IRCTC Ladakh Tour Package: લદ્દાખ જવું છે તો આ છે ગોલ્ડન પેકેજ, આટલા સસ્તામાં કોઈ નહીં લઈ જાય
Ladakh Tour by Train: ના હોય પણ આ વાત સાચી છે. IRCTC ફરવા માટે એક સોનેરી તક લઈને આવ્યું છે. તમે એપ્રિલથી મે સુધી કોઈપણ સમયે લદ્દાખ જવાનો તમારો પ્લાન બનાવી શકો છો. આ પેકેજ 6 રાત અને 7 દિવસ માટે છે. કરો તૈયારી અને કરો બુકિંગ, તમને ફરવાનો શોખ હોય તો આ પેકેજ ઉત્તમ સાબિત થઈ શકે છે.
Trending Photos
Booking IRCTC Ladakh Tour Package: ઉત્તર ભારતનો ક્રેઝ હંમેશાં લોકોમાં રહ્યો છે. સૌથી વધારે પ્રવાસી ઉત્તર ભારત ફરવા જાય છે. એમાંયે જ જમ્મુ કાશ્મીરના સ્વર્ગમાં ફરવાનું હોય તો મન ખુશીઓથી ભરાઈ જાય. હાલમાં ના ગરમી અને ના ઠંડીના માહોલમાં ઉત્તર ભારતમાં લોકો ખૂબ જ જઈ રહ્યાં છે. લદ્દાખના ખડકાળ રસ્તાઓ પર બાઇક ચલાવવાનું અને પેંગોંગ તળાવના વાદળી પાણીની સુંદરતા નજીકથી જોવાનું દરેક પ્રવાસીનું સપનું હોય છે, પરંતુ બહુ ઓછા લોકો તેને પૂરા કરી શકે છે.
તમે નાસ્તો કરો ત્યાં સુધીમાં આ વ્યક્તિ બની જાય છે કરોડપતિ, પ્રતિ મિનિટ કમાય છે 5 લાખ
HDFC બેંકે લોન્ચ કર્યા 4 નવા ક્રેડિટ કાર્ડ, મળશે વ્યાજ ફ્રી લોન, GST પર બચતનો ફાયદો
આ રીતે બુક કરો
તમે આ ટ્રાવેલ પેકેજ માટે IRCTCની ઓફિશિયલ વેબસાઈટ દ્વારા બુક કરી શકો છો. આ સિવાય IRCTC ટુરિસ્ટ ફેસિલિટેશન સેન્ટર, ઝોનલ ઓફિસ અને રિજનલ ઓફિસ દ્વારા પણ બુકિંગ કરાવી શકાય છે. પેકેજ સંબંધિત વધુ માહિતી માટે, તમે IRCTCની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો. આમ જો તમે લદાખ ફરવા જવાના હો અને કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો હોય તો આ પેકેજ તમારા માટે ઉત્તમ છે. તમારે કોઈ પણ અસુવિધાનો સામનો કરવો નહીં પડે. IRCTCના પેકેજનો લાભ એ છે કે તે સસ્તા હોય છે જેને પગલે સામાન્ય માણસને પણ પરવડે છે.
Zerodha Gold ETF: નવી સ્કીમ: સોનામાં રોકાણ કરવાની તક, જીરોધાએ લોન્ચ કર્યું Gold ETF
પિતા કારગીલ જંગના હીરો, પુત્રએ ડેબ્યૂ ટેસ્ટમાં કર્યો કમાલ, સર્જ્યા ઘણા રેકોર્ડ
તમારે જવું તો હોય છે પણ જો તમે લાંબા સમયથી લદ્દાખ જવાનો તમારો પ્લાન ટાળી રહ્યા છો તો તમારા માટે IRCTC એક સુવર્ણ મોકો લઈને આવ્યું છે. તમે એપ્રિલથી મે સુધી કોઈપણ સમયે તમારો પ્લાન બનાવી શકો છો. તમારે ફક્ત દિવસ નક્કી કરવાનો છે. આ પેકેજમાં તમારે ફ્લાઈટથી જવું પડશે અને ખાવા-પીવા સહિતની દરેક સુવિધા ઉપલબ્ધ હશે.
નવી શોધ: ખોપડી ફાટી ગઇ હોય કે માથાની ગંભીર ઇજા, હોમીયોપેથિક ટ્રીટમેન્ટ કરશે કામ
વિદેશમાં અભ્યાસ બન્યો મુશ્કેલ, બદલાયા વિઝાના નિયમ, જાણો ભારતીયો પર શું પડશે અસર
કેટલા ભરવા પડશે રૂપિયા
જો તમે આ યાત્રા પર એકલા જઈ રહ્યા છો તો તમારે 56,700 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે બે વ્યક્તિએ પ્રતિ વ્યક્તિ 51,500 રૂપિયા ચૂકવવા પડશે. ત્રણ વ્યક્તિઓએ 50,800 રૂપિયા પ્રતિ વ્યક્તિ ફી ચૂકવવી પડશે. તમારે બાળકો માટે અલગથી ફી ભરવાની રહેશે. બેડ સાથે (5-11 વર્ષ) તમારે 49,500 રૂપિયા ચૂકવવા પડશે અને બેડ વિના તમારે 44,400 રૂપિયા ચૂકવવા પડશે. IRCTCએ આ ટ્રાવેલ પેકેજની જાણકારી આપતા ટ્વીટ કર્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે જો તમે લદ્દાખનો સુંદર નજારો જોવા માંગતા હોવ તો IRCTCના આ શાનદાર ટ્રાવેલ પેકેજનો લાભ લઈ શકો છો.
કેન્સરના દર્દીઓ માટે જાગ્યું આશાનું કિરણ, જલદી બજારમાં ઉપલબ્ધ થશે કેન્સરની વેક્સીન
હવે નહી કરવા પડે ભાઇ-બાપા! AI model ટેકસ્ટ પ્રોમ્પથી બનાવી શકો છો 1 મિનિનો વીડિયો
પેકેજનું નામ - IRCTCના સાથે લદાખ ડિસ્કવર – LTC મંજૂર
પેકેજ અવધિ - 6 રાત અને 7 દિવસ
મુસાફરી કેવી રીતે - ફ્લાઇટ
કયા સ્થાનો શામેલ છે - લેહ, લદ્દાખ
Weight Loss: ન્યૂટ્રિશનિસ્ટે જણાવી વેટ લોસ કરવાની રીત, આ 2 ડ્રિંક્સ સાબિત થશે અસરદાર
નવી શોધ: ખોપડી ફાટી ગઇ હોય કે માથાની ગંભીર ઇજા, હોમીયોપેથિક ટ્રીટમેન્ટ કરશે કામ
આ ફરવા જવાના પેકેજમાં રાઉન્ડ ટ્રીપ ટિકિટનો સમાવેશ થાય છે. રહેવા માટે ઉત્તમ હોટેલ ઉપલબ્ધ થશે. આ પેકેજમાં બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર પણ ઉપલબ્ધ હશે. તમને મુસાફરી વીમાની સુવિધા પણ મળશે. મુસાફરી માટે વાહનની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે. જેને પગલે તમારે રૂપિયા આપીને ફક્ત હરવા ફરવાનું ટાઈમ ટેબલ નક્કી કરવાનું છે.
ફરવાના શોખીનો માટે ગુજરાત સ્વર્ગથી કમ નથી, ઇતિહાસ પ્રેમીઓ ખાસ લે આ સ્થળોની મુલાકાત
Rajkot: આ 5 સ્થળોની મુલાકાત લીધા વિના અધુરી છે રાજકોટની ટૂર, એકવાર જરૂર આંટો મારજો
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે