ના..ના..કરતા ગુજરાતમાં ફરી ઠંડીનો ચમકારો, આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની તો ભલી થજો!
Gujarat Weather Updates: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેેશે તાપમાન? હાલ ગુજરાતના વિવિધ શહેરોમાં શું છે હવામાનની સ્થિતિ? રાજ્યના કયા જિલ્લામાં સૌથી વધારે જોર બતાવી રહી છે ઠંડી? આગામી દિવસોમાં અમદાવાદની શું હાલત થશે જાણો વિગતવાર...
Trending Photos
Gujarat Weather Updates/ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાતના વાતાવરણમાં સતત પલટો આવી રહ્યો છે. અગાઉ એવી આગાહી કરવામાં આવી હતી કે, વાતાવરણ સુકુ રહેશે અને ઠંડી નહીં પડે એક સપ્તાહ સુધી. પણ અચાનક વાતાવરણમાં પલટો આવી ગયો છે. જેને પગલે ગુજરાતમાં ના...ના...કરતા ફરી વધી ગયું છે ઠંડીનું જોર. ગુજરાતમાં ફરી થઈ રહ્યો છે ઠંડીનો ચમકારો. આગાહીકાર અંબાલાલ પટેલે પહેલાં જ આગાહી કરેલી છેકે, આ તો હજુ શરૂઆત છે, આગામી દિવસોમાં ગુજરાતમાં કાતિલ ઠંડી પડશે, લોકોએ તૈયાર રહેવું પડશે.
ગુજરાતમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો અનુભવાયો. કચ્છના નલિયામાં 11 ડિગ્રી સાથે રાજ્યનું ઠંડુગાર શહેર બન્યું છે. જ્યારે ગાંધીનગર અને અમદાવાદમાં પણ ઠંડીનો પારો ગગડતાં લોકો ઠુંઠવાયા. મહેસાણા અને બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પણ ઠંડી જોર પકડી રહી છે.
જાણો ગુજરાતના કયા શહેરમાં શું છે સ્થિતિ?
સમગ્ર ગુજરાતમાં ફરી વધ્યું છે ઠંડીનું જોર
કચ્છનું નલિયા રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર
નલિયામાં ઠંડીનો પારો પહોંચ્યો 11 ડિગ્રીએ
ગાંધીનગરનું તાપમાન પહોંચ્યું 11.05 ડિગ્રીએ
બનાસકાંઠાના ડીસામાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું
રાજકોટ અને અમદાવાદનું તાપમાન 13 ડિગ્રી નોંધાયું
અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી નોંધાયું
ડીસામાં 12.6, ગાંધીનગરમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું
વડોદરામાં 15, સુરતમાં 20.2 ડિગ્રી તાપમાન નોંધાયું
રાજકોટમાં 13.4, ભાવનગરમાં 17.4 ડિગ્રી તાપમાન નોંધાયું
હવામાન વિભાગના ડોયરેક્ટર ડો.મનોરમા મોહંતીના જણાવ્યા મુજબ સમગ્ર ગુજરાત રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર સતત ઘટી રહી છે. વેસ્ટર્ન ડિસ્ડર્બન્સની અસર ઘટતા ઠંડીમાં વધારો થયો છે. સમગ્ર રાજ્યના લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીનો ચમકારો વધ્યો છે. હજુ પણ આગામી દિવસોમાં વધી શકે છે ઠંડીનું જોર. ખાસ કરીને અમદાવાદીઓએ હજુ ઠંડીમાં ઠુઠવાવું પડશે. અમદાવાદમાં 3 દિવસ લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી રહેવાની સંભાવના પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છેકે, ભારતના અન્ય રાજ્યોમાં પણ ઠંડી પોતાનું જોર બતાવી રહી છે. ખાસ કરીને તમિલનાડુમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. કન્યાકુમારી, તિરુનેલવેલી અને તેનકાસીમાં સ્કૂલો અને કોલેજોમાં રજા આપી દેવામાં આવી છે. હવામાન વિભાગની હજુ પણ 7 દિવસ વરસાદની આગાહી કરી છે. જેની સીધી અસર ગુજરાત સહિતના અન્ય રાજ્યો પર પણ વાતાવરણની દ્રષ્ટિએ વર્તાઈ શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે