Uterus cancer: ગર્ભાશયના કેન્સરની શરુઆતમાં જોવા મળે આ 8 લક્ષણ, મહિલાઓએ ઈગ્નોર કરવાની ન કરવી ભુલ

Uterus cancer: ગર્ભાશયના કેન્સરના મોટાભાગના કેસમાં મોડું થઈ જાય છે કારણ કે મહિલાઓ આ બીમારીના શરુઆતના લક્ષણોને ઇગ્નોર કરે છે. જ્યારે કેન્સર વધી જાય છે ત્યારે તેના વિશે ખબર પડે છે અને પછી સારવાર પણ મુશ્કેલ થઈ જાય છે.

Uterus cancer: ગર્ભાશયના કેન્સરની શરુઆતમાં જોવા મળે આ 8 લક્ષણ, મહિલાઓએ ઈગ્નોર કરવાની ન કરવી ભુલ

Uterus cancer: મહિલાઓમાં થતા કેન્સરમાં ગર્ભાશયનું કેન્સર સૌથી વધુ જોવા મળે છે. આ સમસ્યા વધતી ઉંમરે મહિલાઓને થઈ શકે છે. કેટલાક કેસમાં નાની વયમાં પણ મહિલાઓને ગર્ભાશયનું કેન્સર થઈ શકે છે. જો આ કેન્સરના શરૂઆતના લક્ષણોને ઓળખી સારવાર લેવામાં આવે તો કેન્સર મટાડવું શક્ય છે. પરંતુ મોટાભાગના કેસમાં મોડું થઈ જાય છે કારણ કે મહિલાઓ આ બીમારીના લક્ષણોને ઇગ્નોર કરે છે. જ્યારે કેન્સર વધી જાય છે ત્યારે તેના વિશે ખબર પડે છે અને પછી સારવાર પણ મુશ્કેલ થઈ જાય છે. આજે તમને ગર્ભાશયના કેન્સરના 8 લક્ષણો વિશે જણાવીએ. આ લક્ષણો કેન્સરની શરૂઆતમાં જોવા મળે છે. આ લક્ષણોને ક્યારેય ઇગ્નોર કરવા નહીં.  

ગર્ભાશયના કેન્સરના લક્ષણો 

1. ગર્ભાશયના કેન્સરનું સૌથી સામાન્ય લક્ષણ છે માસિક ધર્મ સિવાય પણ અચાનક જ બ્લિડિંગ થવું.

2. ગર્ભાશયનું કેન્સર વધવા લાગે કે ફેલાવવા લાગે તો પેટ અને પેડુમાં દુખાવો થવા લાગે છે. 

3. ગર્ભાશયના કેન્સરની શરૂઆતમાં યોનીમાંથી અસામાન્ય ડિસ્ચાર્જ થાય છે. આ ડિસ્ચાર્જ પાણી જેવો પાતળો હોય છે અને કેટલીક વખત તે ભૂરા રંગનું દેખાય છે. 

4. જો ગર્ભાશયનું કેન્સર મૂત્રાશય કે મળાશય સુધી ફેલાય તો શૌચક્રિયામાં અને પેશાબ કરતી વખતે પણ મુશ્કેલી પડે છે. 

5. કેન્સરના કારણે બ્લિડિંગ વધી જાય છે અને તેના કારણે એનિમિયા પણ થઈ શકે છે જેને લીધે સતત થાક અને નબળાઈ લાગે છે. 

6. કેન્સરની શરૂઆતમાં ભૂખ ઘટી જાય છે અને વજન પણ અચાનક ઘટવા લાગે છે. 

7. કેન્સર વધી રહ્યું હોય તો પેટમાં તરલ પદાર્થ જમા થઈ ગયા હોય તેવો અનુભવ થાય છે. 

8. ગર્ભાશયના કેન્સરના કારણે ઘણી વખત યોની કે ગર્ભાશયમાં સોજો આવી જાય છે અને બળતરા પણ થાય છે. આ સ્થિતિમાં સંભોગ દરમિયાન અસહ્ય પીડા થાય છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news