શિયાળામાં ભૂખ્યા પેટે ખાઓ આ 7 વસ્તૂઓ થશે જબરદસ્ત ફાયદો
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ સામાન્ય રીતે શિયાળો એટલે ખાઈ-પીને મસ્ત રહેવાની સિઝન. કારણકે, એવું કહેવાય છેકે, બાર મહિનામાં શિયાળા દરમિયાન તમે સારો ખોરાક લીધો હોય તો તેના કારણે તમારું આખુંય વર્ષ સ્વસ્થ રહે છે. સમગ્ર વર્ષ દરમ્યાન તમારું સ્વાસ્થ્ય સારું રાખવા માટે શું ખાવું અને શું ન ખાવું તે જાણવું ખુબ જ જરૂરી છે.
શિયાળો ચાલી રહ્યો છે ત્યારે અમે તમને આવી 7 વસ્તુઓ જણાવીશું જેના સેવનથી તમને ખૂબ ફાયદો થશે.આ સીઝનમાં તળેલી વસ્તુઓનું સેવન પણ વધે છે, જેના કારણે પેટમાં ઘણી સમસ્યાઓ થાય છે. શિયાળામાં ભૂખ્યા પેટે આ 7 વસ્તુ ખવાથી ફાયદો થાય છે.આવો જાણીએ આ 7 વસ્તુઓ વિશે.
પલાળેલા બદામ
બદામમાં મેંગેનીઝ, વિટામિન E, પ્રોટીન, ફાઇબર, ઓમેગા-3 અને ઓમેગા-6 ફેટી એસિડ હોય છે.બદામ હંમેશાં રાત્રે પલાળીને સવારે ખાવી જોઈએ.બદામ પલાળ્યા બાદ તેની છાલ સરળતાથી નિકળે છે.બદામની છાલમાં ટેનીન હોય છે જે શરીરમાં પોષક તત્વોના શોષણને રોકે છે.બદામના પોષણ આપવા ઉપરાંત, શરીરને ગરમ પણ રાખે છે.
નવશેકું પાણી અને મધ
ઠંડા વાતાવરણમાં તમારા દિવસની શરૂઆત નવશેકા પાણી અને મધ સાથે કરો.મધમાં ખનીજ, વિટામિન, ફ્લેવોનોઈડ અને ઉત્સેચકો ભરપૂર માત્રામાં હોય છે.આ વસ્તુઓ આંતરડાને સાફ રાખે છે.આ સિવાય વજન ઘટાડવામાં પણ આ ખૂબ અસરકારક છે.
સુકા મેવા
નાસ્તા પહેલાં એક મુઠ્ઠી કોઈ પણ પ્રકારનો સુકો મેવો એટલેકે કાજુ,બદામ,દ્રાક્ષ ખાવાથી પેટમાં કોઈ તકલીફ થતી નથી.આ માત્ર પાચનમાં સુધારો જ નહીં પરંતુ પેટના પીએચ સ્તરને સામાન્ય બનાવવામાં પણ મદદ કરે છે.તમારા દૈનિક આહારમાં કિસમિસ, બદામ અને પિસ્તાનો સમાવેશ કરો.સુકામેવાને વધારે પ્રમાણમાં ન ખાઓ, નહીં તો તેનાથી શરીર પર ફોલ્લીઓ થઈ શકે છે.
ઓટમીલ
જો તમે ઓછી કેલરી અને પોષક તત્વોથી ભરલું કઈ ખાવા માગતા હોય તો ઓટમીલ ખાવું જોઈએ.ઓટમીલ આંતરડાને સ્વસ્થ રાખે છે.ઓટમીલ ખાવાથી લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી અને વજન નિયંત્રણમાં રહે છે.
પપૈયા
આંતરડાને સ્વસ્થ રાખવાની સાથે પપૈયું ખાવાથી પેટની ઘણી સમસ્યાઓ દૂર થાય છે.પપૈયાને ભૂખ્યા પેટે ખવતો તે તેમારા માટે સુપરફૂડ છે.પપૈયું દરેક સીઝનમાં ખૂબ આસાનીથી મળી જાય છે.પપૈયાથી કોલેસ્ટરોલ ઘટે છે, હૃદયરોગને મટાડી શકાય છે અને વજન પણ ઘટાડી શકાય છે.
પલાળેલા અખરોટ
બદામની જેમ રાત્રે 2-5 અખરોટ પલાળીને સવારે ખાલી પેટે ખાવાથી ફાયદો થાય છે.પલાળેલી અખરોટમાં સૂકી અખરોટ કરતા વધારે પોષક તત્વો હોય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે