધા હતા. વર્ષ 2017માં 91 વર્ષની વયે તેમનું નિધન થયું હતું.
થોડા સમય પહેલાં સામે આવેલાં એક રિપોર્ટ પ્રમાણે તમામ 543 સાઈડ ઈફેક્ટ્સ વિયાગ્રા કે મેડિકેશનના જેનરિક વર્ઝન સિલ્ડેનાફિલ સાથે જોડાયેલા હતા. આ આંકડા વર્ષ 2017 બાદના સમયને કવર કરે છે. જ્યારે ફાર્મસીઓમાં કાઉન્ટર પર દવા ખરીદવાની અનુમતિ માટેના કાયદામાં ફેરફાર કરવામાં આવ્યો હતો. વિયાગ્રા લેતા લોકોમાં વધુ કેટલાક સાઈડ ઈફેકટ્સ પણ જોવા મળી રહ્યા છે. જેમાં ઉલ્ટી, બેહોશી, પેટ ફૂલવું, કમરમાં દુખાવો, કન્ફ્યૂઝન અને મેમરી લૉસ જેવી સાઈડ ઈફેક્ટ છે. એક યૂઝરે એવું પણ જણાવ્યું કે તેની આંખોની રોશની પર ખરાબ અસર પડી હતી. વિશેષજ્ઞોનું કહેવું છે કે, વિયાગ્રાનો ઉપયોગ નિષ્ણાંતોની દેખરેખ હેઠળ કરવો જોઈએ.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે