Weight Loss: ન્યૂટ્રિશનિસ્ટે જણાવી વેટ લોસ કરવાની રીત, આ 2 ડ્રિંક્સ સાબિત થશે અસરદાર

How To Reduce Belly Fat: મોટાભાગના માણસોની ઇચ્છા હોય છે કે તે સ્લિપ ટ્રીમ દેખાય, પરંતુ પેટની ચરબી તમામ અરમાનો પર પાણી ફેરવી દે છે, એવામાં રાતના સમયે તમારે 2 પ્રકારના ડ્રીંક પીવા પડશે, જેની અસર થોડા દિવસોમાં જ જોવા મળી શકે છે. 

Weight Loss: ન્યૂટ્રિશનિસ્ટે જણાવી વેટ લોસ કરવાની રીત, આ 2 ડ્રિંક્સ સાબિત થશે અસરદાર

Fenugreek Tea And Turmeric Milk: વજન ઘટાડવું કોઇપણ વ્યક્તિ માટે આસાન હોતું નથી, તેના માટે સ્ટ્રિક્ટ ડાઇટ અને હેવી એક્સરસાઇઝનો સહારો લેવો પડે છે, ઘણીવાર તમામ પ્રયત્નો છતાં પેટ અને કમરની આસપાસની ચરબી ઓછી થતી નથી, તો સમજી જાવ કે ડેલી લાઇફમાં આપણે કંઇક ને કંઇક મિસ્ટેક કરતા રહીએ છીએ. ઘણા ઓછા લોકોને ખબર હશે કે વજન વધવું એ વાત પર નિર્ભર કરે છે કે ડિનરમાં શું અને કેટલું ખાઇ રહ્યા છો. જો તમે રાતના સમયે ભરપેટ અથવા વધુ કેલરીવાળું ડાયટ ખાવ છો તો મોટી ભૂલ કરી રહ્યા છો. તેના કારણે બેલી ફેટ ઝડપથી વધે છે. 

આ ભૂલના કારણે વધે છે વજન 
ભારતના જાણિતા ન્યૂટ્રિશન એક્સપર્ટ નિખિલ વત્સ (Nikhil Vats)ના અનુસાર જો તમે તમારું વજન ઓછું કરવાને લઇને સીરિયસ છો તો રાત્રે સુવાના 2 કલાક પહેલાં ભોજન લો, કારણ કે ભોજન કર્યા બાદ તાત્કાલિક સુઇ જવું સ્વાસ્થ્ય માટે સારું નથી. આ ઉપરાંત તમારે કેટલાક એવા ડ્રિંક્સનું સેવન કરવું જોઇએ જે વેટ લૂઝ કરવામાં તમારી મદદ કરે છે. 

વેટ લૂઝ કરવા માટે રાત્રે પીવો આ ડ્રિંક્સ

1. હળદરવાળું દૂધ
હળદરમાં ઘણા ઔષધીય ગુણો જોવા મળે છે, તેથી આ મસાલાના વપરાશની સલાહ આપવામાં આવે છે. દૂધને સંપૂર્ણ આહાર કહેવામાં આવે છે કારણ કે તેમાં લગભગ તમામ પ્રકારના પોષક તત્વો મળી આવે છે. આ બંનેનું મિશ્રણ વજન ઘટાડવામાં ખૂબ મદદરૂપ છે. તેથી રાત્રે હળદર વાળું દૂધ પીવું.

2. મેથીવાળી ચા 
જો તમે ફ્લેટ ટમી મેળવવા માંગો છો તો આજથી રાત્રે મેથીની ચા પીવાનું શરૂ કરો. જ્યારે તમે રાત્રે ખૂબ જ ખાઓ છો, ત્યારે સારી પાચનની જરૂર હોય છે, એવામાં મેથીની ચા પાચનને સુધારીને વજન ઘટાડી શકે છે. આ માટે એક ગ્લાસ પાણીમાં એક ચમચી મેથી નાખીને આખી રાત પલાળી રાખો. આ પાણીને સવારે ગાળી લો અને રાત્રે સહેજ ગરમ કર્યા બાદ પીવો. તેની અસર થોડા દિવસોમાં જ જોવા મળશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news