Diabetes: ડાયાબિટીસ હોય તો રાત્રે સુતા પહેલા આ બી ચાવીને ખાવા, બ્લડ સુગર રહેશે કંટ્રોલમાં
Diabetes:બ્લડ શુગર કંટ્રોલ કરવા માટે ડાયાબિટીસના દર્દીઓ નિયમિત દવા ખાતા હોય છે. તેની સાથે જ જો તમે વરિયાળી ખાવાનું રાખશો તો બ્લડ સુગર કંટ્રોલ કરવામાં મદદ મળશે.
Trending Photos
Diabetes:ડાયાબિટીસના દર્દીઓ માટે સૌથી મુશ્કેલ કામ હોય છે બ્લડ સુગરને કંટ્રોલ કરવું. બ્લડ સુગર કોઈપણ કારણે વધી શકે છે. કેટલીક વસ્તુઓ એવી હોય છે જેનું સેવન કરવાથી બ્લડ સુગર ઝડપથી સ્પાઇક થાય છે તો કેટલીક વખત ઉપવાસ દરમિયાન પણ બ્લડ સુગર વધી જતું હોય છે. ડાયાબિટીસમાં જો બ્લડ સુગર વધઘટ થયા કરે તો તેના કારણે ગંભીર સમસ્યા પણ થઈ શકે છે. બ્લડ શુગર કંટ્રોલ કરવા માટે ડાયાબિટીસના દર્દીઓ નિયમિત દવા ખાતા હોય છે તેની સાથે જ જો તમે વરિયાળી ખાવાનું રાખશો તો બ્લડ સુગર કંટ્રોલ કરવામાં મદદ મળશે.
સ્વાસ્થ્ય નિષ્ણાંતો જણાવે છે કે રાત્રે સૂતા પહેલા એક ચમચી વરિયાળી ચાવીને ખાઈ લેવાથી ડાયાબિટીસના દર્દીઓને લાભ થાય છે. તેનાથી પાચન ક્રિયા સુધરે છે અને સાથે જ ડાયાબિટીસના કારણે શરીરમાં દેખાતા લક્ષણોમાં પણ ઘટાડો થાય છે. ડાયાબિટીસના દર્દીઓ માટે વરીયાળી કેવી રીતે ફાયદાકારક છે ચાલો તેના વિશે પણ તમને જણાવીએ.
બ્લડ શુગર રહેશે કંટ્રોલમાં
ડાયાબિટીસના દર્દીઓએ રાત્રે સુતા પહેલા એક ચમચી વરિયાળીને ચાવીને ખાવી જોઈએ. તેનાથી બ્લડ સુગર કંટ્રોલ કરવામાં મદદ મળે છે. વરીયાળીમાં એન્ટિઓક્સિડન્ટ ગુણ હોય છે જે સુગર મેટાબોલિઝમને બુસ્ટ કરવામાં મદદ કરે છે. તેનાથી શરીરમાં ઇન્સ્યુલિનનું ઉત્પાદન વધે છે અને બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે.
કબજિયાત મટે છે
ઘણા લોકોને કબજિયાતની સમસ્યા પણ સતાવતી હોય છે. જો તમે રોજ રાત્રે વરિયાળી ચાવીને ખાવ છો તો તેનાથી મળ ત્યાગ કરવાની પ્રક્રિયા ઝડપી થાય છે. તેનાથી મેટાબોલિક રેટ સુધરે છે અને કબજિયાતથી રાહત મળે છે
આંખ માટે લાભકારી
વરીયાળી રોજ ખાવાથી આંખને પણ ફાયદો થાય છે. ડાયાબિટીસના દર્દીઓને આંખ સંબંધિત સમસ્યા થવાનું જોખમ વધારે રહેતું હોય છે જો તમે વરીયાળી ચાવીને ખાવ છો તો આ સમસ્યા થવાનું જોખમ ઘટી જાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે