Weight Loss Tea: આ સ્પેશિયલ ચા પીવાથી મહિનામાં ઉતરી જશે વજન, મેમરી પાવર પણ બુસ્ટ થશે

White Tea For Weight Loss: આપણામાંથી મોટાભાગના લોકોએ દૂધ અને ચાપત્તીવાળી ચા, બ્લેક ટી અને ગ્રીન ટી  ચોક્કસ પીધી હશે પરંતુ શું તમે ક્યારેય સફેદ ચા પીધી છે? આ એક એવી ચા છે જેના વિશે સામાન્ય રીતે વાત થતી નથી પરંતુ તે સ્વાસ્થ્ય માટે  ખુબ ફાયદાકારક છે.

Weight Loss Tea: આ સ્પેશિયલ ચા પીવાથી મહિનામાં ઉતરી જશે વજન, મેમરી પાવર પણ બુસ્ટ થશે

White Tea For Weight Loss: આપણામાંથી મોટાભાગના લોકોએ દૂધ અને ચાપત્તીવાળી ચા, બ્લેક ટી અને ગ્રીન ટી  ચોક્કસ પીધી હશે પરંતુ શું તમે ક્યારેય સફેદ ચા પીધી છે? આ એક એવી ચા છે જેના વિશે સામાન્ય રીતે વાત થતી નથી પરંતુ તે સ્વાસ્થ્ય માટે  ખુબ ફાયદાકારક છે. જો તમે વજન ઉતારવાની ઈચ્છા ધરાવતા હોવ તો આ ચા તમારા માટે કોઈ વરદાનથી કમ નથી. આ સાથે જ આ હર્બલ ટીને પીવાથી ચહેરા પર ઉંમરની અસર પણ ધીરે ધીરે ગાયબ થવા લાગે છે. 

સફેદ ચા પીવાથી મળતા પોષકતત્વો
સફેદ ચા (White Tea) ન્યૂટ્રિયન્ટ્સથી ભરપૂર ગણાય છે. આ સાથે જ તેમાં એન્ટીમાઈગ્રોબિયલ ક્વોલિટી મળી આવે છે જે આપણને અનેક બીમારીઓથી બચાવે છે. તેમાં પોલીફિનોલ્સ (Polyphenols), ફાયટોન્યૂટ્રિયન્ટ્સ (Phytonutrients) , અને અનેક પ્રકારના કેટેચિંસ (Catechins)  રહેલા છે. આ ઉપરાંત સફેદ  ચામાં  ટેનિન્સ (Tannins), ફ્લોરાઈડ(Fluoride), અને ફ્લેવોનોઈડ્સ(Flavonoids) પણ હોય છે. 

વ્હાઈટ ચાના ફાયદા
ગ્રેટર નોઈડાના GIMS હોસ્પિટલના પૂર્વ ડાયેટિશિયન ડો. આયુષી યાદવ (Dr. Ayushi Yadav)એ ઝી ન્યૂઝને જણાવ્યું કે વ્હાઈટ ટી પીવાથી આપણને કયા કયા ફાયદા થઈ શકે છે. 

1. વજન ઘટાડવા માટે ગ્રીન ટી જરૂર પીધી હશે પરંતુ એકવાર વ્હાઈટ ટી પણ ટ્રાય કરો. તે પીધા બાદ વધુ ભૂખ લાગતી નથી જેથી કરીને વજન ઓછું થવા લાગે છે. 
2. સફેદ ચા એન્ટીઓક્સીડન્ટ્સથી ભરપૂર હોય છે, જેની મદદથી બોડીને નુકસાન પહોંચાડનારા ફ્રી રેડિકલ્સ ગાયબ થઈ જાય છે. 
3. વ્હાઈટ ટીમાં એન્ટી એજિંગ પ્રોપર્ટીઝ મળી આવે છે જે ચહેરાને કરચલીઓથી અને ફાઈન લાઈન્સથી બચાવે છે. 
4. જે લોકોના ચહેરા પર ત્વચા લટકતી જોવા મળે છે તેઓ સફેદ ચા રેગ્યુલર પીવે. તેનાથી ફેસ યંગ દેખાય છે. 
5. જો સવારે તમે વ્હાઈટ ટી પી લેશો તો દિવસભર તમારી એનર્જી  જળવાઈ રહેશે. 
6. વ્હાઈટ ટી પીવાથી તમે રિફ્રેશ ફીલ કરશો અને થાક દૂર થશે. 
7. સફેદ ચા પીવાથી તમને ગળ્યું ખાવાનું ઓછું ફીલ થશે. જેનાથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. 
8. જે લોકોને અપચાનો પ્રોબ્લમ છે તેમણે સફેદ ચા જરૂર પીવી જોઈએ. તેનાથી કબજિયાત અને ગેસ  દૂર થાય છે. 
9. સફેદ ચામાં પોલીફિનોલ્સ મળી આવે છે જે મેમરી પાવરને વધારવાનું કામ કરે છે. 
10. સફેદ ચા પીવાથી ઈમ્યુનિટી બુસ્ટ થાય છે જેનાથી સંક્રમણથી બચાવ થાય છે. 
11. જે લોકો લોહીમાં બેડ કોલેસ્ટ્રોલથી પરેશાન છે તેમણે સફેદ ચા ખાસ પીવી જોઈએ. 
12. બેડ  કોલેસ્ટ્રોલ ઓછું થવાથી હાઈ બીપી, ડાયાબિટિસ, હાર્ટ એટેકનું જોખમ ઘટે છે. 

Disclaimer: પ્રિય વાંચક, અમારો આ લેખ વાંચવા બદલ તમારો આભાર. આ લેખ તમને જાગૃત કરવાના  હેતુથી લખવામાં આવ્યો છે. અમે તેને લખવા માટે ઘરેલુ નુસ્ખાઓ અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. સ્વાસ્થ્ય સંબંધિત કઈ પણ તમે વાંચો તો તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ ચોક્કસપણે લો. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news