Weight Loss Tips: ઝડપથી વજન ઘટાડવા માટે ડાયટમાં સામેલ કરો આ બીજ, એક સપ્તાહમાં થશે ફાયદો
Weight Loss: આજકાલ ઘણા લોકો પોતાના વધતા વજનને લઈને પરેશાન રહે છે. અમે અહીં તમને જણાવીશું કે તમે વજન ઓછું કરવા માટે ક્યા સીડ્સને તમારા ડાયટમાં સામેલ કરી શકો છો.
Trending Photos
નવી દિલ્હીઃ આજકાલ ઘણા લોકો પોતાના વધેલા વજનથી પરેશાન રહે છે. કારણ કે આજકાલ લોકોનું જીવન ભાગદોડભર્યું થઈ ગયું છે અને કસરત કરવાનો સમય મળતો નથી. તેવામાં લોકો મોટાપાનો શિકાર થઈ જાય છે. પરંતુ તેવામાં તમારે પરેશાન થવાની જરૂર નથી, કારણ કે જો તમે સારી રીતે ડાઇટ ફોલો કરો તો સરળતાથી વજન ઘટાડી શકો છો. તેવામાં જો તમે સાંજના નાસ્તામાં કોઈ હેવી વસ્તુને સામેલ કરવાની જગ્યાએ હેલ્ધી સીડ્સ સામેલ કરો તો તમને મોટાપાથી છુટકારો મળી શકે છે. તેવામાં અમે તમને જણાવીશું કે તમે વજન ઘટાડવા ક્યા સીડ્સને તમારા ડાયટમાં સામેલ કરી શકો છો.
વજન ઘટાડવા માટે આ વસ્તુનું કરો સેવન
અળસીના બીજ (flax seeds)
અલશી ઓમેગા-3 નો એક સારો સ્ત્રોત માનવામાં આવે છે. ઓમેગા 3 તમારા શરીરમાં ફેટને સળગાવવાનું કામ કરે છે. તે સિવાય અળસીમાં આયરન, પ્રોટીન અને ફાઇબરની ભરપૂર માત્રા હોય છે. જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેવામાં જો તમે વજન ઓછુ કરવા ઈચ્છો છો તો અળસીનું સેવન કરી શકો છો. તેનું સેવન તમે સ્મૂદીમાં, ડ્રિંક્સમાં, શાકમાં કરી શકો છો.
સૂરજમુખીના બીજ (sunflower seeds)
વજન ઘટાડવા માટે સૂરજમુખીના બીજ ખુબ ફાયદાકારક હોય છે. તેવામાં તમે તેને સલાદ કે સૂપમાં નાખીને ખાઈ શકો છો. તે વિટામિન ઈનો પણ સારો સ્ત્રોત છે. તેનું સેવન કરવાથી તમારા શરીરમાં હાઈ કેલેરી બર્ન થાય છે. તેથી તમને તે વધતા વજનને ઘટાડવામાં મદદ રૂપ થાય છે.
ચિયા સીડ્સ (chia seeds)
ચિયાનું બીજ વજન ઘટાડવા માટે સૌથી ઉપયોગી છે. તે એટલા માટે કારણ કે તે તમારી ભૂખને ઓછી કરવામાં મદદ કરે છે. તેનું સેવન કરવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી.
(આ માહિતી સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તમે કોઈ વસ્તુનું સેવન કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લઈ શકો છો)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે