Beetroot: દરરોજ સવારે ખાલી પેટે કરો બીટનું સેવન, શરીરને મળશે જોરદાર ફાયદા

Benefits Of Beetroot: બીટરૂટ એક ખૂબ જ પૌષ્ટિક શાકભાજી છે, જેને આપણે આપણી આદતોમાં સામેલ કરવી જોઈએ, ચાલો જોઈએ તેના ફાયદાઓ.
 

Beetroot: દરરોજ સવારે ખાલી પેટે કરો બીટનું સેવન, શરીરને મળશે જોરદાર ફાયદા

નવી દિલ્હીઃ Why You Should Eat beetroot Empty Stomach: બીટ એક એવું શાકભાજી છે જે જમીનની અંગર ઉગે છે. તેનો ઉપયોગ સામાન્ય રીતે સલાડ તરીકે થાય છે, પરંતુ તેનું જ્યુસ પણ ખુબ પસંદ કરવામાં આવે છે. તેમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે. તે આયનનો રિચ સોર્સ છે. સાથે તેમાં ડાઇટરી ફાઇબર, નેચરલ શુગર, મેગ્નીશિયમ, સોડિયમ અને પોટેશિયમ પણ હોય છે. જે આપણા સ્વાસ્થ્યને દરેક પ્રકારે ફાયદો પહોંચાડે છે. આવો જાણીએ જો તમે દરરોજ ખાલી પેટે બીટનું સેવન કરો તો તેની અસર થોડા દિવસમાં જોવા મળે છે. 

1. યુરિનની સમસ્યા (Urine Infections)
ભારતમાં ઘણા લોકો યુરિન ઇન્ફેક્શનની સમસ્યાથી પરેશાન રહે છે, તેમાં યોગ્ય રીતે યુરિનનું ન આવવું, યુરિનમાં બળતરા વગેરે સામેલ છે. તેનાથી બચવા માટે સવારના સમયે બીટનું જ્યુસ જરૂર પીવો, તેના દ્વારા તમને ખુબ રાહત મળશે. 

2. વોટર રિન્ટેશનથી બચાવ (Water Retention)
શરીરમાં 70 ટકા પાણી હોય છે તેથી બોડીમાં ક્યારેય તરલ પદાર્થની કમી ન થવી જોઈએ. પરંતુ જો વોટર રિટેન્શન થવા લાગે તો તે મુશ્કેલીનું કારણ બની જાય છે. જો તમને આવી સમસ્યા હોય તો ખાલી પેટ બીટનું સેવન કરો.

3. વજન ઘટાડવામાં મદદરૂપ (Weight Loss)
જે લોકો વધતા વજન, પેટ અને કમરની ચરબીથી પરેશાન છે તો સવારના સમયમાં બીટ ખાવ, કારણ કે તેનામાં ખુબ માત્રામાં ડાઇટરી ફાઇબર હોય છે, જેનાથી વધુ સમય ભૂખ લાગતી નથી અને તમે વધુ ખાવાથી બચી જાવ છો. 

4. ન્યૂટ્રિએન્ટ્સનું Absorption (Absorption Of Nutrients)
બીટ પોષકતત્વોથી ભરપૂર હોય છે. મોટા ભાગના હેલ્થ નિષ્ણાંતો તેને સવારે ખાલી પેટે ખાવાની સલાહ આપે છે કારણ કે તેમ કરવાથી ન્યૂટ્રિએન્ટ્સનું Absorption થઈ જાય છે. જેનાથી કોઈ પ્રકારની બીમારી થતી નથી. ખાસ કરીને વિટામિન અને મિનરલ્સનું અવશોષણ સરળ થઈ શકે છે. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલૂ નુસ્ખા અને સામાન્ય માહિતી પર આધારિત છે. તમે કોઈ સ્વાસ્થ્ય નિષ્ણાંતની સલાહ લઈ શકો છો)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news