વગર મહેનતે પાતળા થવું છે? રોજ રાતે સૂતા પહેલા આ કરો આ 5 કામ, ફટાફટ ઉતરવા લાગશે વજન

How To Lose Weight While Sleeping: વજન ઘટાડવા ઈચ્છતા હોવ તો તમારે તમારી ખાણીપીણી અને જીવનશૈલીમાં કેટલાક ફેરફાર ચોક્કસપણે કરવા જોઈએ. વજન ઓછું કરવા રાત્રે સૂતા પહેલા શું કરવું જોઈએ તે ખાસ જાણો. 

વગર મહેનતે પાતળા થવું છે? રોજ રાતે સૂતા પહેલા આ કરો આ 5 કામ, ફટાફટ ઉતરવા લાગશે વજન

Weight Loss Tips: હાલના સમયમાં મોટાપો એક મોટી સમસ્યા બની ગયો છે. લગબગ દરેક બીજી વ્યક્તિ પોતાના વધતા વજનથી પરેશાન છે. ખોટી ખાણીપીણી, અનહેલ્ધી લાઈફસ્ટાઈલ અને કસરત ન કરવાની આદતના કારણે મોટાપો જલદી વધે છે. મોટાપો જોવામાં તો ખરાબ લાગે જ છે પણ સાથે સાથે અનેક ગંભીર બીમારીઓને પણ નોતરે છે. મોટાપાના કારણે ડાયાબિટિસ, હાઈબીપી, કોલેસ્ટ્રોલ અને હ્રદય સંલગ્ન બીમારીઓનું જોખમ વધે છે. વધતા વજનને કંટ્રોલ કરવા માટે લોકો ડાયેટિંગ કરે છે અને કલાકો સુધી જીમમાં પરસેવો વહાવે છે. પરંતુ અનેકવાર ઘણી મહેનત કરવા છતાં વજન ઓછું થતું નથી. આવામાં તમારે ખાણીપીણી અને જીવનશૈલીમાં થોડા ફેરફાર કરવા જોઈએ જેથી કરીને તમે સરળતાથી વજન ઉતારી શકો છોય 

જો તમે પણ મોટાપાથી પરેશાન હોવ અને વજન ઉતારવા માંગતા હોવ તો રાતે સૂતા પહેલા કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખો. આ લેખના માધ્યમથી અમે તમને જણાવીશું કે વજન ઘટાડવા માટે રાતે સૂતા પહેલા કયા 5 કામ કરવાથી બચવું જોઈએ. 

7 વાગ્યા પહેલા કરી લેવું ડિનર
જો તમે વજન  ઉતારવા માંગતા હોવ તો સાંજે 7 વાગ્યા બાદ ડિનર ન કરો. રાતે ખાવા અને સૂવા વચ્ચે લગભગ 3 કલાકનો ગેપ હોવો જોઈએ. જો તમે રાતે મોડેથી ખાતા હોવ તો ખાવાનું બરાબર પચતું નથી. તેની અસર તમારા મેટાબોલિઝમ પર પડે છે. જેનાથી શરીરમાં ફેટ જવા થવા લાગે છે. આથી વજન ઓછું કરવા માંગતા હોવ તો જલદી ડિનર કરવાની આદત પાડવી જોઈએ. 

લાઈટ ડિનર રાખો
રાતે હંમેશા હળવું ભોજન કરવું જોઈએ. વજન ઓછું કરવા માટે ડિરનમાં પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર ચીજનો સામેલ કરો. રાતે તમે લીલા શાકભાજી, સૂપ, સલાડ, દાળ વગેરે ખાઈ શકો છો. જો તમને મોડી રાતે ભૂખ લાગતી હોય તો તમે એક સલાડ કે સફરજન ખાઈ શકો છો. 

અંધારામાં સૂઈ જાઓ
એક રિસર્ચમાં એ વાત સાબિત થઈ છે કે જ્યારે આપણે સૂઈ જઈએ છીએ ત્યારે મેલાટોનિન હાર્મોન આપણા શરીરમાં બ્રાઉન ફેટ બનાવે છે જેનાથી કેલરી બર્ન કરવામાં મદદ મળે છે. અંધારામાં સૂવાથી શરીરમાં મેલાટોનિન વધુ પ્રમાણમાં બને છે. જેનાથી તેજીથી વજન ઘટાડવામાં મદદ મળે છે. આથી રાતે હંમેશા અંધારું કરીને સૂઈ જવું જોઈએ. આ સાથે જ સૂતા પહેલા મોબાઈલ કે ઈલેક્ટ્રોનિક ગેઝેટ્સનો વપરાશ પણ ન કરવો જોઈએ. 

હળદરવાળું દૂધ પીઓ
હળદરવાળું દૂધ પીવાથી વજન ઘટાડવામાં અને સારી ઊંઘ લાવવામાં મદદ મળે છે. હકીકતમાં હળદરમાં થર્મોજેનિક પ્રોપર્ટીઝ હોય છે. જેનાથી ફેટબર્ન કરવામાં મદદ મળે છે. આ સાથે જ મેટાબોલિઝમને પણ પ્રોત્સાહન આપે છે. આથી રોજ રાતે સૂતા પહેલા એક ગ્લાસ હળદરવાળું દૂધ પીવું જોઈએ. 

સારી ઊંઘ લો
મોટાપાનું સીધુ કનેક્શન ઊંઘ સાથે પણ છે. વજન ઉતારવા માટે ઓછામાં ઓછા 7 કલાકની ગાઢ અને શાંતિપૂર્ણ ઊંઘ લેવી જરૂરી છે. જો તમારી ઊંઘ પૂરી નહીં થાય તો તેનાથી મેટાબોલીઝમ સ્લો થ શે અને વેટ ઉતારવું મુશ્કેલ બનશે. 

Disclaimer: પ્રિય વાંચક, અમારો આ લેખ વાંચવા બદલ તમારો આભાર. આ લેખ તમને જાગૃત કરવાના  હેતુથી લખવામાં આવ્યો છે. અમે તેને લખવા માટે ઘરેલુ નુસ્ખાઓ અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. સ્વાસ્થ્ય સંબંધિત કઈ પણ તમે વાંચો તો તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ ચોક્કસપણે લો. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news