Weight Loss: સવારે ઉઠીને કરો માત્ર આ 3 કામ, જલદી ઘટવા લાગશે વજન

Weight Loss Tips: જો તમે પણ મોટાપાથી પરેશાન છો અને વજન ઘટાડવા ઈચ્છો છો તો અમે તમને ત્રણ ટિપ્સ આપી રહ્યાં છીએ. જેને ફોલો કરવાથી તમને વજન ઘટાડવામાં મદદ મળી શકે છે. 

Weight Loss: સવારે ઉઠીને કરો માત્ર આ 3 કામ, જલદી ઘટવા લાગશે વજન

નવી દિલ્હીઃ Morning Habits for Lose Weight: ભાગદોડ ભરેલી જિંદગી અને ખરાબ લાઇફસ્ટાઇલને કારણે ઘણા લોકો મોટાપાનો શિકાર થઈ રહ્યાં છે અને અનેક પ્રયાસ છતાં વજન ઘટાડી શતતા નથી. જો તમે પણ વજન ઘટાડવા ઈચ્છો છો તો અમે તમને આજે એવી ત્રણ આદતો વિશે જણાવીશું, જેને સવારે-સવારે ફોલો કરવાથી તમને વજન ઘટાડવામાં મદદ મળી શકે છે. 

ઉઠીને સૌથી પહેલા ખુદને કરો હાઇડ્રેટ
સવારે ઉઠ્યા બાદ સૌથી પહેલા બોડીને હાઇડ્રેટ કરવી ખુબ જરૂરી હોય છે, કારણ કે સુવા સમયે ન પાણી પીવાનું હોય કે ન કંઈ ખાવાનું હોય છે. બોડી હાઇડ્રેટ રાખવાથી મેટાબોલિઝ્મ વધે છે અને શરીરને વધુ કેલેરીનો નાશ કરવામાં મદદ કરે છે. સવારે-સવારે તમે સાદા પાણી સિવાય, લીંબુ પાણી, જીરુ, અજમા કે અળસીનું પાણી પણ પી શકો છો.

દરરોજ કરો 15-20 મિનિટ વોક કે કસરત
વજન ઘટાડવા માટે શારીરિક વર્કઆઉટ ખુબ જરૂરી છે, તેથી જો તમે વજન ઘટાડવા ઈચ્છતા હોવ તો દરરોજ સવારે 15-20 મિનિટ વોક કે વર્કઆઉટ કરી લો. સવારે એક્સરસાઇઝ કે વોક કરવાથી વધુ કેલેરી બર્ન કરવામાં મદદ કરે છે. આ સિવાય બ્લડ શુગર લેવલ પણ દિવસભર બરાબર રહે છે. આ સિવાય તમે ઈચ્છો તો ધ્યાન, યોગ કે કોઈ સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરી શકો છો. 

પળાલેલા ડ્રાઈ-ફ્રૂટ્સનું કરો સેવન
ઘણીવાર બોડીમાં પ્રોટીન, વિટામિન કે ન્યૂટ્રિએન્ટ્સની કમીને કારણે વજન વધવા લાગે છે. તેથી જો તમે વજન ઘટાડવા ઈચ્છો તો સવારે-સવારે પળાલેલા ડ્રાઈ-ફ્રૂટ્સ ખાવાની ટેવ પાડો. ડાયટમાં ડ્રાઈ ફ્રૂટ્સને સામેલ કરવાથી ઘણા જરૂરી પોષક તત્વોની કમી દૂર થાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news